Home /News /national-international /VIDEO: છીંક આવી અને તુરંત મોત થઈ ગયું, મેરઠમાં રસ્તે જતાં યુવકને આવ્યો હાર્ટ અટેક

VIDEO: છીંક આવી અને તુરંત મોત થઈ ગયું, મેરઠમાં રસ્તે જતાં યુવકને આવ્યો હાર્ટ અટેક

એક છીંક આવી અને મોત થઈ ગયું

ઉત્તર પ્રદેશના મેરઠમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં રસ્તા પર ચાલતા ચાલતા એક યુવકને છીંક આવી અને તેનું મોત થઈ ગયું હતું. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

    મેરઠ: ઉત્તર પ્રદેશના મેરઠમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં રસ્તા પર ચાલતા ચાલતા એક યુવકને છીંક આવી અને તેનું મોત થઈ ગયું હતું. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે, પહેલા યુવકે પોતાની છાતી પર હાથ રાખ્યો હતો અને ત્યાર બાદ છીંક ખાધી અને મોં પર હાથ રાખ્યો હતો. ત્યાર બાદ તેણે પોતાનું ગળું પકડી રાખ્યું અને થોડી વારમાં જમીન પર ઢળી પડ્યો હતો. ત્યાર બાદ તે ફરી વાર ઉઠ્યો જ નહીં. કહેવાય છે કે, યુવકને અચાનક હાર્ટ અટેક આવ્યો અને જોતજોતામાં 2 સેકન્ડમાં જ મોત થઈ ગયું હતું. યુવકની સાથે ચાલી રહેતા મિત્રોને પણ કંઈ સમજાયું નહીં કે આખરે શું થયું ? મોતનો સમગ્રઘટના ક્રમ રસ્તામાં એક ઘરમાં લાગેલા સીસીટીવીમાં કેદ થઈ ગયા હતા.

    વીડિયોમાં દેખાય રહ્યું છે કે, એક શેરી છે. રાતનો સમય છે અને 4 મિત્રો એકસાથે ચાલી રહ્યા છે. ચારેય દોસ્ત વાત કરતા દેખાય રહ્યા છે. એક બીજાના ગળામાં હાથ નાખીને મિત્રો ચાલી રહ્યા છે. ત્યારે અચાનક એક મિત્રને છીંક આવે છે. છીંક આવ્યા બાદ યુવકના ગળામાં થોડી તકલીફ થાય છે અને તે ગળુ પકડી લેય છે. 2 ડગલા આગળ ચાલતા તે જમીન પર ઢળી જાય છે. તેની સાથે ચાલી રહેલા મિત્રોને સમજાતું નથી કે શું થયું છે. તેની સાથે ચાલી રહેલા ત્રણ છોકરાઓએ જ્યારે પોતાના મિત્રોને જમીન પર અચાનક ઢળી પડ્યા, તો તેઓ બૂમો પાડી ઉઠ્યા હતા. તુરંત યુવકના હાથ અને પગ મસળવા લાગ્યા હતા અને તેને જગાડવાની કોશિશ કરવા લાગ્યા હતા. પણ જમીન પર ઢળી પડેલો યુવક ફરી વાર ઉઠ્યો નહોતો.
    " isDesktop="true" id="1294882" >


    ત્રણ મિત્રો બૂમો પાડે છે, તેમની બૂમો સાંભળીને લોકો પણ ઘરની બહાર નિકળી જાય છે. ત્યાર બાદ ત્રણેય છોકરાઓ મળીને યુવકને ખોળામાં ઉઠાવીને ઘરની અંદર લઈ જાય છે.ત્રણેય યુવક પોતાના મિત્રોને ખોળામાં ઉઠાવીને તાત્કાલિક બાઈકમાં બેસીડને હોસ્પિટલે લઈ જાય છે. જ્યાં ડોક્ટર્સ તેને મૃત જાહેર કરે છે. કહેવાય છે કે, ઘટના કિદવઈ નગર ગલી નંબર 3 છે. વીડિયો 2 ડિસેમ્બર રાત 10થી 10.30ની વચ્ચેનો હોવાનો કહેવાય છે.
    Published by:Pravin Makwana
    First published:

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन