Home /News /national-international /

OMG: હાથમાં મહેંદી અને નખ પર ફોર્મ્યુલા લખીને વિદ્યાર્થીઓ કરી રહ્યા હતા ચોરી, પ્રોફેસર પણ રહી ગયા ચકિત

OMG: હાથમાં મહેંદી અને નખ પર ફોર્મ્યુલા લખીને વિદ્યાર્થીઓ કરી રહ્યા હતા ચોરી, પ્રોફેસર પણ રહી ગયા ચકિત

તપાસ પછી મોટી સંખ્યામાં ચોરી કરતા વિદ્યાર્થીઓ પકડાયા છે

uttar pradesh News - ઘણા વિદ્યાર્થીઓએ હાથ પર એવી રીતે લખ્યું છે જે દૂરથી તમને મહેંદીની (mehandi)ડિઝાઈન જેવી લાગે છે

  મેરઠ : મેરઠમાં (meerut)ચૌધરી ચરણ સિંહ વિશ્વવિદ્યાલયથી (Chaudhary Charan Singh University)સંબંધિત મહાવિદ્યાલયોમાં પરીક્ષાઓ (exam)દરમિયાન ચોરીનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. વિદ્યાર્થી નકલ માટે હવે ઇલેક્ટ્રોનિક ડિવાઇસનો ઉપયોગ કરી રહ્યા નથી. તે હવે નખ (nails)પર ફોર્મ્યુલા લખી રહ્યા છે. ઘણા વિદ્યાર્થીઓએ હાથ પર એવી રીતે લખ્યું છે જે દૂરથી તમને મહેંદીની (mehandi)ડિઝાઈન લાગશે. તપાસ પછી મોટી સંખ્યામાં ચોરી કરતા વિદ્યાર્થીઓ પકડાયા છે. ચોરી માટે પ્રિન્ટેડ કાપલીઓનો ઉપયોગ પણ કરવામાં આવી રહ્યો છે. ચોરીની આવી રીતે જોઈને પ્રોફેસર પર ચકિત રહી ગયા છે. અત્યાર સુધી ચૌધરી ચરણસિંહ વિશ્વવિદ્યાલથી સંબંધિત કોલેજોમાં 250 વિદ્યાર્થી ચોરી કરતા પકડાયા છે.

  સૌથી ખાસ વાત એ છે કે એક નાના નખ પર 8 લાઇનના પ્રશ્ન અને ઉત્તર લખેલા હતા. આટલું જ નહીં ચોરી કરનારે હાથ પર મહેંદીની ડિઝાઇનમાં ચોરી કરવાનો આઈડિયા શોધ્યો હતો. જોકે આમ છતા તે ચોરી કરતા પકડાઇ ગયા છે.

  આ પણ વાંચો - રોપવે દુર્ઘટનાનો VIDEO સામે આવ્યો : લોકોની ચીસો સાંભળી તમે પણ હચમચી જશો, 3 મહિલા સહિત 4ના મોત

  ઉલ્લેખનીય છે કે ચૌધરી ચરણસિંહ વિશ્વવિદ્યાલયથી સંબંધિત કોલેજોમાં હાલ કેટલીક પરીક્ષાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પરીક્ષાઓમાં 250થી વધારે ચોરી કરતા ઝડપાયા છે. ચોરી કરવા માટે કેટલાક વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓ દ્વારા સ્માર્ટ વોચનો ઉપયોગ પણ કરવામાં આવ્યો હતો.

  ચોરી રોકવા માટે બનાવવામાં આવેલ સચલ દળના કોર્ડિનેટર ડો. શિવરાજ સિંહ પુડીરે જણાવ્યું કે પહેલા વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓ હાઇટેક ટેકનિકનો ઉપયોગ કરીને ચોરી કરતા હતા. પરીક્ષા કેન્દ્રો પર મોબાઇલનું બ્લૂટૂથ ઓન કરીને જતા હતા. જેથી બધી ડિવાઇસ ખબર પડી જતી હતી. જોકે હવે ફરી નાની-નાની કાપલીઓનો સમય જોવા મળી રહ્યો છે. નખ ઉપર લખીને ચોરી કરવાની ઘટના પ્રથમ વખત સામે આવી છે. ચોરી કરનારને પકડવા માટે સીસીટીવીથી મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે.

  UP માં સપા સામે મુસ્લિમ સંગઠનોનો ગુસ્સો ! મૌલાના શહાબુદ્દીને કહ્યું- હવે મુસ્લિમો અન્ય વિકલ્પો તરફ જુએ છે

  ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ સમાજવાદી પાર્ટીના સુપ્રીમો અખિલેશ યાદવને લઈને મુસ્લિમ નેતાઓમાં નારાજગી વધી રહી છે. હવે ઓલ ઈન્ડિયા તનઝીમ ઉલેમા-એ-ઈસ્લામ (All India Tanzeem Ulema-e-Islam) ના રાષ્ટ્રીય મહાસચિવ મૌલાના શહાબુદ્દીન રિઝવીએ રાજ્યના મુસ્લિમોને સપા સિવાય અન્ય વિકલ્પો પર વિચાર કરવાની સલાહ આપી છે.તેમણે કહ્યું કે મુલાયમ સિંહ યાદવ અને અખિલેશ યાદવના સપામાં મોટો તફાવત છે. આ સાથે તેમણે આરોપ લગાવ્યો કે અખિલેશ યાદવ માત્ર ટાળતા નથી, પરંતુ દાઢી અને ટોપીવાળા મુસ્લિમોને પણ નફરત કરે છે.

  મૌલાના શહાબુદ્દીન રઝવીએ કહ્યું, 'મુસલમાનોએ હવે ધર્મનિરપેક્ષતાનો કોન્ટ્રાક્ટ લેવાનું બંધ કરવું જોઈએ અને તેમની રાજનીતિ અને તેમની ભાગીદારી વિશે નવેસરથી વાત કરવી જોઈએ. જ્યાં સુધી તેઓ કોઈ ચોક્કસ પક્ષના સમર્થન સાથે જીવશે ત્યાં સુધી તેમને કંઈ જ નહીં મળે. મુસ્લિમોએ હવે નવી રણનીતિ બનાવવી જોઈએ.
  Published by:Ashish Goyal
  First published:

  Tags: Uttar Pradesh‬, ​​Uttar Pradesh News

  આગામી સમાચાર