મેરઠ: ઉત્તર પ્રદેશના મેરઠ (Meerut)માં એક પોલીસ અધિકારીએ ધૂળેટી (Holi 2021)ના એક દિવસ પહેલા પોલીસ મથક ખાતે ફરિયાદ કરવા આવનારા લોકોને ભેટ તરીકે ગંગાજલની બોટલો (Gangajal bottle) આપી હતી. નૌચંડી પોલીસ સ્ટેશનના સ્ટેશન હાઉસ ઓફિસર પ્રેમચંદ શર્મા (Prem Chand Sharma)એ ન્યૂઝ એજન્સી એએનઆઈ સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે, જે લોકો પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ આપવા માટે આવી રહ્યા છે તેમને હું હોળીની ભેટ તરીકે ગંગાજલની બોટલ આપી રહ્યો છું.
કોરોના મહામારી વચ્ચે શર્મા લોકોને ગંગાજલની બોટલ આપીને એવો સંદેશ આપી રહ્યા છે કે, આ પાણી 'સેનિટાઈઝર' તરીકે કામ કરે છે. આના માથે છાંટવાથી અનેક બીમારીઓ સામે રક્ષણ મેળવી શકાતું હોવાનો દાવો પ્રેમચંદ શર્માએ કર્યો છે.
પ્રેમચંદ શર્માએ વધુમાં કહ્યું હતું કે, "હોળીના ઉત્સવ પ્રસંગે લોકોએ દારૂની બોટલ ન આપવી જોઈએ પરંતુ એકબીજાને ગંગાજળની બોટલ આપવી જોઈએ. ગંગાગળ સેનિટાઇઝર છે. તમામ બીમારીઓથી દૂર રહેવા માટે ગંગાજલનો છંટકાવ કરો."
ઉલ્લેખનીય છે કે હોલિકા દહનના બીજા દિવસે દેશભરમાં ધૂળેટી મનાવવામાં આવે છે. અનેક મંદિર અને જાહેર સ્થળે પર પણ આ માટે ખાસ આયોજનો થતા હોય છે. જોકે, આ વર્ષે કોરોનાની મહામારીને પગલે દેશના અનેક હિસ્સાઓમાં ધૂળેટીની ઉજવણી પર પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે. મંદિરો, પાર્ટી પ્લોટો, ક્લબોમાં થનારા આયોજને પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે.
AMCની સોસાયટી કે મકાનનું નળ અને ગટર કનેક્શન કાપવાની ચીમકી
અમદાવાદમાં (Ahmedabad) હોળી (Holi 2021) અને ધૂળેટી (Dhuleti) પર્વની તમામ ઉજવણીઓ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના (AMC) સોલિડ વેસ્ટ વિભાગે આ મામલે એક એસ.ઓ.પી જાહેર કરી છે. બે દિવસ માટે સરકારની ગાઈડલાઈનના ઓથા હેઠળ તમામ કલબો.સ્વિમિંગ પુલ, પાર્ટી પ્લોટો અને મંદિર તથા હવેલીઓમાં પર્વ નિમિત્તે ઉજવવામાં આવતા તમામ કાર્યક્રમો ઉપર પાબંદી લગાવી દેવામાં આવી છે.
આ પણ વાંચો: મહિલાઓ પાસેથી શીખવા જેવા છે બચતના પાઠ, મહામારી જેવી સ્થિતિમાં પણ થઈ શકે મદદરૂપ આ ઉપરાંત કોઇ સોસાયટી કે બંગલામાં રહેતા લોકો ગાઇડ લાઇનનું ઉલ્લંઘન કરશે તેની સામે કડક કાર્યવાહી કરાશે. સોસાયટી અને પોળમાં જો મોટી સંખ્યામાં લોકો ધુળેટી પર્વ ઉજવવા એકત્ર થશે તો તે સોસાયટી કે મકાન કે બંગલાનું નળ અને ગટર કનેક્શન કાપી નાખવામાં આવશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર