યૂપીના હાપુલ જિલ્લામાં એક ગામ એવો છે, જ્યાં કુવારા લોકોની સંખ્યા ચર્ચાનો વિષય છે. ઘણા વર્ષોથી કોઈ યુવાન વરરાજા બનીને ઘોડે ચડ્યો નથી. આ ગામનું નામ લોકોએ હવે કુંવારા હિંડાલપુર પાડી દીધું છે. લગ્ન ન થવા પાછળનું કારણ છે અહી આવતું પ્રદૂષિત પાણી. આ કારણે કોઈ આ ગામમાં પોતાની પુત્રીના લગ્ન કરતું નથી.
તે ઉપરાંત આ પ્રદૂષિત પાણીના કારણે ગામના ઘણા લોકો કેન્સર જેવી ભયંકર બિમારીથી પીડિત છે. ગામમાં ગંભીર બિમારીઓના કારણે 15-20 લોકો પોતાનું જીવ ગુમાવી બેઠા છે. મોટાભાગના લોકો કેન્સર જેવી બિમારીઓના લપેટામાં હોવાના કારણે તેમના સંબંધ થવાનો કોઈ પ્રશ્ન જ ઉભો થતો નથી.
ગામની મહિલાઓનું કહેવું છે કે, સંબંધીઓ તો ગામના છોકરાઓને જોવા માટે આવે છે, પરંતુ જ્યારે તેમને ખબર પડે છે કે, ગામનું પાણી પ્રદૂષિત છે અને ગામમાં મોટાભાગના લોકો કેન્સર જેવી અન્ય બિમારીઓથી પીડાય છે તો તેઓ સંબંધ કરતા નથી.
છોકરીઓવાળા આ ગામમાં સંબંધ કરવાથી ડરે છે. આસપાસના લોકો હવે આ હિંડાલપુર ગામને કુંવારો હિંડાલપુર નામથી બોલાવવા લાગ્યા છે. ગામના કેટલાક યુવાઓના તો લગ્ન પણ તુટી ગયા છે. ગામમાં મોટી સંખ્યામાં કુવારાઓ છે. અહી કોઈપણ યુવાનના લગ્ન થઈ રહ્યાં નથી.
ગામની નજીક આવેલી ફેક્ટરીઓના કારણે ગામમાં આવતું પાણી પ્રદૂષિત થઈ ગયું છે. ગામ કુવાથી આવતા પાણીમાં કેમિકલ ભળી ગયું હોવાના કારણે નળમાંથી પીળા કલરનું પાણી આવે છે. હિંડાલપુર ગામના સરપંચ રામધીર સિંહે જણાવ્યું કે, ડીએમ અને એસડીએમ સુધી આ બાબતની શિકાયત કરી ચૂક્યા છીએ, પરંતુ અત્યાર સુધી જિલ્લા પ્રશાસને કોઈ પગલા ઉઠાવ્યા નથી. આ ગામમાં એવા ઘણા પરિવાર છે, જેમના ઘરમાંથી ત્રણ લોકોના મોત થઈ ચૂક્યા છે.
મામલાની ગંભીરતાને જોતા જ્યારે ન્યૂઝ18 હિન્દીએ જિલ્લાના એડીએમ રજનીશ રાય સાથે વાત કરી તો તેમને જણાવ્યું કે, તમારા માધ્યમથી મને જાણકારી મળી છે. આ બાબતની તપાસ કરાવીને કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. અત્યાર સુધી આ ગામનો એકપણ કેસ મારી પાસે આવ્યો નથી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર