નિખિલ અગ્રવાલ, મેરઠ. ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)ના મેરઠ (Meerut)માં એક લગ્ન સમારોહ (Wedding Ceremony) દરમિયાન દુલ્હન, પરિજન અને પંડિત- આ બાબત નકલી નીકળ્યા. લૂંટેરી દુલ્હનની કરતૂતે સમગ્ર વિસ્તારમાં સનસની ફેલાવી દીધી છે. દુલ્હન લગ્ન સમારોહમાં ફેરા લેતી વખતે રોકડ અને ઝવેરાત લઈને ફરાર થઈ ગઈ. ત્યારબાદ વરરાજા પક્ષે લૂંટેરી દુલ્હનની વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
આ ચોંકાવનારો મામલો મેરઠનો છે, જ્યાં મુઝફ્ફરનગરના દેવેન્દ્રના લગ્ન મેરઠની પરતાપુર વિસ્તારની રહેનારી ક યુવતી સાથે નક્કી થયા હતા. કન્યા પક્ષે લગ્નના બદલામાં એક લાખની ડિમાન્ડ કરી હતી. જેથી લગ્ન સમારોહ દરમિયાન જ્યારે ફેરાની વિધિ ચાલી રહી હતી ત્યારે વરરાજા પક્ષે એક લાખ રૂપિયા અને ઘરેણાં આપી દીધા. ત્યારબાદ ફેરા દરમિયાન દુલ્હને બાથરુમ જવાનું બહાનું કાઢ્યું. ત્યારબાદ લૂંટેરી દુલ્હનની સાથે કન્યા પક્ષના પંડિત અને પરિજનો પણ રફુચક્કર થઈ ગયા. ઘણી શોધખોળ બાદ પણ જ્યારે દુલ્હન પરત ન આવી તો વરરાજા પક્ષના લોકોને ઠગાઈ ગયા હોવાનો અહેસાસ ગયો અને પોલીસ સ્ટેશન પહોંચ્યા. ત્યારબાદ દુલ્હા દેવેન્દ્રએ લૂંટેરી દુલ્હનની કરતૂતની વિરુદ્ધ ફરિયાદ નોંધાવી.
હાલ પોલીસ આરોપીઓની તલાશ કરી રહી છે. પરંતુ તસવીરો અને બીજા પુરાવાઓ હોવા છતાંય હજુ સુધી દુલ્હન અને તેના પરિજનો વિશે કોઈ ભાળ નથી મળી. પોલીસે આરોપી દુલ્હન અને તેના પરિજનો વિરુદ્ધ છેતરપિંડી અને ગંભીર કલમો હેઠળ કેસ નોંધ્યો છે. ત્યારબાદ હવે પોલીસ પુરાવાઓના આધાર પર તપાસ બાદ કાર્યવાહી કરવાની વાત કહી રહી છે.
દુલ્હા દેવેન્દ્રએ જણાવ્યું કે, રવિવાર બપોરે શિવ મંદિરમાં લગ્ન થવાના હતા. લગ્નની વિધિ શરુ થઈ. કન્યા પક્ષ તરફથી ત્રણ લોકો હતા. વરરાજા પક્ષ તરફથી ચાર લોકો હતા. ચાર ફેરા જ લીધા હતા કે કન્યા પક્ષે નિયત રકમની માંગ કરી. રકમ લીધા બાદ બીજો એક ફેરો લીધો તો દુલ્હને બાથરૂમ જવાની વાત કહી. ત્યારબાદ દુલ્હન ગઈ તો પાછી જ ન આવી. દુલ્હનની માસી હોવાનું કહેનારી મહિલા અને એક અન્ય વ્યક્તી દુલ્હનને શોધવાના બહાને ત્યાંથી રવાના થયા. આ દરમિયાન લગ્ન કરાવનારો પંડિત પણ ગાયબ થઈ ગયો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર