રામ મંદિરના પક્ષમાં ઉતરી મુસ્લીમ મહિલાઓ, કહ્યું - કસમ ખુદા કી મંદિર ત્યાં જ બનશે

તેમણે કહ્યું કે, શ્રીરામ જન્મભૂમી માટે અમારી ફરજ છે કે, પોતાના હિન્દૂ ભાઈ-બહેનોને ખુશીથી રામ મંદિર માટે સહમતી આપીએ.

તેમણે કહ્યું કે, શ્રીરામ જન્મભૂમી માટે અમારી ફરજ છે કે, પોતાના હિન્દૂ ભાઈ-બહેનોને ખુશીથી રામ મંદિર માટે સહમતી આપીએ.

 • Share this:
  મેરઠમાં રવિવારે મુસ્લીમ રાષ્ટ્રીય મંચની સહ સંયોજક શાહીન પરવેજના આવાસ પર અયોધ્યામાં રામ મંદિરને લઈ બેઠક આયોજિત કરવામાં આવી. આ બેઠકમાં સામેલ મુસ્લિમ મહિલાઓએ અયોધ્યાની હાલની પરિસ્થિતિ પર વિચાર-વિમર્શ કર્યું. બેઠકમાં શાહીને કહ્યું કે, આ દેશ અમારો છે, અમે દેશના પ્રોબલમને એકજૂટ થઈને પતાવીશું. આ અવસર પર મુસ્લીમ રાષ્ટ્રીય મંચે આહ્વાહન કરતા કહ્યું કે, અમે કસમ ખુદાની ખાઈએ છીએ કે મંદિર ત્યાં જ બનાવડાવીશું. તેમણે કહ્યું કે, શ્રીરામ જન્મભૂમી માટે અમારી ફરજ છે કે, પોતાના હિન્દૂ ભાઈ-બહેનોને ખુશીથી રામ મંદિર માટે સહમતી આપીએ.

  આ મામલામાં રાષ્ટ્રીય એકતા મિશનની કાર્યકારિણી સભ્ય સુબુહી ખાને કહ્યું કે, શ્રીરામ મંદિર અમારી સનાતન સંસ્કૃતિનું પ્રતિક છે. અમે લોકો તન-મન-ધન સાથે અયોધ્યામાં રામ મંદિરના નિર્માણમાં સહયોગ કરીશું. મહિલાઓએ કહ્યું કે, રામ મંદિરને લઈ મુસ્લિમ પુરૂષનો વિચાર સ્પષ્ટ નથી.

  અયોધ્યામાં રામ મંદિર નિર્માણને લઈ વિહિપ તરફથી આયોજિત ધર્મસભાને લઈ નેપાળ બોર્ડર પર સુરક્ષા વધારી દેવામાં આવી છે. ગુપ્ત એજન્સિઓ પણ પૂરી રીતે એલર્ટ છે. જ્યારે, ભારતીય પોલીસ સાથે નેપાળમાં સુરક્ષા માટે હાજર પ્રહરી પણ દરેક આવતા-જતા લોકોની તપાસ કરી રહી છે. તમને જણાવી દઈએ કે, અયોધ્યામાં આયોજિત ધર્મસભામાં બે લાખથી વધારે લોકો સામેલ થવાનો અંદાજ છે. જેથી યૂપીની સાથે બોર્ડર પર પણ હાઈ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે.
  Published by:kiran mehta
  First published: