15 ટુકડામાં મળી મહિલાની માથું કપાયેલી લાશ, દુષ્કર્મ બાદ હત્યાની આશંકા

સ્મશાનની પાસે લોહીથી ખરડાયેલી બોરી સાથે કૂતરાઓ ખેંચતાણ કરતા હતા, ત્યાં રમતા બાળકોએ પોલીસને કરી જાણ

સ્મશાનની પાસે લોહીથી ખરડાયેલી બોરી સાથે કૂતરાઓ ખેંચતાણ કરતા હતા, ત્યાં રમતા બાળકોએ પોલીસને કરી જાણ

 • Share this:
  નિખિલ અગ્રવાલ, મેરઠઃ સ્મશાન ઘાટમાં એક બોરીમાં લોહીથી ખરડાયેલી એક મહિલાની લાશના ટુકડા (Woman Body) મળ્યા બાદ સનસની ફેલાઈ ગઈ છે. ફાતિમા ગાર્ડન કોલોનીની નજીક સ્થિત સ્મશાન ઘાટની પાસે કેટલાક બાળકો રમી રહ્યા હતા. આ દરમિયાન બાળકોએ જોયું કે કેટલાક કૂતરા લોહીથી ખરડાયલી પ્લાસ્ટિકની એક બોરી સાથે ખેંચતાણ કરી રહ્યા છે. ત્યારબાદ બાળકોએ મામલાની જાણકારી તેમના પરિવારના લોકોને આપી. ઘટનાની જણ થતાં જ ઘટનાસ્થળે અનેક લોકોની ભીડ એકત્ર થઈ ગઈ.

  ઘટનાની જાણકારી મળતાં એસપી સિટી અખિલેશ નારાયણ અનેક પોલીસ સ્ટેશનની ફોર્સની સાથે ઘટનાસ્થળે પહોંચ્યા. પોલીસે બોરી ખોલીને જોયું તો સૌના હોશ ઊડી ગયા. બોરીની અંદર એક મહિલાની લાશના લગભગ 15 ટુકડા ભરેલા હતા. મહિલાની ગરદનનો ઉપરનો ભાગ ગાયબ હતો. આ દૃશ્ય જોતાં જ પોલીસકર્મીઓ પણ હેરાન રહી ગયા. પોલીસે લાશના ટુકડાઓનો કબજો લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા.

  આ પણ વાંચો, ઓનર કિલિંગ! 32 વર્ષના જમાઈની સાસરિયાએ કરી હત્યા, પત્ની, સાસુ-સસરા સહિત 11 સામે કેસ

  દુષ્કર્મ બાદ હત્યાની આશંકા

  એસપી સિટી અખિલેશ નારાયણ સિંહનું માનીએ તો મહિલાની ઉંમર લગભગ 35 વર્ષ જેટલી હશે. કોઈ ખૂબ જ નજીકની વ્યક્તિએ પહેલા હત્યાની ઘટનાને કોઈ ઘરમાં અંજામ આપ્યો. ત્યારબાદ લાશના ટુકડા કર્યા અને સ્મશાન ઘાટની નજીક કચરાના ઢગલામાં ઠેકાણે લગાવી દીધા. લાશ પર કપડું પણ નહોતું, તેથી દુષ્કર્મ બાદ હત્યાની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. પોલીસ વિસ્તારના સીસીટીવી ફુટેજના આધારે પુરાવા એકત્ર કરવામાં લાગી ગઈ છે. આ બ્લાઇન્ડ મર્ડર મિસ્ટ્રીને ઉકેલવી પોલીસ માટે મોટો પડકાર છે.

  આ પણ વાંચો, આ 5 દેશોમાં મળે છે સૌથી સસ્તું સોનું, ભારતથી આટલો ઓછો છે ભાવ, જાણો કારણ

  પોલીસ તપાસમાં લાગી

  એસપી સિટી અખિલેશ નારાયણ સિંહે જણાવ્યું કે પ્રથમ દૃષ્ટિએ એવું લાગી રહ્યું છે કે મહિલાની હત્યા કોઈ બીજા સ્થળે કર્યા બાદ લાશના ટુકડા ટુકડા કરીને તેને અહીં ફેંકી દીધા છે. એસપી સિટીએ જણાવ્યું કે પોલીસ આસપાસમાં લાગેલા સીસીટીવી ફુટેજના સહારે હત્યા સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી છે. પોલીસે લાશના ટુકડાઓને કબજે લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલ્યા છે. ફોરેન્સિક ટીમ ઘટનાસ્થળે તપાસમાં લાગેલી છે.
  Published by:Mrunal Bhojak
  First published: