માથાના ફરેલા પ્રેમીએ ગર્લફ્રેન્ડ અને તેની સહેલીની હત્યા કરી, 'સાહેબ પ્રેમના ચક્કરમાં દેવાદાર થઈ ગયો તો પણ...'

પ્રેમીએ પ્રેમિકાની હત્યા કરી

પ્રેમ પ્રકરણમાં વિવાદ થયો ત્યારે અફસાનાએ ગૌરવ સાથે ગેરવર્તન કર્યું અને તેને પોલીસ સ્ટેશન મોકલી દીધો. આશિકીના ચક્કરમાં ગૌરવ દેવાદાર બની ગયો

 • Share this:
  મેરઠ : ઉત્તર પ્રદેશના મેરઠમાં બેવડી હત્યાના કારણે સનસનાટી ફેલાઈ ગઈ. અહીં એક માથાના ફરેલા પ્રેમી તેની ગર્લફ્રેન્ડ અને તેની સહેલીને મોતને ઘાટ ઉતારી દીધા. ઘટનાને અંજામ આપતા પહેલા આરોપીએ પોતાના મિત્ર સાથે મળીને બંને યુવતીઓને કલાકો સુધી કારમાં બેસાડી ફેરવી હતી. બાદમાં, ખુન્નસ દૂર કરવા માટે, તેણે પહેલા તેની ગર્લફ્રેન્ડની સહેલીને ગોળી મારી, અને પછી લગભગ દોઢ કલાક પછી તેની ગર્લફ્રેન્ડની પણ ગોળી મારીને હત્યા કરી. બંને યુવતીઓના મૃતદેહને નાળામાં ફેંકીને આરોપી અને તેનો મિત્ર બંને ભાગી ગયા હતા.

  આ સનસનીખેજ ઘટના મેરઠના સરધના પોલીસ સ્ટેશન વિસ્તારની છે. અહીં ગટરમાંથી તીવ્ર દુર્ગંધ આવતી હતી, જ્યારે લોકોએ જોયું તો, તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. ગટરમાં બે છોકરીઓના મૃતદેહને કારણે હંગામો મચી ગયો હતો. માહિતી મળતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. જ્યારે પોલીસે સોશિયલ મીડિયા દ્વારા તપાસ કરી તો જાણવા મળ્યું કે બંને છોકરીઓ નોઈડાથી ગુમ છે. મૃતક છોકરીઓની ઓળખ હિના અને અફસાના તરીકે થઈ છે. બંને છોકરીઓ મેરઠની રહેવાસી છે.

  તપાસ અધિકારીના જણાવ્યા અનુસાર, અફસાના અને ગૌરવ ત્યાગી વચ્ચે પ્રેમસંબંધ હતો. પ્રેમ પ્રકરણમાં વિવાદ થયો ત્યારે અફસાનાએ ગૌરવ સાથે ગેરવર્તન કર્યું અને તેને પોલીસ સ્ટેશન મોકલી દીધો. આશિકીના ચક્કરમાં ગૌરવ દેવાદાર બની ગયો હતો. તેના પર લાખો રૂપિયાનું દેવું હતું. મોબાઈલ રિપેરિંગનું કામ કરતો ગૌરવ આશિકીમાં દેવાદાર બન્યા બાદ પણ તેની ઈચ્છિત વસ્તુઓ પૂરી થઈ નહિ. પછી બદલો લેવાના ઇરાદાથી ગૌરવએ બંને યુવતીઓની હત્યાનું કાવતરું ઘડ્યું. હિના અને અફસાના સહેલીની સાથે આપસમાં સંબંધી પણ હતી, બંને નોઈડામાં નોકરી કરતી હતી.

  આ પણ વાંચોઅવૈધ સંબંધ: પતિ રાત્રે શૌચ માટે બહાર ગયો, તો પત્નીએ પ્રેમીને ફોન કરી ઘરે બોલાવી લીધો, પછી...

  આરોપી ગૌરવ ત્યાગી અને તેના મિત્ર આકાશની ધરપકડ

  જ્યારે પોલીસે તપાસ કરી તો જાણવા મળ્યું કે, બંને છોકરીઓની ગુમની ફરિયાદ નોઈડામાં નોંધાયેલી છે. બંનેને તેમના પરિવારજનો શોધી રહ્યા છે. પોલીસની માહિતી પર, બંને છોકરીઓના પરિવારોએ તેમના મૃતદેહોની ઓળખ કરી. કાર્યવાહી કરતા પોલીસે આરોપી ગૌરવ ત્યાગી અને તેના મિત્ર આકાશની ધરપકડ કરી હતી અને ગુનામાં વપરાયેલી કાર પણ રિકવર કરી હતી. પોલીસના જણાવ્યા મુજબ ગૌરવે હત્યાનું કોઈ ગવાહ ન રહે અને કોઈ પુરાવો ન રહે તે માટે બંનેની હત્યા કરી હતી. પોલીસે મૃતક યુવતીઓના સંબંધીઓની ફરિયાદના આધારે આરોપી વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. પોલીસ બંને યુવકોની પૂછપરછ કરી રહી છે.
  Published by:kiran mehta
  First published: