ઉમેશ શ્રીવાસ્તવ, મેરઠઃ ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)ના મેરઠ (Meerut) જનપદમાં એક ચોંકાવનારી ડબલ મર્ડર (Double Murder)ની ઘટનાએ લોકોના રૂંવાડા ઊભા થઈ ગયા છે. એક મહિલાએ થોડા દિવસ પહેલા પોતાની બહેનપણી અને તેની દસ વર્ષની દીકરીના ગુમ થવાની જાણ પોલીસને કરી હતી. પરંતુ પોલીસ પણ મૂકદર્શક બની રહી. હવે બંનેના કંકાળ મળી આવ્યા છે. સમગ્ર મામલો જૂઠાણું અને છેતરપિંડી તથા ધર્મ છુપાવીને લગ્ન કરવાનો છે. પરંતુ જ્યારે મહિલાને હકીકત ખબર પડી તો આરોપીએ પત્નીની સાથ દીકરીની પણ હત્યા કરી ઘરના આંગણામાં જ દાટી દીધા. સોશિયલ મીડિયાથી યુવતીને જાળમાં ફસાવી
શમશાદ નામના યુવકે ગાજિયાબાદની રહેવાસી એક યુવતીને પહેલા સોશિયલ મીડિયાના માધ્યમથી પ્રેમ જાળમાં ફસાવી. લગ્નનો વાયદો કરીને તેને પોતાની સાથે મેરઠ લઈને આવ્યો. બંને સાથે રહેવા લાગ્યા અને એક દિવસ જ્યારે તેનો રાઝ ખુલી ગયો તો તેણે માતા અને દીકરીને પ્લાનિંગની સાથે મારી નાખ્યા. હત્યારો એટલો શાતિર હતો કે તેનો અંદાજો એ વાતથી લગાવી શકાય છે કે હત્યા બાદ તે શખ્સે મહિલા અને તેની દસ વર્ષની દીકરીને ઘરની અંદર આંગણામાં જ દાટી દધા. બુધવારે પોલીસે બંનેની લાશ આરોપીના ઘરથી બરામદ કરી. બંનેની લાશ હવે કંકાળમાં ફેરવાઈ ગઈ છે જેથી હવે ડીએનએ ટેસ્ટ પણ કરાવવામાં આવશે.
આ ઘટનાની જાણકારી મળતાં હિન્દુ યુવા વાહિનીના કાર્યકર્તા પણ ઘટનાસ્થળે પહોંચી. હિન્દુ યુવા વાહિનીના કાર્યકર્તાઓએ આરોપ લગાવ્યો કે મહિલાની બહેનપણીએ પરતાપુર પોલીસ ચોકી પહોંચીને શમશાદ નામના આ યુવકના કાળા કામો વિશે જણાવ્યું હતું કે કેવી રીતે યુવતીને પ્રેમજાળમાં ફસાવી. પોતાના વિશે ખોટી માહિતી આપી હતી. જો સમયસર પોલીસ કાર્યવાહી કરતી તો કદાચ આટલી મોટી ઘટના ન થાય. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ નેતા પણ ઘટનાસ્થળે પહોંચી અને તેઓઓ આરોપ લગાવ્યો કે શમશાદ નામના યુવક મહિલા પર બળજબરી ધર્મ પરિવર્તન કરવા દબાણ કરી રહ્યો હતો. યુવતી નહીં માને તો શમશાદે તેની હત્યા કરી દીધી અને લાશને ઘરની અંદર જ દાટી દીધી. એપી સિટી ખાખી પર ઊઠી રહેલા સવાલોની તપાસની વાત પણ કરી રહ્યા છે.
શમશાદ નામના આરોપી યુવક લગભગ ચાર વર્ષથી આ યુવતીને પોતાની સાથે રાખતો હતો. ચાર વર્ષ સુધી યુવતી અને તેની દીકરીને એ જાણ નહોતી કે તેનું અસલી નામ શમશાદ છે. જ્યારે યુવતીને ખબર પડી તો જાણ થઈ તો ગત 28 માર્ચે જ આરોપીએ બંનેની હત્યા કરી અને લાશ ઘરના આંગણામાં જ દાટી દીધી. પોલીસનો દાવો છે કે આ મામલામાં એક ટીમ બિહાર પણ રવાના કરી દીધા છે. કારણ કે આરોપી શમશાદ બિહારનો રહેવાસી છે. મેરઠ પોલીસનો દાવો છે કે ટૂંક સમયમાં આરોપી શમશાદની ધરપકડ કરવામાં આવશે. પરંતુ સવાલ એ છે કે જો સમયસર પોલીસ ચેતી જાત અને આ ગંભીર મામલાને હળવાશથી ન લીધી હોત તો કદાચ મા-દીકરી આજે જીવતા હોત.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર