'હિન્દુ કોર્ટ'ની સ્વયંભૂ જજ પૂજા બોલી, જરૂરત પડી તો ગોડસેની જેમ આપસે મૃત્યુદંડ

News18 Gujarati
Updated: August 24, 2018, 6:08 PM IST
'હિન્દુ કોર્ટ'ની સ્વયંભૂ જજ પૂજા બોલી, જરૂરત પડી તો ગોડસેની જેમ આપસે મૃત્યુદંડ
હિન્દૂ કોર્ટની પહેલી જજ પૂજા પાંડે

હિન્દૂ મહાસભા નાથૂરામ ગોડસેને પોતાના આદર્શ માને છે, હિન્દૂ મહાસભાને એ વાતનો પણ ગર્વ છે કે તે નાથૂરામ ગોડસેની પૂજા કરે છે.

  • Share this:
અખિલ ભારતીય હિંદૂ મહાસભાએ મેરઠમાં શરઈ અદાલતની જેમ પ્રથમ હિન્દૂ ન્યાયપીઠની સ્થાપના કરી છે. આ તથાકથિત હિન્દૂ કોર્ટની પહેલી જજ ડો. પૂજા શકુન પાંડેનું કહેવું છે કે, જ્યારે શરઈ કોર્ટ હોઈ શકે છે તો હિન્દૂ ન્યાયપીઠ પણ હોઈ શકે છે. આને કોઈની માન્યતાની જરૂરત નથી. આ કોર્ટમાં હિન્દૂઓના આપસી ઝગડા કે વિવાદ પર ન્યાય કરવામાં આવશે. પહેલી જજ તરીકે ડો. શકુન પાંડેએ કહ્યું કે, જો ભવિષ્યમાં જરૂરત પડી તો, નાથૂરામ ગોડસેની જેમ તે પણ મૃત્યુદંડ આપશે.

ઉલ્લેખનીય છે કે, હિન્દૂ મહાસભા નાથૂરામ ગોડસેને પોતાના આદર્શ માને છે, અને હિન્દૂ દર્મની રક્ષા માટે તેમના પદચિહ્ન પર ચાલવાની વાત કરે છે. હિન્દૂ મહાસભાને એ વાતનો પણ ગર્વ છે કે, તે નાથૂરામ ગોડસેની પૂજા કરે છે, જેણે 30 જાન્યુઆરી 1948ના રોજ મહાત્મા ગાંધીની ગોળી મારીને હત્યા કરી દીધી હતી.

હિન્દૂ મહાસભાનું કહેવું છે કે, તે 15 ઓગષ્ટને કાળા દિવસ તરીકે મનાવે છે, કારણ કે કેટલાએ લોકો ભાગલા સમયે મરી ગયા હતા. જેથી 15 ઓગષ્ટે ખુશી કેવી રીતે મનાવી શકાય. જે લોકોને મારી નાખવામાં આવ્યા તે આતંકવાદી ન હતા.

હિન્દૂ મહાસભાનું કહેવું છે કે, આ દેશમાં શરઈ કોર્ટની સ્થાપના કરવામાં આવી, જેને દારૂલ કઝા નામ આપવામાં આવ્યું. તે આ દેશના સંવિધાનને પડકારે છે, અને પોતાની રીતે નિર્ણય કરે છે.

હિન્દૂ મહાસભાનો દાવો છે કે, મેરઠમાં પહેલી હિન્દૂ ન્યાયપીઠની સ્થાપના કરવામાં આવી છે અને અગામી 2 ઓક્ટોબરે આ ન્યાયપાલિકાની બાયોલોજ પણ રજૂ કરવામાં આવશે. 15 નવેમ્બરે જે દિવસે નાથૂરામ ગોડસેનો બલિદાન દિવસ છે, તે દિવસે દેશમાં 15 અન્ય હિન્દૂ ન્યાયપીઠની સ્થાપના કરી દેવામાં આવશે.

હિન્દૂ ન્યાયપીઠની પહેલી ન્યાયાધિશ પૂજાનું કહેવું છે કે, તેમણે હિન્દૂઓની રાજનીતિ કરી છે. આ ન્યાયપીઠમાં તેમને પણ ન્યાય આપવામાં આવશે જેમની પાસે પૈસા નથી. તેમણે કહ્યું કે, ટુંક સમયમાં ઉત્તર પ્રદેશના દરેક જીલ્લામાં એક ન્યાયપીઠ હશે. હાલમાં અલીગઢ, મેરઠ, હાથરસ, ઈલાહાબાદમાં ચાર ન્યાયપીઠ તૈયાર છે.
First published: August 24, 2018, 6:08 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading