Home /News /national-international /12 વર્ષની બાળકીએ બાળકને આપ્યો જન્મ, નરાધમોએ ડરાવી ધમકાવીને વારંવાર આચર્યું દુષ્કર્મ

12 વર્ષની બાળકીએ બાળકને આપ્યો જન્મ, નરાધમોએ ડરાવી ધમકાવીને વારંવાર આચર્યું દુષ્કર્મ

12 વર્ષની બાળકીએ આપ્યો બાળકને જન્મ

Meerut 12 years old girl gangraped: મેરઠમાં 12 વર્ષની બાળકી માં બની હતી જેના કારણે ચકચાર મચી જવા પામી હતી. આ ઘટના સામૂહિક દુષ્કર્મનું પરિણામ હોવાનું માનવામાં આવી રહ્યું છે.

  મેરઠ: મેરઠ મેડિકલ કોલેજમાં ભરતી થયેલ 12 વર્ષની એક બાળકીએ એક બાળકને જન્મ આપ્યો છે. કોઈ ઘરમાં નાના બાળકની કિલકારી ગૂંજે તો ખુશીઓ મનાવવામાં આવે છે. સામૂહિક દુષ્કર્મની શિકાર થયેલ 12 વર્ષની બાળકીના માતા પિતા અંદરથી તૂટી ગયા છે. માં બનેલ બાળકી આ આખી બાબતથી અજાણ છે. પરિવારજનોએ આ નવજાતને સ્વીકારવાની ના પાડી દીધી છે. આ નવજાત માત્ર ત્રણ દિવસનું છે અને વોર્ડમાં એડમિટ છે. કોર્ટ માતા અને બાળકના ભવિષ્યનો નિર્ણય કરશે.

  બાળકીના પિતા જણાવે છે કે, ‘મારી માસૂમ બાળકીનું જીવન બરબાદ થઈ ગયું. નવજાતને સ્વીકારવાની વાત તો દૂર રહી તે તેનું મોઢું પણ નહીં જોઈ શકે. મને મરી જવાની ઈચ્છા થાય છે.’ ગાઝિયાબાદની ખોડા કોલોનીમાં ગેંગરેપનો શિકાર થયેલ આ બાળકીએ બુધવારે સિઝેરિયન ડિલિવરી બાદ પુત્રને જન્મ આપ્યો છે. કોર્ટના નિર્ણય બાદ નવજાતના ભવિષ્યનો નિર્ણય કરવામાં આવશે. બાળકીના પરિવારજનો જણાવે છે કે, તે કોઈપણ પરિસ્થિતિમાં આ બાળકનો સ્વીકાર નહીં કરે.

  બાળકી સાથે અન્યાય

  બાળકીના પિતા જણાવે છે કે, તે અને તેમની પત્ની બંને પ્રાઈવેટ નોકરી કરે છે. તેમની દીકરી સાતમા ધોરણમાં ભણે છે. થોડા મહિના બાદ બાળકી સાથે દુષ્કર્મ થયું છે, તેની જાણ થઈ છે. બાળકીનું પેટ વધતા તેની માતાને શક થયો હતો. તેની માતાના કહ્યા બાદ બાળકીએ કિટથી પ્રેગનેન્સી ટેસ્ટ કર્યો છે. રિપોર્ટ પોઝિટીવ આવતા માતા પિતા સ્તબ્ધ થઈ ગયા હતા. ડોકટરે જણાવ્યું કે, આ બાળકીને આઠ મહિનાનો ગર્ભ છે.

  પિતાએ જણાવ્યું કે, તેમના ફ્લેટ નીચે ફર્સ્ટ ફ્લોર પર રહેતા છોકરાઓએ તેમની બાળકી સાથે સામૂહિક દુષ્કર્મ કર્યો છે. 21-22 વર્ષના યુવકે તેમના ફ્લેટ પર આવીને બાળકીને ડરાવી ધમકાવીને તેની સાથે દુષ્કર્મ આચર્યું. તે સતત આ પ્રકારે કરતો રહ્યો.

  ત્યારબાદ તેના ભાઈએ પણ મારી બાળકી સાથે દુષ્કર્મ આચર્યું. તેઓ મારી દીકરીને ધમકાવતા હતા કે, જો તે કોઈને કહેશે તો તેના માતા પિતાને મારી નાંખશે. ત્યારબાદ એક 15-16 વર્ષની કિશોરીએ પૈસાની લાલચમાં અન્ય છોકરાઓને બાળકીને આપી દીધી. તે પણ મારી બાળકી સાથે દુષ્કર્મ આચરતા રહ્યા. આ મામલાની જાણકારી સામે આવ્યા બાદ પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

  ગર્ભાવસ્થાના લક્ષણ જોવા ન મળ્યા

  બાળકીની માતાએ જણાવ્યું કે, તે સપ્ટેમ્બર સુધી શાળાએ જતી હતી. તેનામાં કોઈપણ પ્રકારના ગર્ભાવસ્થાના લક્ષણ જોવા મળ્યા નહોતા. ડિલીવરી સમયે પણ તે એકદમ નોર્મલ હતી. હજુ પણ તેને ખબર નથી કે, તે મા બની ગઈ છે. હોસ્પિટલ લાવતા સમયે તેને જણાવવામાં આવ્યું હતું કે, તેને પથરી છે અને તેનું ઓપરેશન કરાવ્યું છે. તેની માતા જણાવે છે કે, જે થઈ ગયું તેને બદલી નહીં શકાય, પરંતુ મારી દીકરીનું ભવિષ્ય ખરાબ નહીં કરી શકાય. આ કારણોસર આ બાળકનો સ્વીકાર કરવામાં નહીં આવે.

  જેણે પણ આ પરિસ્થિતિ જોઈ તેને રડવું આવ્યું

  રેપથી પીડિત બાળકીને ઓક્ટોબરમાં મેડિકલ કોલેજમાં એડમિટ કરવામાં આવી હતી. જેણે પણ આ બાળકીને જોઈ તેને રડવું આવી ગયું હતું. મેડિકલના ગાયનેક વિભાગમાં ડિલીવરી દરમિયાન હોસ્પિટલ સ્ટાફમાં પણ કરુણતા જોવા મળી હતી. બાળકીના લાચાર પિતા દુષ્કર્મીઓને ફાંસીની સજા આપવાની માંગ કરી રહ્યા છે. તેઓ ઘટનાની અસર તેમની બાળકીના જીવન પર નહીં પડવા દે. તેઓ જણાવે છે કે, જે પ્રકારે ચાલી રહ્યું હતું, તે પ્રકારે જ રહેશે.

  સર્જરી પણ મુશ્કેલ હતી

  12 વર્ષની બાળકીની ડિલીવરી કરાવવી તે ડોકટરો માટે સરળ નહોતું, ડિલીવરી દરમિયાન બાળકીનું હિમોગ્લોબીન ઓછું હતું. માતા અને તેના બાળકના જીવને જોખમ હતું. ડોકટરોએ પહેલેથી જ જણાવ્યું હતું કે, પરિસ્થિતિ ખૂબ જ ગંભીર છે. આ બેમાંથી કોઈ એક ને જ બચાવી શકાશે.

  બાળકના પિતા કોણ છે, તે DNA બાદ જ જાણી શકાશે

  ગાઝિયાબાદ પોલીસની ટીમ શુક્રવારે મેડિકલ કોલેજ પહોંચી હતી અને DNA ટેસ્ટ માટે સેમ્પલ લીધા હતા. રિપોર્ટ આવ્યા બાદ બાળકીના પિતા કોણ છે, તે જાણી શકાશે.

  નવજાતનો શું વાંક છે?

  ત્રણ દિવસના નવજાતને માતાની મમતા મળી નથી અને પિતાનો પ્રેમ મળ્યો નતી. મેડિકલ કોલેજના નીકૂ વોર્ડમાં આ બાળકની દેખભાળ રાખવામાં આવી રહી છે. જ્યારે પણ રોવે ત્યારે એવું જ લાગે છે કે, તે પૂછી રહ્યું છે કે, આ બધામાં મારો શું વાંક છે? ડોકટરોએ જણાવ્યું છે કે, બાળક સ્વસ્થ છે અને તેનું ત્રણ કિલો વજન છે.
  First published:

  Tags: Crime news, Gang rape, Ghaziabad, Meerut, Meerut crime News