સોશિયલ સાઇટ પર કોઇ સુંદર યુવતીનો ફોટો મૂકી ફેન્ડશીપ માટે ઓફર આવે તો થઇ જાવ સાવધાન કારણ કે આ હનીટ્રેપ પણ હોઇ શકે છે. આવી જ ઘટના મેરઠ (Meerut) જિલ્લાના સર્વિલાંસ સેલ અને સિવિલ લાઇન પોલીસના જોઇન્ટ ઓપરેશનમાં બહાર આવી છે. તેમણે બ્લેકમેલ કરતી એક ટોળકીને પકડી પાડી છે. આ કેસમાં પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી છે. આ લોકો મોટાઘરના અને પૈસાદાર લોકોને હની ટ્રેપ (Honey Trap) જાળમાં ફસાવતા હતા અને પછી બ્લેકમેલ કરતા હતા.
પોલીસ અધિકારીઓએ જણઆવ્યું કે એક ફરિયાદ પર કાર્યવાહી કરતા પોલીસે રાજસ્થાનના મૌસમ, કલ્લૂ ખાન અને હનીફ ખાનની ધરપકડ કરી છે. વળી તેમના સાથે સાહિલ અને રફિક ફરાર છે. આરોપીઓ પાસેથી ત્રણ મોબાઇલ અને 17 હજાર કેશ પણ મળી આવી છે.
સીઓ/એએસપી સુરજ રાયે જણાવ્યું કે આ તમામ આરોપી રાજસ્થાનના નાનકડા ગામડામાં બેસીને ઓનલાઇન બ્લેકમેલિંગનો અડ્ડો ચલાવતા હતા. તે ફેસબુક અને વોટ્સઅપ પર યુવતીઓના ફોટો મૂકીને વિભિન્ન રાજ્યોમાં રહેતા પ્રભાવશાળી લોકોને ફસાવતા હતા. અને પછી તેમની અશ્લીસ ચેટને વાયરલ કરવાની વાત કહીને લોકો પાસેથી પૈસા પડાવતા હતા. આ આખો ધંધો ઓનલાઇન ચાલતો હતો.
એએસપીએ જણાવ્યું કે આ લોકોનો મેન ટાર્ગેટ પૈસાદારના ઘરના યુવકો રહેતા હતા. તે પહેલા આ પૈસાદાર ઘરના યુવકોને ફોટો અને વીડિયો મોકલીને પોતાની જાળમાં ફસાવતા અને પછી તેમના ઘરના લોકોને આ ચેટ વાયરલ કરી લેવાની ધમકી આપીને તેમનાથી પૈસા પડાવતા. તપાસમાં જાણવા મળ્યું છે કે આ ગેંગ મહારાષ્ટ્ર, દિલ્હી, કર્ણાટક, મધ્યપ્રદેશથી લઇને યુપી સુધી ફેલાયેલું હતું. હાલ 3 આરોપીની ધરપકડ થઇ છે અને અન્ય આરોપીઓની શોધ ચાલી રહી છે.
" isDesktop="true" id="1042576" >
નોંધનીય છે કે લોકડાઉન અને કોરોના કાળમાં પણ હની ટ્રેપના આવા અનેક કિસ્સા બહાર આવી રહ્યા છે. આ પહેલા પણ ગુજરાતમાં આવી જ એક ટોળકી પડકાઇ હતી જે વયોવુદ્ધ લોકોને હની ટ્રેપમાં ફસાવીને તેમની જોડેથી મોટી રકમ લેતી હતી. તે પછી પોલીસે આ ગેંગમાં એક યુવતી અને 3 આરોપીને પકડી પાડ્યા હતા. રાજસ્થાનમાં પણ આજ રીતે નાના ગામડાથી આ લોકો ઓનલાઇન બ્લેકમેંલિંગનો વેપાર ચલાવતા હતા. જેનો પોલીસે પર્દાફાશ કર્યો છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર