Home /News /national-international /મિગ-21 ક્રેશમાં શહીદ પાઇલટ અભિનવ ચૌધરીએ એક રૂપિયાનું શુકન લઈને કર્યા હતા લગ્ન, દહેજ વિરુદ્ધ આપ્યો હતો સંદેશ

મિગ-21 ક્રેશમાં શહીદ પાઇલટ અભિનવ ચૌધરીએ એક રૂપિયાનું શુકન લઈને કર્યા હતા લગ્ન, દહેજ વિરુદ્ધ આપ્યો હતો સંદેશ

મિગ-21 ફાઇટર જેટ ક્રેશમાં મેરઠના અભિનવ ચૌધરી શહીદ થયા છે. (ફાઇલ તસવીર)

ખેડૂતપુત્ર શહીદ પાઇલટ અભિનવે લગ્નમાં માત્ર એક રૂપિયાનું શુકન લઈને દહેજપ્રથા સામે કડક સંદેશ આપ્યો હતો

ઉમેશ શ્રીવાસ્તવ, મેરઠ. પંજાબ (Punjab)ના મોગામાં ભારતીય વાયુ સેના (Indian Air Force)નું મિગ-21 ફાઇટર પ્લેન ક્રેશ (MiG-21 Crash) થઈ ગયું. આ દુર્ઘટનામાં મેરઠના ગંગાનગર નિવાસી ફાઇટર પાઇલટ અભિનવ ચૌધરી (Sqn Ldr Abhinav Choudhary)નું નિધન થયું છે. તેઓ મૂળે બાગપતના પુસાર ગામના રહેવાસી હતા. પરિવાર લાંબા સમયથી મેરઠ (Meerut)માં જ રહે છે. તેમના નિધનના સમાચાર આવતાં જ પરિવાર પર દુઃખના વાદળ ફાટ્યા છે. પરિવાર અને અભિનવને ઓળખનારા ઘટના પર વિશ્વાસ નથી મૂકી શકતા. 25 ડિસેમ્બર 2019ના રોજ અભિનવના લગ્ન ધામધૂમથી મેરઠમાં થયા હતા.

વાયુ સેનામાં ફાઇટર પાઇલટ અને ખેડૂતપુત્ર અભિનવે લગ્નમાં માત્ર એક રૂપિયો શુકન લઈને દહેજપ્રથા વિરુદ્ધ કડક સંદેશ આપવાનો પ્રયાસ કર્યો હતો. યુવા પાઇલટે દહેજ લેવાનો ઇન્કાર કરીને પોતાની જીવનની મહત્ત્વપૂર્ણ ઇનિંગ દોઢ વર્ષ પહેલા જ શરૂ કરી હતી. દહેજ લેવાનો ઇન્કાર કરીને અભિનવે સમાજને એક સકારાત્મક સંદેશ આપ્યો હતો. અભિનવ ચૌધરીના પરિવારે લગ્નમાં આપવામાં આવેલી રોકડ અને ગિફ્ટને સન્માનપૂર્વક પરત કરી દીધી હતી.

આ પણ વાંચો, 300થી વધુ કોરોના મૃતકોના કરાવ્યા અંતિમ સંસ્કાર, પોતે સંક્રમિત થતાં 3 કલાક સુધી ન મળ્યો બેડ, મોત

લગ્નની વિધિમાં લીધું હતું એક રૂપિયાનું શુકન

સતેન્દ્ર ચૌધરીના પુત્ર અભિનવ ચૌધરી વાયુ સેનમાં મિગ-21ના ફાઇટર પાઇલટ હતા. તેઓ પઠાણકોટ એરબેઝમાં તૈનાત હતા. અભિનવના લગ્ન સોનિકા ઉજ્જવલ સાથે થયા હતા. સોનિકા ઉજ્જવલે ફ્રાન્સમાં માસ્ટર ઓફ સાયન્સનો અભ્યાસ કર્યો હતો. અભિનવના પિતા સતેન્ર્ર ચૌધરીએ લગ્નમાં માત્ર એક રૂપિયો સ્વીકારવા કહ્યું હતું. સતેન્દ્રનું કહેવું હતું કે લગ્નમાં દહેજની કોઈ ભૂમિકા ન હોવી જોઈએ. બે પરિવારોને જોડવા માટે દહેજની લેવડ-દેવડ જરૂરી નથી. દહેજ પ્રથા પર રોક લગાવી દેવી જોઈએ.

આ પણ વાંચો, આ ગામના લોકો સતત 6 દિવસ સૂઈ રહેવાની બીમારીનો ભોગ બન્યા, કારણ શોધવા સંશોધકો ઊંધા માથે

" isDesktop="true" id="1098318" >


દહેરાદૂન આરઆઇએમસીથી કર્યો હતો અભ્યાસ

અભિનવ ચૌધરીએ આરઆઇએમસી દહેરાદૂનથી ધોરણ-12 સુધીનો અભ્યાસ કર્યો હતો. ત્યારબાદ તેમની પસંદગી એનડીએમાં થઈ હતી. પુણેમાં ત્રણ વર્ષ બાદ હૈદરાબાદના એએફએમાં વાયુ સેનાની ટ્રેનિંગ પૂરી કરી હતી. અભિનવની માતા સત્ય ચૌધરી ગૃહિણી છે, જ્યારે એક નાની બહેન મુદ્રિકા ચૌધરી છે.
First published:

Tags: Aircraft, IAF, Indian Air Force, Mig-21, Pilot, ક્રેશ, પંજાબ

विज्ञापन