વેપારીએ ઓફિસમાં આત્મહત્યા કરી, પત્નીએ પણ ગળું કાપી સુસાઇડનો પ્રયાસ કર્યો

એક હાઇ પ્રોફાઇલ પરિવારમાં આત્મહત્યાથી (Suicide)સનસની ફેલાઇ ગઇ

suicide news- પોલીસ આત્મહત્યાના કારણ વિશે તપાસ કરી રહી છે

 • Share this:
  મેરઠ : ઉત્તર પ્રદેશના (uttar pradesh)મેરઠમાં (Meerut) એક હાઇ પ્રોફાઇલ પરિવારમાં આત્મહત્યાથી (Suicide)સનસની ફેલાઇ ગઇ છે. ઇંટીરિયર ડેકોરેટર અને પ્લાયવુડ વેપારી અમિત બંસલે પોતાની ઓફિસમાં ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી. આ વાતથી આહત બનીને અમિત બંસલની પત્નીએ પણ ગળું કાપી નાખ્યું હતું. પત્નીને ગંભીર સ્થિતિમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. જ્યાં જીવન અને મોત વચ્ચે લડી રહી છે. તમને જણાવી દઈએ કે અમિત બંસલ એક હાઇ પ્રોફાઇલ ફેમિલીમાં આવતા હતા. તેમના જમાઇ એક આઈપીએસ અધિકારી છે.

  આ સનસની ઘટના મેરઠના શાસ્ત્રી નગર સેક્ટર-1ની છે. જ્યાં અમિત બંસલ હાઇ પ્રોફાઇલ કોલોનીમાં પોતાનો પ્લાયવુડ અને ઇંટીરિયર ડેકોરેટનો વેપાર ચલાવતા હતા. તેની પાસે જ અમિત બંસલ પોતાના પરિવાર સાથે રહેતા હતા. માનવામાં આવી રહ્યું છે કે કોઇ વાતને લઇને તેનો અને તેની પત્નીનો વિવાદ થયો હતો. જે પછી બપોરે અમિત બંસલ પોતાની ઓફિસ પહોંચ્યા હતા અને ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી.

  આ પણ વાંચો - પરીક્ષામાં ફર્સ્ટ આવ્યા પછી વિદ્યાર્થિનીએ કરી આત્મહત્યા, સુસાઇડ નોટમાં લખ્યું- આ દુનિયા ઘણી સ્વાર્થી છે

  અમિતની પત્ની પિંકી થોડા સમય પછી ઓફિસ પહોંચી હતી. જ્યાં પોતાના પતિને ગળે ફાંસો ખાધેલી હાલતમાં જોતા તેણે પણ આત્મહત્યાનો પ્રયત્ન કર્યો હતો. પિંકીએ પેપર કટરથી પોતાનું ગળ કાપ્યું હતું. થોડા સમય પછી વિસ્તારના લોકોને આ વાતની જાણ થઇ તો કોહરામ મચી ગયો હતો. પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. સાબિતી ભેગી કરવા માટે ફોરેન્સિક ટીમ પણ સ્થળ પણ પહોંચી હતી.

  આ પણ વાંચો - બનાસકાંઠા : સોશિયલ મીડિયામાં બાપુ લખવા મુદ્દે ધાક ધમકી આપતા યુવકની આત્મહત્યા, મોબાઇલ ચેક કરતા મળ્યા પુરાવા

  અત્યાર સુધી પોલીસની તપાસમાં સુસાઇડની જ સાબિતી મળી છે. હજુ સુધી પોલીસને આત્મહત્યાના કારણ વિશે જાણ થઇ નથી. માનવામાં આવી રહ્યું છે કે પતિ-પત્ની વચ્ચે કોઇ વિવાદ રહ્યો હશે. જેના કારણે અમિત બંસલે આત્મહત્યા કરી લીધી છે. એસપી વિનીત ભટનાગરે જણાવ્યું કે અમિતની પત્ની હજુ આઈસીયુમાં છે. તે કશું પણ બોલવાની સ્થિતિમાં નથી. પોલીસ હાલ તપાસમાં લાગેલી છે.
  Published by:Ashish Goyal
  First published: