Home /News /national-international /ભાઈથી બદલો લેવા માટે બહેને 10 વર્ષના ભત્રીજાનું કર્યું અપહરણ, આવી રીતે થયો ખુલાસો

ભાઈથી બદલો લેવા માટે બહેને 10 વર્ષના ભત્રીજાનું કર્યું અપહરણ, આવી રીતે થયો ખુલાસો

માસૂમ ભત્રીજાનું અપહરણ કરનારી આરોપી ફઈની થઈ ધરપકડ.

સગા ભત્રીજાની અપહરણ કરીને આરોપી ફઈ તેની હત્યા કરવા માંગતી હતી, પોલીસે 24 કલાકમાં આવી રીતે ઉકેલ્યો કેસ

નિખિલ અગ્રવાલ, મેરઠઃ ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)ના મેરઠ (Meerut) જિલ્લામાં એક બહેને પોતાના ભાઈ સાથે બદલો લેવા માટે તેના દીકરાનું અપહરણ (Kidnapping) કરી દીધું, પરંતુ સીસીટીવી ફુટેજથી બહેનની આ કરતૂતનો ભાંડો ફુટી ગયો. પોલીસે અપહરણ કરાયેલા 10 વર્ષીય બાળકને માત્ર 24 કલાકની અંદર મુક્ત કરાવી દીધો. સાથોસાથ બાળકનું અપહરણ કરનારા એક પુરુષ અને બે મહિલાઓની ધરપકડ કરી લીધી.

મૂળે, મેરઠમાં એક 10 વર્ષીય માસૂમ બાળકનું અપહરણ કરવામાં આવ્યું હતું. આ મામલામાં સીસીટીવી ફુટેજ પણ સામે આવ્યા, જેમાં બે મહિલાઓ બાળકને લઈને જતી જોવા મળી હતી. પોલીસે આ મામલાને જોતાં ચાર ટીમોની રચના કરી હતી એન હજારો સીસીટીવી ફુટેજ તપાસ્યા હતા. તેના આધાર પર પોલીસે કાર્યવાહી કરતાં બાળકને મુક્ત કરાવ્યું હતું. આ મામલામાં બે મહિલાઓ અને એક પુરુષની ધરપકડ કરવામાં આવી છે. સાથોસાથ એ બાળકને પણ જપ્ત કરવામાં આવી છે જેની મદદથી બાળકનું અપહરણ કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો, ચોકલેટની લાલચ આપીને માસૂમ સાથે દુષ્કર્મ, CCTV ફુટેજમાં બાળકી સાથે જોવા મળ્યો આરોપી

બાળકનું અપહરણ કરનારી મહિલા સગી ફઈ હોવાનો થયો ખુલાસો

મૂળે, બાળકનું અપહરણ બીજા કોઈએ નહીં પરંતુ તેની સગી ફઈએ કર્યું હતું. સગી ફઈએ નોઇડની રહેવાસી પોતાની બહેનપણી અને અન્ય પુરુષ સાથી રાહુલની સાથે મળી માસૂમનું અપહરણ કર્યું હતું. બાળકની ફઈ તેની હત્યા કરવા માંગતી હતી, પરંતુ પોલીસે સમયસર બાળકને મુક્ત કરાવીને ત્રણેય આરોપીઓની ધરપકડ કરી લીધી.

આ પણ વાંચો, ધોળેદિવસે વેપારીની આંખોમાં મરચું નાખી 3 લાખની લૂંટ, બદમાશો સ્કૂટી પણ લઈ ગયા

" isDesktop="true" id="1062815" >



પૂછપરછમાં આરોપી ફઈએ જણાવ્યું કે, તેના લગ્ન બાદથી તેણે પોતાના પતિને છોડી દીધો અને કોઈ અન્ય વ્યક્તિની સાથે રહેવા લાગી. તેના કારણે તેનો ભાઈ એટલે કે પીડિત બાળકના પિતાએ આરોપી ફઈના બાળકને પોતાના સાળાને સોંપી દીધું. ત્યારથી જ આરોપી ફઈ પોતાના ભાઈ એટલે કે માસૂમ બાળકના પિતાથી નારાજ રહેવા લાગી અને પોતાના ભાઈને પાઠ ભણાવવા માટે તેણે પોતાના જ ભત્રીજાનું અપહરણ કરી દીધું. આરોપી ફઈ પોતાના ભત્રીજાની હત્યા કરવા માંગતી હતી પરંતુ પોલીસે સમયસર કાર્યવાહી કરતાં આરોપી અને તેની બે સાથીઓને પકડી દીધા અને બાળકને હેમખેમ માતા-પિતાને સોંપી દીધું.
First published:

Tags: Crime news, Crime Report, Kidnap, Meerut, ઉત્તર પ્રદેશ, ગુનો, પોલીસ

विज्ञापन