Home /News /national-international /રાશન આપીને 400 લોકોને ધર્મ પરિવર્તન કરાવ્યું, દિવાળી પર પૂજા કરતા હોબાળો થયો, 9 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ
રાશન આપીને 400 લોકોને ધર્મ પરિવર્તન કરાવ્યું, દિવાળી પર પૂજા કરતા હોબાળો થયો, 9 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ
પ્રતિકાત્મક ફોટો
મેરઠના બ્રહ્મપુરી પોલીસ ચોકીમાંથી 400 લોકોના ધર્મ પરિવર્તનનો મામલો સામે આવ્યો છે. તેને ધ્યાનમાં લેતા એસએસપી મેરઠ રોહિત સાજવાને તાત્કાલિક ફરિયાદ નોંધીને આદેશ જાહેર કર્યા હતા.
મેરઠ: મેરઠના બ્રહ્મપુરી પોલીસ ચોકીમાંથી 400 લોકોના ધર્મ પરિવર્તનનો મામલો સામે આવ્યો છે. તેને ધ્યાનમાં લેતા એસએસપી મેરઠ રોહિત સાજવાને તાત્કાલિક ફરિયાદ નોંધીને આદેશ જાહેર કર્યા હતા. મોડી સાંજે શુક્રવારે ફરિયાદ નોંધાવામાં આવી. આ મામલો ત્યારે ખુલ્યો જ્યારે દિવાળી પર પૂજા કરી રહેલા અમુક લોકો સાથે મારપીટ કરવામાં આવી હતી. આ દરમિયાન હુમલાખોરોએ હિન્દુ દેવી દેવકાઓની પૂજા કરવાની ના પાડી હતી, હાલમાં 9 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધી લેવામાં આવી છે.
હકીકતમાં જોઈએ તો, મેરઠના બ્રહ્મપુરી પોલીસ ચોકીના માધવપુરમમાં એક ગરીબ વસ્તી છે, જ્યાં લગભગ 400 લોકો રહે છે. એ લોકોને લોકડાઉનના સમયે ઈસાઈ સમુદાયે રાશન પુરુ પાડ્યું હતું. આરોપ છે કે, આ 400 લોકોને રાશનની લાલચ આપીને ઈસાઈ સમુદાયે ધર્મ પરિવર્તન કરાવ્યું. તો વળી 2 વર્ષ બાદ તેમાંથી અમુક લોકોએ દિવાળીના અવસર પર હિન્દુ દેવી દેવતાઓની પૂજા કરી તો, ત્યા પહોંચીને અમુક લોકોએ તેમની સાથે મારપીટ કરી અને હિન્દુ દેવી દેવતાની પૂજા કરવાની ના પાડી દીધી હતી.
9 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી
તો વળી જ્યારે આ મામલો હિન્દુ સમુદાય સુધી પહોંચ્યો તો, તેમણે પીડિતા સાથે એસએસપી રોહિત સિંહ સાજવાન પાસે વિનંતી કરી અને ભલામણ કરી ફરિયાદ નોંધાવી. શુક્રવાર મોડી સાંજે 9 લોકો વિરુદ્ધ નામજોગ ફરિયાદ નોંધાવી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર