સામાન્ય માણસને વધુ એક વખત મોંઘવારીનો માર સહન કરવો પડશે. આગામી તા.1 એપ્રિલથી સામાન્યથી લઈ ગંભીર બીમારીમાં લેવાતી દવાના ભાવમાં વધારો થશે. હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ (WPI)માં થયેલા ફેરફારને કારણે આવશ્યક દવાઓના ભાવમાં 12 ટકાનો વધારો થવાનો છે. જેના પરિણામે એન્ટી ઇન્ફેક્શન, પેઇનકિલર્સ અને કાર્ડિયાક દવા જેવી જીવનરક્ષક દવાઓના ભાવ પણ વધવાના છે.
લગભગ 800 દવાઓની કિંમત પર થશે અસર
ઇકોનોમિક ટાઇમ્સના અહેવાલ મુજબ, ભાવ વધારાની અસર નેશનલ લિસ્ટ ઓફ એસેન્શિયલ મેડિસિન્સની લગભગ 800 દવાઓના રિટેલ ભાવ પર પડશે. દવાઓના ભાવમાં વધારો લોકોના બજેટને અસર કરશે. કારણે કે, કોવિડ મેનેજમેન્ટ માટે જરૂરી દવાઓથી માંડીને ORS અને disinfectant દવાઓ સહિતની લગભગ તમામ આવશ્યક દવાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.
કઈ કઈ દવાઓ મોંઘી થશે?
હેલોથેન
આઇસોફ્લુરાને
કેટામાઇન
નાઇટ્રસ ઓક્સાઇડ
ડિક્લોફેનાક
Ibuprofen
મેફેનામિક એસિડ
પેરાસીટોમોલ
મોર્ફિન
એમોક્સિસિલિન
એમ્પીસીલીન
બેન્ઝિલપેનિસિલ્લિન
સેફાડ્રોક્સિલ
સેફાઝોલિન
સેફ્ટ્રિઆક્સોમ
કોવિડ મેનેજમેન્ટ મેડિસિન્સ
ટીબીની દવાઃ એમિકાસિન, બેડાક્વિલિન, ક્લેરથ્રોમાયસિન વગેરે
અહીં ઉલ્લેખનિય છે કે, કેન્દ્ર સરકારે તાજેતરમાં ડ્રગ્સ કન્ટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા (ડીસીજીઆઈ)ના માધ્યમથી દવા ઉત્પાદકો સામે કડક કાર્યવાહી કરી હતી. સરકારે 20 રાજ્યોની 76 કંપનીઓની તપાસ કર્યા બાદ નકલી દવાઓના ઉત્પાદન બદલ 18 ફાર્માસ્યુટિકલ કંપનીઓના લાઇસન્સ રદ કર્યા હતા. આ ઉપરાંત અન્ય 26 કંપનીઓને કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી હતી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર