CBI ઓફિસમાં જ પી. ચિદમ્બરમનો મેડિકલ ટેસ્ટ થયો, હોસ્પિટલ જવાનો ઇન્કાર

News18 Gujarati
Updated: August 22, 2019, 9:41 AM IST
CBI ઓફિસમાં જ પી. ચિદમ્બરમનો મેડિકલ ટેસ્ટ થયો, હોસ્પિટલ જવાનો ઇન્કાર
સીબીઆઈ હેડક્વાર્ટર ખાતે ડોક્ટરની ટીમ.

મોડી રાત સુધી સીબીઆઈના અધિકારીઓએ પી. ચિદમ્બરમની પૂછપરછ કરી હતી, આજે સીબીઆઈની સ્પેશિયલ કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

  • Share this:
ગુરુવારે મોડી રાત્રે પૂર્વ કેન્દ્રીય મંત્રી પી. ચિદમ્બરમની (P.Chidambaram) સીબીઆઈએ (CBI) આઈએનએક્સ મીડિયા કેસમાં (INX Media Case) ધરપકડ કરી હતી. જે બાદમાં સીબીઆઈની ટીમ તેમને હેડક્વાર્ટર લઈને આવી હતી. અહીં જ ચિદમ્બરમનું મેડિકલ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. આશરે રાત્રે 12.15 વાગ્યે ડોક્ટરોની એક ટીમ સીબીઆઈ હેડક્વાર્ટર પહોંચી હતી અને ચિદમ્બરમના સ્વાસ્થ્યની તપાસ કરી હતી. જોકે, તેમના સ્વાસ્થ્ય વિશે સીબીઆઈ તરફથી કોઈ માહિતી આપવામાં આવી નથી.

ડોક્ટરોની ટીમને સુરક્ષા સાથે સીબીઆઈની ઓફિસમાં લાવવામાં આવી હતી. તપાસ બાદ સીબીઆઈની ગાડીઓમાં જ ડોક્ટરોની ટીમને રવાના કરવામાં આવી હતી. ચિદમ્બરમને પહેલા રામ મનોહર લોહિયા હોસ્પિટલ લઈ જવામાં આવી રહ્યા હતા પરંતુ તેમણે ત્યાં જવાનો ઇન્કાર કરી દીધો હતો. જે બાદમાં સીબીઆઈની ટીમે ડોક્ટરોની ટીમને ઓફિસ ખાતે બોલાવી હતી.

આ પણ વાંચો : જે CBI ઓફિસનું કર્યું હતું ઉદ્ઘાટન, ત્યાં જ ચિદમ્બરમને ધરપકડ કરીને લવાયા

મોડી રાત સુધી પૂછપરછ ચાલી

સૂત્રોના જણાવ્યા પ્રમાણે સીબીઆઈ હેડક્વાર્ટર ખાતે ચિદમ્બરમની મોડી રાત સુધી પૂછપરછ કરવામાં આવી હતી. આ દરમિયાન સીબીઆઈના અધિકારીઓએ મામલા સાથે જોડાયેલા અનેક પ્રશ્નો ચિદમ્બરમને પૂછ્યા હતા. ગુરુવારે ચિદમ્બરમને ખાસ સીબીઆઈ કોર્ટમાં રજૂ કરવામાં આવશે. સમાચાર પ્રમાણે ચિદમ્બરમને સીબીઆઈના સ્પેશિયલ જજ અજય કુમારની કોર્ટમાં રજૂ કરવામાં આવશે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે સીબીઆઈ કોર્ટ પાસેથી સાત દિવસના રિમાન્ડની માંગણી કરી શકે છે.

આ પણ વાંચો : દિલ્હીમાં ચિદમ્બરમે કોંગ્રેસ મુખ્યાલયમાં પ્રેસ કોન્ફરન્સ કરી, કહ્યું - હું આરોપી નથીપિતાની ધરપકડ બાદ પુત્રનું નિવેદન

પી. ચિદમ્બરમની ધરપકડ બાદ તેમના પુત્ર કાર્તિ ચિદમ્બરમને કહ્યુ કે આ કેસના અનેક વર્ષો વીતી ગયા છતાં સીબીઆઈ પાસે ચાર્જશીટમાં તેમના પિતાનું નામ નથી. કાર્તિએ કહ્યુ કે દેશના અનેક મુદ્દાઓ પરથી ધ્યાન ભટકાવવા માટે સરકાર આવું કરી રહી છે.
First published: August 22, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading