કોવિડ 19ના સ્ક્રિનિંગ માટે ગયેલા મેડિકલ સ્ટાફ પર હુમલો, બે મહિલા ડૉક્ટર ઇજાગ્રસ્ત

News18 Gujarati
Updated: April 2, 2020, 1:44 PM IST
કોવિડ 19ના સ્ક્રિનિંગ માટે ગયેલા મેડિકલ સ્ટાફ પર હુમલો, બે મહિલા ડૉક્ટર ઇજાગ્રસ્ત
હુમલાની ઘટના કેમેરામાં કેદ.

બે મહિલા ડૉક્ટરને પોલીસે ટોળામાંથી મહામહેનતે બચાવી, ટોળાએ મેડિકલ સ્ટાફ ઉપર પથ્થરો વરસાવ્યા.

  • Share this:
ઇન્દોર : એક તરફ દેશમાં કોરોના વાયરસે (Coronavirus) ભરડો લીધો છે ત્યારે અનેક લોકો તંત્રને સાથ નથી આપી રહ્યા. બુધવારે અમદાવાદના ગોમતીપુર (Gomtipur Area Ahmedabad)વિસ્તારમાં પોલીસ જ્યારે રસ્તા પર બેઠેલા લોકોને હટાવવા પહોંચી ત્યારે પોલીસ પર હુમલો (Attack on Police) થયો હતો. બીજી તરફ મધ્ય પ્રદેશમાં ઇન્દોર (Indore City MP) શહેરમાં સ્વાસ્થ્ય અધિકારીએ અને તંત્રના લોકો પર હુમલો કરવાની ઘટના સામે આવી છે. આ હુમલામાં બે મહિલા ડૉક્ટર (Attack on Doctors)ને ઇજા પહોંચી છે. એટલું જ નહીં બંને મહિલા ડૉક્ટરોને પોલીસે મહામહેનતે બચાવી હતી.

સ્ક્રિનિંગ માટે સ્વાસ્થ્ય વિભાગનો સ્ટાફ પહોંચ્યો હતો

ઇન્દોરની પાસે જ આવેલા વિસ્તારમાં બુધવારે સ્વાસ્થ્ય કર્મીઓની ટીમ તેમજ મહાનગરપાલીકાના કર્મીઓ કોવિડ 19ના ખતરાને ધ્યાનમાં રાખીને આ વિસ્તારમાં લોકોનાં સ્ક્રિનિંગ માટે પહોંચ્યા હતા ત્યારે આ હુમલો થયો હતો. આ હુમલાના બે દિવસ પહેલા રાનીપુરા વિસ્તારમાં સ્થાનિકો અને અધિકારીઓ વચ્ચે બોલાચાલી થઈ હતી. અધિકારીઓ જ્યારે સ્ક્રિનિંગ પ્રક્રિયા કરી રહ્યા હતા ત્યારે સ્થાનિકોએ તેમની સાથે ઝઘડો કરીને તેમને ગાળો ભાંડી હતી.

આ પણ વાંચો : 'કોરોના અમારું કંઈ ન બગાડી લે...' એવું કહેનારા લોકો ચેતી જાય, ચોંકાવનારા છે અમદાવાદના આ આંકડા!

આ અંગે જે વીડિયો સામે આવ્યો છે તેમાં જોઈ શકાય છે કે બે સ્વાસ્થ્ય કર્મી કે જેમણે બ્લૂ રંગનું PPE (personal protective equipment) સ્યૂટ પહેરી રાખ્યું છે તે સ્થાનિક લોકોના નાના ટોળામાંથી ભાગતા નજરે પડે છે. આ દરમિયાન જોઈ શકાય છે કે સ્થાનિકો તેમના પર પથ્થમારો કરી રહ્યા છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે નાના જૂથમાંથી ધીમે ધીમે 100 લોકોનું ટોળું એકઠું થાય છે. આ લોકો સ્વાસ્થ્ય કર્મીઓ તરફ લાકડીઓ અને પથ્થરો ફેંકી રહ્યા છે. તેમને અપશબ્દો પણ બોલી રહ્યા છે. ટોળું આ લોકોનું પીછો પણ કરી રહ્યું છે.

નોંધનીય છે કે મધ્ય પ્રદેશ રાજ્યમાં કોરોના વાયરસના 93 પોઝિટિવ કેસ છે. જેમાંથી 76 ટકા કેસ ઇન્દોરમાં નોંધાયેલા છે. કોરોના વાયરસને કારણે મધ્ય પ્રદેશમાં અત્યાર સુધી સાત લોકોનાં મોત થઈ ચુક્યા છે.

આ પણ વાંચો : રાજ્યનો કોરોના વાયરસનો પ્રથમ દર્દી સ્વસ્થ થઈને ઘરે પહોંચ્યો, માતાને ભેટીને રડી પડ્યો

સ્વાસ્થ્ય વિભાગના કર્મચારીઓ પર છેલ્લા થોડા દિવસોથી હુમલાઓ વધી રહ્યા છે. થોડા દિવસ પહેલા હૈદરાબાદની ગાંધી હૉસ્પિટલ ખાતે ડૉક્ટરોએ આક્ષેપ લગાવ્યો હતો કે કોવિડ 19ને કારણે દર્દીના મોત બાદ તેમના પર હુમલો કવરામાં આવ્યો હતો. જે બાદમાં હૈદરાબાદના ડૉક્ટરોએ સુરક્ષા માટે મુખ્યમંત્રી ક ચંદ્રશેખર રાવ અને પોલીસને પત્ર પણ લખ્યો હતો.

ન્યૂઝ એજન્સી એએફપીના જણાવ્યા પ્રમાણે ગુજરાતના સુરત શહેરમાં પણ ડૉક્ટરો અને મેડિકલ સ્ટાફ પર હુમલાનો બનાવ બન્યો હતો.
First published: April 2, 2020, 1:44 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading