અયોધ્યા મામલો : બીજી ઓગસ્ટથી સુપ્રીમ કોર્ટમાં દરરોજ સુનાવણી થશે

11 જુલાઈના રોજ સુપ્રીમ કોર્ટે અયોધ્યા મામલામાં મધ્યસ્થતાની પ્રક્રિયાને સમાપ્ત કરવાની અરજી ફગાવી દીધી હતી.

News18 Gujarati
Updated: July 18, 2019, 2:16 PM IST
અયોધ્યા મામલો : બીજી ઓગસ્ટથી સુપ્રીમ કોર્ટમાં દરરોજ સુનાવણી થશે
ન્યૂઝ18 ક્રિએટિવ
News18 Gujarati
Updated: July 18, 2019, 2:16 PM IST
નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટે ગુરુવારે રામ જન્મભૂમિ, બાબરી મસ્જિદ ભૂમિ વિવાદમાં નિર્ણય સંભળાવતા કહ્યુ છે કે આ કેસમાં મધ્યસ્થતા 31મી જુલાઈ સુધી ચાલુ રહેશે. કોર્ટે ત્રણ સભ્યોની મધ્યસ્થતા સમિતિને આદેશ કર્યો છે કે આ કેસમાં સમિતિ પ્રથમ ઓગસ્ટ સુધી પોતાના તારણો કોર્ટમાં રજૂ કરે. આ કેસમાં સુપ્રીમ કોર્ટમાં બીજી ઓગસ્ટથી સુનાવણી શરૂ થશે. સમિતિએ પોતાનો સ્ટેટસ રિપોર્ટ આજે કોર્ટને સોંપી દીધો છે. કોર્ટે અંતિમ રિપોર્ટ સોંપવા માટે 31મી જુલાઈનો સમય આપ્યો છે.

ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા રંજન ગોગાઈની અધ્યક્ષતા વાળી પાંચ જજોની બંધારણીય બેંચે 11 જુલાઈના રોજ આના પર રિપોર્ટ માંગ્યો હતો. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે જો કોર્ટે મધ્યસ્થતા સમાપ્ત કરવાનો નિર્ણય લે છે તો 25 જુલાઈથી આ કેસમાં દરરોજ સુનાવણી થશે.

11 જુલાઈના રોજ સુપ્રીમ કોર્ટે અયોધ્યા મામલામાં મધ્યસ્થતાની પ્રક્રિયાને સમાપ્ત કરવાની અરજી ફગાવી દીધી હતી. સુનાવણી દરમિયાન અરજી કરનાર ગોપાલસિંહ વિશારદે કોર્ટેને કહ્યુ કે આ કેસમાં મધ્યસ્થતા કામ નહીં આવે, એવામાં સુપ્રીમ કોર્ટે જ કોઈ નિર્ણય આપવો જોઈએ. આ અંગે કોર્ટે કહ્યુ કે અમે મધ્યસ્થતા અંગે સમય આપ્યો છે, તેનો રિપોર્ટ આવવામાં હજી સમય બાકી છે.

મધ્યસ્થતા માટે ત્રણ સભ્યોની ટીમ

ગત માર્ચ મહિનામાં સુપ્રીમ કોર્ટે અયોધ્યા કેસમાં મોટો નિર્ણય સંભળાવતા મધ્યસ્થતાનો આદેશ કર્યો હતો. મધ્યસ્થતા માટે ત્રણ લોકોને સામેલ કરાયા હતા. મધ્યસ્થતા સમિતિમાં સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ એફએમઆઈ કલીફલ્લા, આધ્યાત્મિક ગુરુ તેમજ આર્ટ ઓફ લિવિંગના સંસ્થાપક શ્રી શ્રી રવિશંકર અને સુપ્રીમ કોર્ટના વકીલ શ્રી રામ પંચૂ સામેલ છે.

આઠમી માર્ચના રોજ કોર્ટે કહ્યુ હતુ કે મધ્યસ્થતા પ્રક્રિયા એક અઠવાડિયામાં શરૂ થવી જોઈએ અને સમિતિએ ચાર અઠવાડિયાની અંદર તેમનો પ્રથમ રિપોર્ટ રજૂ કરવાનો રહેશે. કોર્ટે સમિતિને આ પ્રક્રિયાનું વીડિયો રેકોર્ડિંગ કરીને આઠ અઠવાડિયામાં સંપૂર્ણ અહેવાલ રજૂ કરવાનો આદેશ કર્યો હતો.
શરૂઆતમાં નિર્મોહી અખાડા અને ઉત્તર પ્રદેશ સરકારને બાદ કરતા હિન્દુ સંસ્થાઓએ કોર્ટના આ સૂચનનો વિરોધ કર્યો હતો. જ્યારે મુસ્લિમ સંસ્થાઓએ આ પ્રસ્તાવનું સમર્થન કર્યું હતું. હિન્દુ સંસ્થાઓનું કહેવું હતું કે સમધાન માટે પહેલા પણ પ્રયાસો કરવામાં આવ્યા હતા, જે નિષ્ફળ રહ્યા છે.

સુપ્રીમ કોર્ટે નિર્દેશ આપ્યો હતો કે આ આખી કાર્યવાહી ખૂબ જ ગુપ્ત રાખવામાં આવે. તેમજ સમતિના કોઈ પણ સભ્ય પોતાના વિચારોને કોઈ પણ વ્યક્તિ કે માધ્યમ સમક્ષ રજૂ નહીં કરી શકે. સુપ્રીમ કોર્ટે આ માટે અયોધ્યાથી સાત કિલોમીટર દૂર ઉત્તર પ્રદેશના ફૈઝાબાદમાં મધ્યસ્થતા માટે જગ્યા નક્કી કરી હતી. સાથે જ સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારને આ માટે તમામ વ્યવસ્થા કરવાનો પણ આદેશ કર્યો હતો.
First published: July 18, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...