મક્કા મસ્જિદ બ્લાસ્ટ કેસ: જાણો ક્યારે, શું થયું હતું?

News18 Gujarati
Updated: April 16, 2018, 3:12 PM IST
મક્કા મસ્જિદ બ્લાસ્ટ કેસ: જાણો ક્યારે, શું થયું હતું?
News18 Gujarati
Updated: April 16, 2018, 3:12 PM IST
હેદરાબાદની મક્કા મસ્જિદમાં 18 મે 2007માં ભીષણ બોમ્બ બ્લાસ્ટ થયો હતો. જે મામલે અદાલતે સ્વામી અસીમાનંદ સહિત તમામ આરોપીઓને છોડી દીધા હતા. 11 વર્ષ પહેલા શુક્રવારે નમાઝ દરમિયાન આ બોમ્બ બ્લાસ્ટમાં 9 લોકોના મોત થયા હતા. જ્યારે 58 લોકો ઘાયલ થયા હતા. જે મામલાની તપાસ પહેલા સીબીઆઈ દ્વારા કરવામાં આવી હતી. જે બાદ એનઆઈએને સોંપી દેવામાં આવી હતી.

જાણો ક્યારે શું થયુ હતું:

 • 18 મે 2007ના રોજ બોમ્બ બ્લાસ્ટ થયો હતો. જેમાં 9 લોકોના મોત થયા હતા. જ્યારે 58 લોકો ઘાયલ થયા હતા.


 • આ બ્લાસ્ટ શક્તિશાળી પાઈપ બોમ્બ દ્વારા કરવામા આવ્યો હતો.
  પહેલા પોલીસે તપાસ કરી બાદમાં સીબીઆઈને સોંપી દેવામાં આવી હતી.

 • સીબીઆઈએ સમગ્ર મામલે પહેલા આરોપપત્ર દાખલ કર્યુ, જો કે વર્ષ 2011માં સીબીઆઈએ આ મામલાની તપાસ એનઆઈએને સોપી દીધી.

 • Loading...

 • આ મામલે સીબીઆઈએ દક્ષિણ પંથી સંગઠનના અભિનવ ભારત સાથે જુડાયેલા 10 લોકોને આ મામલે આરોપી બનાવવામાં આવ્યા હતા.

 • CBI મુખ્ય આરોપી RSS એક્ટિવિસ્ટ સુનીલ જોશીને બનાવ્યા હતા. પરંતુ 29 ડિસેમ્બર 2007ના રોજ 3 અજાણ્યા લોકોએ તેની ગોળી મારી હત્યા કરી હતી.

 • 19 નવેમ્બર 2010-  અભિનય ભારત સંગઠનના સભ્ય સ્વામી અસીમાનંદની સીબીઆઈએ ધરપકડ કરી. આ દરિયાન તપાસ એજન્સીએ દેવેન્દ્ર ગુપ્તા અને લોકેશ શર્માની ધરપકડ કરી. દેવેન્દ્ર ગુપ્તાએ જ અસીમાનંદ અને સુનીલ જોશીને બ્લાસ્ટનો માસ્ટરમાઈન્ડ બતાવ્યો હતો.

 • 18 ડિસેમ્બર,2010- અસીમાનંદે કોર્ટમાં કબુલ કર્યું કે તે બ્લાસ્ટમાં સામેલ હતા. જો કે તે બાદ તેઓ આ નિવેદન પરથી પલટી ગયા હતાં.

 • બ્લાસ્ટ મામલે અન્ય 2 આરોપીઓ સંદીપ વી ડાંગે અને રામચંદ્ર કલસંગરા હજુ પણ ફરાર છે.

 • ટ્રાયલ દરમિયાન 411 દસ્તાવેજોને રજૂ કરવામાં આવ્યા હતા. અને 226 સાક્ષીઓ સાથે પૂછપરછ કરવામાં આવી હતી. અને NIAની સામે સીબીઆઈના 54 સાક્ષી પોતાના નિવેદન પરથી ફરી ગયા હતા.

 • 23 માર્ચ 2017- હૈદરાબાદ કોર્ટે અસીમાનંદને શરતી જામીન આપ્યા હતા. અને તેઓ હૈદરાબાદ અને સિકંદરાબાદ નહિં છોડી શકે તે આદેશ સાથે. તે સાત વર્ષ સુધી જેલમાં રહ્યો.

 • 31 માર્ચ 2017- અસીમાનંદ જેલમાંથી છુટ્ટી ગયો

 • 13 માર્ચ 2018- અસીમાનંદના ડિસ્ક્લોઝર રિપોર્ટ ગાયબ થઈ ગયા. જે બાદ તે મળી ગયા હોય તેવી વાત સામે આવી.


કોણ છે અસીમાનંદ?
અસીમાનંદનો જન્મ પશ્ચિમ બંગાળના હુગલી જિલ્લામાં થયો હતો. તેમના પિતા દેશના સ્વતંત્રતા સેનાની રહી ચૂક્યા છે. અસીમાનંદ વર્ષ 1997માં જ RSSના ફુલ ટાઈમ પ્રચારક બની ગયા હતા. 2007માં રાજસ્થાનના અજમેર શરીફમાં થયેલા બ્લાસ્ટ કેસમાં એટીએસે દેવેન્દ્ર ગુપ્તા નામના આરોપીની ધરપકડ કરી હતી. તો તેને અસીમાનંદર અને સુનીલ જોશી પર આરોપ લગાવ્યો હતો કે અજમેર શરીફ અને હેદરાબાદમાં મક્કા મસ્જિદમાં બ્લાસ્ટ કરવા માટે તેના પર આ લોકોએ દબાવ કર્યો હતો. જો કે જયપુર હાઈકોર્ટે અજમેર શરીફ બ્લાસ્ટમાં અસીમાનંદને છોડી દીધો હતો. અસીમાનંદ પર સમજોતા એક્સપ્રેસ, મક્કા મસ્જિદ અને માલેગાંવ બ્લાસ્ટમાં પણ સામેલ હોવાનો આરોપ છે.
First published: April 16, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर