Home /News /national-international /PM મોદીએ ટ્રમ્પને કાશ્મીર મુદ્દે મધ્યસ્થતા માટે ક્યારેય કહ્યું નથી : વિદેશ મંત્રાલય

PM મોદીએ ટ્રમ્પને કાશ્મીર મુદ્દે મધ્યસ્થતા માટે ક્યારેય કહ્યું નથી : વિદેશ મંત્રાલય

ટ્રમ્પે દાવો કર્યો હતો કે ભારતીય વડાપ્રધાને તમને કાશ્મીર મુદ્દે મધ્યસ્થતા કરવા કહ્યું હતું

ટ્રમ્પે દાવો કર્યો હતો કે ભારતીય વડાપ્રધાને તમને કાશ્મીર મુદ્દે મધ્યસ્થતા કરવા કહ્યું હતું

વિદેશ મંત્રાલયે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના જમ્મૂ અને કાશ્મીર સાથે જોડાયેલા એ નિવેદન પર સ્પષ્ટતા કરી છે જેમાં તેઓએ કહ્યું હતું કે તેઓ આ મામલામાં મધ્યસ્થતા માટે તૈયાર છે.

વિદેશ મંત્રાલયે કહ્યું છે કે ત્રીજા પક્ષની મધ્યસ્થતા સ્વીકાર્ય નથી. મંત્રાલયે કહ્યું છે કે પીએમ મોદીએ મધ્યસ્થતાની કોઈ વાત નથી કહી. એટલું જ નહીં ભારતે સ્પષ્ટ કહ્યું છે કે પાકિસ્તાન સાથે માત્ર દ્વિપક્ષીય વાતચીત થશે.

વિદેશ મંત્રાલયે કહ્યું છે કે તેઓ પોતાના વલણ પર કાયમ છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે ટ્વિટ કરીને કહ્યું કે, અમે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની એ ટિપ્પણીને જોઈ કે તેઓ કાશ્મીર મુદ્દે ભારત અને પાકિસ્તાન દ્વારા અનુરોધ કરાતાં મધ્યસ્થતા માટે તૈયાર છે.

રવીશ કુમારે લખ્યું-

કુમારે લખ્યું છે કે - પીએમ નરેન્દ્ર મોદી દ્વારા અમેરિકાના રાષ્ટ્રપતિને એવો કોઈ અનુરોધ નથી કરવામાં આવ્યો. આ ભારતની સુસંગત સ્થિતિ રહી છે પાકિસ્તાનની સાથે તમામ મુદ્દાઓ પર માત્ર દ્વિપક્ષીપ રીતે ચર્ચા કરવામાં આવે છે.


કુમારે લખ્યું કે- પાકિસ્તાનની સાથે વાતચીત માટે સીમા પાર આતંકવાદને ખમત કરવાની આવશ્યક્તા રહેશે. શિમલા કરાર અને લાહોર ઘોષણા ભારત અને પાકિસ્તાનની વચ્ચે દ્વિપક્ષીય રીતે તમામ મુદ્દાઓને ઉકેલ લાવવાનો આધાર પ્રદાન કરે છે.

આ પણ વાંચો, ઇમરાને ઉઠાવ્યો કાશ્મીરનો મુદ્દો, ટ્રમ્પે કહ્યું - અમે કરીશું મધ્યસ્થતા

શું છે સમગ્ર મામલો?

નોંધનીય છે કે, ખોટા નિવેદન આપવાના કારણે ન્યૂઝમાં રહેનારા ટ્રમ્પે દાવો કર્યો કે વડાપ્રધાન મોદીએ તેમને કાશ્મીર મુદ્દે મધ્યસ્થતા કરવા માટે કહ્યું. ટ્રમ્પે એક સવાલના જવાબમાં કહ્યું કે, જો હું મદદ કરી શકું છું. તો હું મધ્યસ્થ બનવાનું પસંદ કરીશ. જો હું મદદ માટે કંઈ પણ કરી શકું તો મને જણાવો.

ટ્રમ્પે કહ્યું કે તેઓ મદદ માટે તૈયાર છે, જો બંને દેશ તેના માટે કહે. પાકિસ્તાની આતંકવાદીઓ દ્વારા જાન્યુઆરી 2016માં પઠાણકોટમાં વાયુ સેનાના ઠેકાણા પર હુમલા બાદથી પાકિસ્તાન સાથે વાતચીત બંધ છે.

ટ્રમ્પે કર્યો આ દાવો

ટ્રમ્પે દાવો કર્યો કે મોદી અને તેઓએ ગત મહિને જી-20 શિખર સંમેલનના અવસરે જાપાનના ઓસાકામાં કાશ્મીર મુદ્દે ચર્ચા કરી, જ્યાં ભારતીય વડાપ્રધાને કાશ્મીર પર ત્રીજા પક્ષની મધ્યસ્થતાની રજૂઆત કરી.

ટ્રમ્પે કહ્યું કે, હું બે સપ્તાહ પહેલા વડાપ્રધાન મોદી સાથે હતો અને અમે આ વિષય (કાશ્મીર) વિશે વાત કરી. અને તેઓએ વાસ્તવમાં કહ્યું કે, શું તમે મધ્યસ્થ બનવા માંગશો? મેં કહ્યું ક્યાં? (મોદીએ કહ્યું) કાશ્મીર.

આ પણ વાંચો, ચંદ્રયાન-2ના સફળ લોન્ચિંગથી ભારત બની જશે સૌથી મજબુત, થશે આવા ફાયદા
First published:

Tags: Donald trump, Imran Khan, Jammu and kashmir, Kashmir issue, નરેન્દ્ર મોદી, પાકિસ્તાન