Video : સુષમાને શ્રદ્ધાંજલિ આપવા પહોંચેલા MDHનાં માલિક ધ્રુસકે ધ્રુસકે રડ્યા

News18 Gujarati
Updated: August 7, 2019, 3:55 PM IST
Video : સુષમાને શ્રદ્ધાંજલિ આપવા પહોંચેલા MDHનાં માલિક ધ્રુસકે ધ્રુસકે રડ્યા
ધર્મપાલ ગુલાટી

મંગળવારે રાત્રે 11 વાગ્યાની આસપાસ એઇમ્સ હોસ્પિટલ ખાતે સુષમા સ્વરાજનું નિધન થયું હતું. કાર્ડિયાક અરેસ્ટ બાદ તેમને ગંભીર હાલતમાં AIIMSમાં ખસેડવામાં આવ્યા હતા.

  • Share this:
પૂર્વ વિદેશ મંત્રી અને ભારતીય જનતા પાર્ટીના નેતા સુષમા સ્વરાજનું હૃદયરોગના હુમલાને કારણે નિધન થયું છે. તેમના નિધનથી આખો દેશ શોકમાં છે. બુધવારે સવારે તેમના નિવાસસ્થાને તેમના પાર્થિવદેહને દર્શન માટે રાખવામાં આવ્યો હતો. જે બાદમાં બીજીપીના કાર્યાલય ખાતે તેમના પાર્થિવદેહને લઈ જવામાં આવ્યો હતો. અહીં અંતિમ દર્શન બાદ તેમની અંતિમયાત્રા નીકળી હતી.

સુષમાને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે દેશભરમાંથી રાજકીય નેતાઓ અને જાણીતી હસ્તીઓ પહોંચી હતી. આ દરમિયાન એમડીએચ સ્પાઇસ કંપનીના માલિક ધર્મપાલ ગુલાટી પણ સુષમાને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે પહોંચ્યા હતા. શ્રદ્ધાંજલિ અર્પણ કરતી વખતે તેઓ ભાવુક થઈ ગયા હતા અને ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા હતા. આસપાસમાં ઉભેલા લોકોએ તેમના સંભાળી લીધા હતા.

મંગળવારે રાત્રે 11 વાગ્યાની આસપાસ એઇમ્સ હોસ્પિટલ ખાતે સુષમા સ્વરાજનું નિધન થયું હતું. કાર્ડિયાક અરેસ્ટ બાદ તેમને ગંભીર હાલતમાં AIIMSમાં ખસેડવામાં આવ્યા હતા.

પીએમ મોદી ભાવુક થયા

સુષમા સ્વરાજને શ્રદ્ધાંજલિ આપવા માટે પીએમ મોદી સવારે તેમના ઘરે પહોંચ્યા હતા. આ દરમિયાન તેઓ ભાવુક થઈ ગયા હતા અને તેમની આંખમાં આંસુ છલકાયા હતા.

પુત્રી-પતિએ સલામી આપી વિદાય આપી

બીજેપી કાર્યાલય ખાતેથી અંતિમયાત્રા નીકળતા પહેલા દીકરી બાંસુરી સ્વરાજ અને પતિ સ્વરાજ કૌશલે ત્રિરંગામાં લપેટાયેલા સુષમા સ્વરાજને સલામી ભરી હતી અને તેમના અંતિમ વિદાય આપી હતી.
First published: August 7, 2019
વધુ વાંચો
अगली ख़बर