Home /News /national-international /

પત્રકાર જે ડે હત્યા કેસઃ છોટા રાજન દોષિત જાહેર, પત્રકાર જિજ્ઞા વોરા નિર્દોષ

પત્રકાર જે ડે હત્યા કેસઃ છોટા રાજન દોષિત જાહેર, પત્રકાર જિજ્ઞા વોરા નિર્દોષ

  મુંબઈના પત્રકાર જે ડે(જ્યોતિર્મય ડે) ની હત્યા કેસમાં મુંબઈની સ્પેશ્યલ મકોકા કોર્ટે પોતાનો ચુકાદો  સંભળાવી દીધો છે.  આ કેસમાં છોટા રાજન સહિત નવ લોકોને કોર્ટે દોષિત જાહેર કર્યા છે, જ્યારે આરોપી જિજ્ઞા વોરા અને જોસેફ પોલ્સનને નિર્દોષ છોડ્યા છે.  મકોકા કોર્ટના જજ સમીર અજકર આ મામલે પોતાનો નિર્ણય સંભળાવ્યો હતો.

  ફરિયાદી પક્ષના જણાવ્યા પ્રમાણે પત્રકાર જે ડેની હત્યા માફિયા ડોન છોટા રાજનના ઈશારે કરવામાં આવી હતી. આ કેસમાં તપાસ બાદ પોલીસે મકોકા કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી.

  મુંબઈમાં અંડરવર્લ્ડ ડોન છોટા રાજન સામે અનેક કેસ નોંધાયેલા છે. દિલ્હીના તિહાડ જેલમાં બંધ છોટા રાજનને તેની સામેના દરેક કેસની સુનાવણી વખતે વીડિયો કોન્ફરન્સિંગથી કોર્ટમાં રજૂ કરવામાં આવે છે. મુંબઈની સ્પેશ્યલ મકોકા કોર્ટમાં તમામ 11 આરોપીએ સુનાવણી વખતે હાજર રખાયા હતા. કોર્ટના નિર્ણયને પગલે ભારે સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી  હતી.

  જે ડે હત્યાનો ઘટનાક્રમ

  22 મે 2011: આરોપ છે કે છોટા રાજને પોતાના ભાડુતી માણસ સતીશ કાલ્યાને ફોન કરીને જે ડે પર હુમલો કરવાનું કહ્યું હતું. સતીશે સાત લોકોની ટીમ બનાવી હતી. ગાડી, 32 બોરની રિવોલ્વર અને 24 કારતૂસની વ્યવસ્થા કરી હતી. ગોળીઓની વ્યવસ્થા નૈનીતાલના દીપક સિસૌદિયાએ કરી હતી.

  6-9 જૂન 2011: 6 જૂનથી 9મી જૂની સુધી ગેંગે જે ડેના પવઈ સ્થિત ઘરની આસપાસ રેકી કરી હતી.

  11 જૂન 2011: ગેંગે બાઇક અને કારથી જે ડેનો પીછો કર્યો હતો. સતીશ કાલ્યાએ જે ડેની પીઠમાં પાંચ ગોળી ધરબી દીધી હતી.

  1 જુલાઇ- 16 નવેમ્બર 2011: અનેક ટીવી ચેનલ્સે દાવો કર્યો કે છોટા રાજને તેમને ફોન કરીને કહ્યું છે કે જે ડેની હત્યા તેણે કરાવી છે. રાજને એવું પણ કહ્યું હતું કે જે ડે લિમિટ ક્રોસ કરી ગયો હતો.

  11 ડિસેમ્બરઃ પોલીસે જિગ્ના વોરા સહિત અન્ય આરોપીઓ સામે હત્યા, કાવતરું, હથિયાર તેમજ વિસ્ફોટક રાખવાના ગુનામાં 3055 પાનાની ચાર્જસીટ ફાઇલ કરી હતી. ચાર્જશીટમાં બતાવવામાં આવ્યું હતું કે જિગ્ના વોરાએ જ છોટા રાજનને જે ડેના ઘરનું સરનામું અને ગાડીના રજિસ્ટ્રેશન નંબરની જાણકારી આપી હતી.

  જુલાઇ 2012: જિગ્ના વોરાને એ આધારે જામીન મળી ગયા કે તે સિંગલ મધર છે, તેમજ તે બાળકની દેખરેખ રાખવાની હોય છે.

  25 એપ્રિલ 2012: આ પ્લાન માટે પૈસા પૂરા પાડનાર તેમજ ષડયંત્ર ઘડનાર વિનોદ અસરાની ઉર્ફે વિનોદ ચેમ્બૂરનું મોત થઈ ગયું. આરોપ છે કે વિનોદે જ જે ડેની ઓળખાણ કરાવી હતી.

  જૂન 2015: સ્પેશ્યલ મકોકા કોર્ટે જિગ્ના વોરા સહિત 10 લોકો સામે આરોપ નક્કી કર્યા.

  ઓક્ટોબર 2015: છોટા રાજનને ઇન્ડોનેશિયાના બાલીથી ધરપકડ કરીને ભારત લાવવામાં આવ્યો.

  સપ્ટેમ્બર 2016: મકોકા કોર્ટે રાજન વિરુદ્ધ હત્યા અને અપરાધિક ષડયંત્રના આરોપ નક્કી કર્યા.

  23મી માર્ચ 2017: એક રિયલ એસ્ટેટ દલાલ અને રાજન વચ્ચે થયેલી વાતચીતમાં છોટા રાજનના અવાજને એક સાક્ષીએ ઓળખી બતાવ્યો હતો. આ ઓડિયો ક્લિપમાં રાજન જે ડે અને જિગ્ના વોરા વિશે વાતચીત કરતો સાંભળવા મળે છે.

  30 જાન્યુઆરી 2018: છોટા રાજને એ વાતથી ઇન્કાર કર્યો કે તેણે હત્યા બાદ કોઈ સાક્ષીને ફોન કર્યો હતો.

  2 એપ્રિલ 2018: બચાવ પક્ષે દલીલ કરી કે જેવી રીતે રાજનના વોઇસનું સેમ્પલ લેવામાં આવ્યું, તે યોગ્ય નથી. આ ટેપને પુરાવ તરીકે લેવી ન જોઈએ.

  4 એપ્રિલ 2018: કોર્ટે આ અંગે ચુકાદો અનામત રાખતા બીજી મેના રોજ ચુકાદો આપવાની જાહેરાત કરી.
  Published by:Vinod Zankhaliya
  First published:

  Tags: Abhijeet Shinde, Anil Waghmode, Arun Dake, Chhota Rajan, Deepak Sisodia, Journalist Jigna Vora, Journalist Jyotirmoy Dey, Mangesh Agawane, MCOCA, Nilesh Shendge, Paulson Joseph, Sachin Gaikwad, Satish Kaliya, The special Maharashtra Control of Organised Crime Act, Verdict

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन