Home /News /national-international /Delhi MCD: દિલ્હીમાં સ્ટેન્ડિંગ કમિટીની ચૂંટણી દરમિયાન છૂટ્ટા હાથની મારામારી, પાણીની બોટલો અને કાગળના ડૂચા ઉડ્યા

Delhi MCD: દિલ્હીમાં સ્ટેન્ડિંગ કમિટીની ચૂંટણી દરમિયાન છૂટ્ટા હાથની મારામારી, પાણીની બોટલો અને કાગળના ડૂચા ઉડ્યા

દિલ્હીમાં કોર્પેોરેટર્સનું ગૃહને લજવે તેવું વર્તન

Delhi MCD, Standing Committee Election: દિલ્હીમાં મેયર અને ડેપ્યુટી મેયરની પસંદગી થઈ ગયા બાદ સ્ટેન્ડિંગ કમિટીની રચના દરમિયાન ગૃહમાં ભારે હોબાળો થયો હતો. બુધવારે રાત્રે આપ અને ભાજપના કોર્પોરેટર્સ આમને સામને આવી ગયા હતા. આ દરમિયાન મહિલા કોર્પોરેટર્સ પણ બાખડી પડ્યા હતા. વિરોધ અને સૂત્રચ્ચારની વચ્ચે બોટલો અને કાગળના ડૂચાં પણ ગૃહમાં ફેંકાફેંક કરાયા.

વધુ જુઓ ...
નવી દિલ્હીઃ દિલ્હી કોર્પોરેશનમાં મેયર, ડેપ્યુટી મેયરની પસંદગી શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થયા બાદ સ્ટેન્ડિંગ કમિટીના સભ્યોની પસંદગી દરમિયાન હોબાળો થયો હતો. બુધવારે મોડી રાત્રે ગૃહની કાર્યવાહી પાંચ વખત સ્થગિત કરવી પડી હતી. જેવી કાર્યવાહી શરુ કરાય કે કોર્પોરેટર્સ હોબાળો શરુ કરી દે છે. બુધવારે ગૃહની મર્યાદાઓને ઓળંગીને કોર્પોરેટર્સ એક બીજા પર બોટલો ફેંકવા લાગ્યા હતા. આજે સવાર સુધી કાગળના ડૂચાં કોર્પોરેટર્સ એક બીજા પર ફેંકી રહ્યા હતા.

મહિલા કોર્પોરેટર્સ પણ એક બીજા સાથે બાખડી પડ્યા હતા. સ્ટેન્ડિંગ કમિટીની ચૂંટણી દરમિયાન ગૃહમાં આપ અને ભાજપના કોર્પોરેટર્સ એકબીજા સાથે છૂટ્ટાહાથની મારામારી કરવા માટે ઉતરી પડ્યા હતા. એક બીજા પણ પાણીની બોટલોનો મારો પણ ચલાવ્યો હતો. નવનિર્મિત મેયર શૈલી ઓબેરોય દ્વારા આરોપ લગાવવામાં આવ્યો કે ભાજપના કોર્પોરેટર્સે દ્વારા તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો. આપના વરિષ્ઠ નેતા સૌરભ ભારદ્વાજે કહ્યું કે ચૂંટણી વગર સત્ર પૂર્ણ થશે નહીં. ભલે ગૃહ સતત કેટલા દિવસો સુધી ચાલતું રહે. સ્ટેન્ડિંગ કમિટી પણ આમ આદમી પાર્ટીની જ બનશે.

જણાવી દઈએ કે સુપ્રીમ કોર્ટ દ્વારા ચૂંટણી પહેલી જ બેઠકમાં કરાવવાનો આદેશ કર્યો છે. જ્યારે બુધવાર-ગુરુવારની મધ્યરાત્રીએ આપના કોર્પોરેટર્સ ગૃહમાંથી બહાર નીકળી ગયા હતા. જ્યારે ભાજપના કોર્પોરેટર્સ બેસીને મેયરની રાહ જોઈ રહ્યા હતા. મેયર પસંદ કરાયા બાદ શૈલી ઓબેરોયે એક કલાક સુધી ગૃહને સ્થગિત કર્યા બાદ ફરી પરત ફર્યા તો 6 સભ્યોની પસંદગીની વાત કરી હતી. જોકે, બે કલાક પછી પરત ફરેલા શૈલી ઓબેરોયે ચૂંટણી પ્રક્રિયા શરુ કરી હતી.


આ દરમિયાન તેમણે કોર્પોરેટર્સને મોબાઈલ ફોન ગૃહમાં લાવવાની મંજૂરી આપી હતી જેની સામે ભાજપના કોર્પોરેટર્સ દ્વારા વિરોધ શરુ કરવામાં આવ્યો હતો. ગૃહમાં સૂત્રોચ્ચારના કારણે ફરી કાર્યવાહી સ્થગિત કરવામાં આવી હતી.

જેમણે તોડફોડ કરી છે તેમની પાસે ખર્ચ વસૂલાશે


ગૃહની કાર્યવાહી આજે શરુ થયા બાદ ફરી સ્થગિત કરવી પડી હતી. આ બધાની વચ્ચે મેયર શૈલી ઓબેરોયે કહ્યું કે કાલથી અત્યાર સુધીમાં જે તોડફોડ થઈ છે, તેના સીસીટીવી ફૂટેજ ચેક કરીને ખર્ચો તોડફોડ કરનાર પાસેથી જ વસૂલ કરવામાં આવશે.
First published:

Tags: Delhi News, Gujarati news, MCD, નવી દિલ્હી