નવી દિલ્હી : સૂત્રોના મતે બીજેપી, આમ આદમી પાર્ટીને (AAP)ઘેરવાની તૈયારી કરી રહી છે. કારણ કે તેને આશા છે કે દિલ્હીમાં નગર નિગમની (Municipal Corporation of Delhi)ચૂંટણી પણ આ વર્ષે ડિસેમ્બરમાં ગુજરાત અને હિમાચલ પ્રદેશ વિધાનસભાની ચૂંટણી (Vidhan Sabha Election)સાથે જ થશે. આમ આદમી પાર્ટી રાષ્ટ્રીય રાજનીતિમાં પોતાના પગ જમાવવા માટે દિલ્હી અને પંજાબ સિવાય અન્ય રાજ્યોમાં પણ રાજનીતિક જમીન શોધી રહી છે.
આ ક્રમમાં છેલ્લે કેટલાક મહિનાથી ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં આમ આદમી પાર્ટીએ પોતાના તૈયારી ઝડપી બનાવી છે. કારણ કે તેમને લાગે છે કે કોંગ્રેસનું સ્થાન ભરવામાં તે સક્ષમ છે, જે વર્તમાનમાં પોતાના સૌથી ખરાબ રાજનીતિક સમયમાંથી પસાર થઇ રહી છે. કોંગ્રેસ હિમાચલ અને ગુજરાતમાં ઘણા દશક પછી પ્રથમ વખત પોતાના બે દિગ્ગજ નેતાઓ વીરભદ્ર સિંહ અને અહમદ પટેલ વગર ચૂંટણીના મેદાનમાં ઉતરશે.
જોકે ભાજપા અરવિંદ કેજરીવાલના નેતૃત્વવાળી આમ આદમી પાર્ટીને સિમિત કરવા માંગે છે કારણ કે ગુજરાત અને હિમાચલમાં નિર્ધારિત વિધાનસભાની ચૂંટણી સાથે દિલ્હીમાં નગર નિગમની ચૂંટણી પણ યોજાવાની આશા છે. સૂત્રોના મતે ભાજપાને લાગે છે કે જો આપને હિમાચલ પ્રદેશ સહિત 3 મોરચા પર એકસાથે ચૂંટણી લડવી પડે તો કેજરીવાલની પાર્ટી દબાણમાં આવી જશે.
ભાજપા સાથે જોડાયેલા એક સૂત્રએ News18ને કહ્યું કે દિલ્હીમાં AAP સત્તામાં હોવાથી તેણે નગર નિગમને સુરક્ષિત કરવા માટે પોતાની પુરી તાકાત સાથે એમસીડી ચૂંટણી લડવાની આવશ્યકતા રહેશે. દિલ્હીમાં નગર નિગમની ચૂંટણીમાં પરાજય આપ માટે વિશાનકારી સાબિત થશે. કારણ કે તેનાથી એ ધારણા બંધાશે કે અરવિંદ કેજરીવાલના નેતૃત્વવાળી પાર્ટી શહેરમાં પોતાની પકડ ગુમાવી રહી છે.
ભાજપાના એક વરિષ્ઠ નેતાએ News18ને કહ્યું કે અમને પોતાની તૈયારી શરુ કરવા માટે કહેવામાં આવ્યું છે. પરિસીમન જલ્દી પુરુ થવાની સંભાવના છે. અમને વિશ્વાસ છે કે એમસીડી ચૂંટણી ડિસેમ્બરમાં ગુજરાત ચૂંટણી સાથે થશે.
કેન્દ્ર સરકારે આ વર્ષે સંસદમાં કાનૂન લાવીને ચારેય નગર નિગમોને ભંગ કરી દીધા અને દિલ્હી નગર નિગમ નામથી ફક્ત એક કોર્પોરેશન બનાવી દીધું છે.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર