Home /News /national-international /આ 5 પરિબળોએ AAP તરફ જનાદેશ ફેરવ્યો, CM કેજરીવાલ પાસે આ માટે જાગી આશા

આ 5 પરિબળોએ AAP તરફ જનાદેશ ફેરવ્યો, CM કેજરીવાલ પાસે આ માટે જાગી આશા

આ 5 પરિબળોએ AAPને અપાવ્યો જનાદેશ

MCD Polls 2022: આમ આદમી પાર્ટીએ MCD ચૂંટણી જીતી લીધી છે. આ ચૂંટણી લડવા માટે પાર્ટીએ વર્ષો પહેલા પોતાની કેડરને મજબૂત કરવાની શરૂઆત કરી દીધી હતી. પાર્ટીની જીતમાં 5 પરિબળોએ મહત્વની ભૂમિકા ભજવી હતી. AAPને આ જીત ત્યારે મળી, જ્યારે MCDનું સીમાંકન કરવામાં આવ્યું અને ઘણા વિસ્તારોને ફેરવવામાં આવ્યા હતા. ચૂંટણી બાદ એક્ઝિટ પોલમાં કહેવામાં આવ્યું હતું કે, AAP ક્લીન સ્વીપ કરશે અને બીજેપી બીજી સૌથી મોટી પાર્ટી બનશે.

વધુ જુઓ ...
  નવી દિલ્હી: દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (MCD)ની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ ધમાકો કર્યો છે. CM અરવિંદ કેજરીવાલના નેતૃત્વમાં પાર્ટીએ અત્યાર સુધીમાં 250માંથી 133 વોર્ડ જીત્યા છે. બુધવારે આવેલા આ ચૂંટણીના પરિણામમાં છેલ્લા 15 વર્ષના ભાજપના શાસનનો અંત આવ્યો છે. આ ચૂંટણીમાં ભાજપને 101 બેઠકો મળી હતી.

  MCDનું સીમાંકન પ્રથમ વખત થયું હતું. ચૂંટણી બાદ, એક્ઝિટ પોલમાં પણ કહેવામાં આવ્યું હતું કે, AAP ક્લીન સ્વીપ કરશે અને બીજેપી બીજી સૌથી મોટી પાર્ટી બનશે. એક્ઝિટ પોલમાં કહેવામાં આવ્યું હતું કે, કોંગ્રેસને કંઈ ખાસ નહીં મળે. ચાલો જાણીએ તે 5 કારણો, જેને કારણે AAP તરફ જનાદેશ ફેરવાયો હતો.

  1- કેજરીવાલનું 'આપ કા ધારાસભ્ય, આપ કા પાર્ષદ' અભિયાન

  દિલ્હીના CM અરવિંદ કેજરીવાલે નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા સાથે મળીને 'આપ કા વિધાયક, આપ કા પાર્ષદ' ના નારા લગાવ્યા હતા. આ સૂત્રએ ઝૂંપડપટ્ટીના રહેવાસીઓ સિવાય મધ્યમ વર્ગ અને નીચલા-મધ્યમ વર્ગના પરિવારોમાં આશા જગાવી હતી. પાર્ટીના એક વરિષ્ઠ નેતાએ નામ ન આપવાની શરતે જણાવ્યું કે, આ નારાથી લોકોમાં શ્રેષ્ઠ સુવિધાઓ અંગે આશા જગાવી છે. તેમને લાગ્યું કે, દિલ્હીમાં શિક્ષણ, આરોગ્ય, સસ્તી વીજળી અને સસ્તા પાણીના બિલ જેવી સુવિધાઓ ઉપલબ્ધ થશે.

  આ પણ વાંચો: દિલ્હીથી સાઇડલાઇન, શાહીન બાગે કોંગ્રેસને આપ્યું સમર્થન

  2- AAP સાથે જોડાયેલા કોંગ્રેસના મતદારો

  2017ની ચૂંટણી સુધી, કોંગ્રેસને તેના પરંપરાગત મુસ્લિમ અને ઝૂંપડપટ્ટીમાં રહેતા મતદારોનું સમર્થન હતું. પરંતુ તે પછી આધાર ઓછો થતો જોવા મળ્યો હતો. આ ચૂંટણીમાં પણ AAP કોંગ્રેસના મતદારોને પ્રભાવિત કરવામાં સફળ રહી હતી. MCD ચૂંટણીમાં કોંગ્રેસનો પ્રચાર ક્યાંય દેખાતો નહોતો. તેમજ પક્ષના પ્રભાવી નેતાઓએ પણ આ ચૂંટણીમાં રસ દાખવ્યો ન હતો. આ વર્ષે માર્ચમાં MCD પેટાચૂંટણી યોજાઈ હતી. જેમાંથી AAPને 5 સીટ, કોંગ્રેસને એક સીટ મળી છે, જ્યારે ભાજપને એક પણ સીટ મળી ન હતી. ઉત્તર-પૂર્વ દિલ્હીમાં રમખાણોના કારણે કોંગ્રેસને એક બેઠક મળી હતી, પરંતુ તે પછી તે કોઈ ફાયદો ઉઠાવી શકી ન હતી. જે મતદારો ભાજપ સાથે જવા માંગતા ન હતા તેમને AAPના રૂપમાં વિકલ્પ મળ્યો હતો.

  3- દિલ્હી ભાજપમાં નેતૃત્વનો અભાવ

  છેલ્લી MCD ચૂંટણી પછી એવું લાગતું હતું કે, ભાજપ તેના પ્રદેશ અધ્યક્ષ આદેશ ગુપ્તાને પદ પરથી હટાવી શકે છે. કારણ કે તેમના નેતૃત્વમાં પાર્ટીએ સ્થાનિક સ્તરે કોઈપણ ચૂંટણીમાં કોઈ ખાસ કામ કર્યું ન હતું. આ ચૂંટણીમાં હાર બાદ ભાજપ પ્રદેશ નેતૃત્વમાં ફેરફાર કરી શકે છે. જણાવી દઈએ કે, પાર્ટીમાં એવો કોઈ ચહેરો નથી કે જેને ઉચ્ચ કક્ષાના નેતા તરીકે સ્થાપિત કરી શકાય અને તેને નેતૃત્વ સોંપવામાં આવે. આપને આનાથી ઘણો ફાયદો પણ થયો છે. તેમણે મતદારોને રીઝવવા માટે તે મુજબ આયોજન કર્યું હતું.

  આ પણ વાંચો: દિલ્હીમાં હવે ડબલ એન્જીનની સરકાર, કેજરીવાલે ભાજપ પાસેથી 15 વર્ષની સત્તા આંચકી લીધી

  4- કચરાનો પહાડ ચૂંટણીનો મોટો મુદ્દો બન્યો

  AAPએ MCD ચૂંટણીમાં 'કચરાના પહાડ'ને મોટો મુદ્દો બનાવ્યો હતો. તેમણે આક્રમક રીતે લોકોમાં સંદેશો ફેલાવવાનું શરૂ કર્યું કે, ભાજપ દિલ્હીનો કચરો સાફ કરવામાં નિષ્ફળ ગઈ છે. ગાઝીપુર, ભાલ્સવા અને ઓખલામાં કચરાના વિશાળ ઢગલા છે. આ સિવાય દિલ્હીની ગલીઓમાં ફેલાયેલો કચરો, રસ્તાઓ પર ફેલાયેલો કચરો, કચરાના ઢગલા ઘણા સમયથી અહીંના લોકો માટે માથાનો દુખાવો બની રહ્યા છે. આવા આપના વચનોથી જનતામાં કચરામાંથી મુક્તિ મેળવવાની આશા જાગી અને તેઓએ આપને મત આપ્યો હતો.

  5- આપએ પોતાની કેડર કરી ઉભી

  2017ની MCD ચૂંટણીમાં ભાજપને સત્તા મળી, જ્યારે AAP નવી પાર્ટી હોવાને કારણે વધુ પ્રદર્શન કરી શકી નહીં. સ્થાનિક સ્તરે AAPનો ફેલાવો દેખાતો ન હતો કારણ કે દિલ્હીના લોકો હાલમાં સરકારની કસોટી કરી રહ્યા હતા. જણાવી દઈએ કે, વર્ષ 2017માં પણ જનતા ભાજપની વિરુદ્ધ હતી, પરંતુ તે સમયે ભાજપે નવી નીતિ અપનાવી હતી. જૂના ચહેરાઓને છોડીને ભાજપે નવા ચહેરાઓને ટિકિટ આપી હતી. તેથી જ ફરી MCDને સત્તા મળી હતી. પરંતુ, આ વખતે આપએ નીચલા મધ્યમ વર્ગ અને મધ્યમ વર્ગના પરિવારો સુધી પહોંચ મજબૂત કરી છે. પોતાની કેડર ઉભી કરી છે. આથી, આપને લોકોનો જનાદેશ મળ્યો છે.
  Published by:Samrat Bauddh
  First published:

  Tags: Delhi Election, Elections 2022, MCD

  विज्ञापन
  विज्ञापन