Home /News /national-international /MCD ચૂંટણીમાં જીત બાદ AAP કાઉન્સિલરોને કેજરીવાલે કહ્યું- ક્યારેય અહંકાર ન કરતા નહીં તો...
MCD ચૂંટણીમાં જીત બાદ AAP કાઉન્સિલરોને કેજરીવાલે કહ્યું- ક્યારેય અહંકાર ન કરતા નહીં તો...
કેજરીવાલે કહ્યું- ક્યારેય અહંકાર ન કરતા નહીં તો...
Delhi MCD Election Result:અરવિંદ કેજરીવાલે પોતાના સંબોધનમાં કહ્યું કે, હું આ જીત માટે દિલ્હીના લોકોને અભિનંદન આપું છું અને પરિવર્તન લાવવા બદલ તેમનો આભાર માનું છું. આ સાથે જ, તેમણે તેમની પાર્ટીના વિજેતા કાઉન્સિલરોને કહ્યું કે તમે માત્ર આમ આદમી પાર્ટીના કાઉન્સિલર નથી, પરંતુ દિલ્હીના કાઉન્સિલર છો. દિલ્હીને ઠીક કરવા માટે બધાના સહયોગની જરૂર છે.
નવી દિલ્હી: દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં જીત મેળવીને આમ આદમી પાર્ટીએ MCDમાં ભાજપના 15 વર્ષના શાસનનો અંત આણ્યો છે. દિલ્હીના મુખ્યમંત્રી અને AAPના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે દિલ્હી MCD ચૂંટણીમાં પાર્ટીની જીત માટે દિલ્હીની જનતાનો આભાર માન્યો અને કહ્યું કે, હું દિવસ-રાત કામ કરીને તમારો વિશ્વાસ જાળવી રાખવાનો પ્રયાસ કરીશ. જ્યારે અરવિંદ કેજરીવાલ ભાષણ આપી રહ્યા હતા ત્યારે ભીડમાંથી આઈ લવ યુનો અવાજ આવ્યો, જેના જવાબમાં સીએમ કેજરીવાલે આઈ લવ યુ કહીને તેમનું અભિવાદન કર્યું હતું.
અરવિંદ કેજરીવાલે પોતાના સંબોધનમાં કહ્યું કે, હું દિલ્હીની જનતાને આ જીત માટે અભિનંદન આપું છું અને પરિવર્તન લાવવા બદલ તેમનો આભાર માનું છું. આ ઉપરાંત, તેમણે તેમની પાર્ટીના વિજેતા કાઉન્સિલરોને કહ્યું કે, તમે માત્ર આમ આદમી પાર્ટીના કાઉન્સિલર નથી, પરંતુ દિલ્હીના કાઉન્સિલર છો. દિલ્હીને ઠીક કરવા માટે બધાના સહયોગની જરૂર છે. અમને કેન્દ્ર સરકારના સહયોગની પણ જરૂર છે. અરવિંદ કેજરીવાલે આમ આદમી પાર્ટીના તમામ કાઉન્સિલરોને જીત માટે અભિનંદન આપતાં ચેતવણી પણ આપી હતી કે, ક્યારેય ઘમંડ ન કરશો, નહીં તો જનતા માફ કરે કે ન કરે, ઉપરવાળો ક્યારેય માફ નહીં કરે.
MCD ચૂંટણીમાં તેમની પાર્ટીની જીત પછી, મુખ્ય પ્રધાન કેજરીવાલે કહ્યું કે, તેઓ લોકોની અપેક્ષાઓ પર ખરા ઉતરવાનો પ્રયાસ કરશે, અન્ય પક્ષોને દિલ્હીને વધુ સારું બનાવવા માટે સાથે આવવા વિનંતી કરી. તેમણે કહ્યું કે, જે લોકો આમ આદમી પાર્ટીમાંથી જીત્યા છે તેમને અભિનંદન. જીતેલા ભાજપ, કોંગ્રેસ અને અપક્ષોને અભિનંદન. જેઓ હારી ગયા છે, તેઓ નિરાશ ન થાઓ. અમે તેમને પણ સાથે લઈ જઈશું. તેમણે કહ્યું કે, આજ સુધી જે રાજનીતિ કરવી પડી હતી. અમે સાથે મળીને દિલ્હીને ઠીક કરીશું. આમાં અમે ભાજપ અને કોંગ્રેસનો સહયોગ પણ ઈચ્છીએ છીએ.
અરવિંદ કેજરીવાલે કહ્યું કે, જેમણે અમને વોટ આપ્યા તેમનો ખૂબ ખૂબ આભાર, જેમણે અમને વોટ નથી આપ્યા, હું તેમને કહેવા માંગુ છું કે પહેલા તમારું કામ કરાવશું. હું આમાં કેન્દ્રનો સહયોગ ઈચ્છું છું, ખાસ કરીને વડાપ્રધાનનો સહકાર. કેજરીવાલે વધુમાં કહ્યું કે, અમને જે પણ જવાબદારી આપવામાં આવી હતી તે અમે નિભાવી છે. શાળા અને હોસ્પિટલના સમારકામ માટે અમે દિવસ-રાત મહેનત કરી હતી. લોકોએ વીજળીની જવાબદારી આપી, મફત કરી. આજે દિલ્હીની જનતાએ દિલ્હીની સફાઈની જવાબદારી પોતાના ભાઈને આપી છે. દિવસ-રાત મહેનત કરીને તમારો આ વિશ્વાસ જાળવી રાખવાનો પ્રયત્ન કરીશ.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર