દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના બોબીએ INCના વરુણ ઢાકાને 6,714 મતોથી હરાવ્યા હતા. MCDમાં ચૂંટાયા બાદ કિન્નર સમુદાયના કાઉન્સિલર ટાઉન હોલમાં આવ્યા હોય તેવું આ પહેલીવાર બન્યું છે.
Boby Kinnar Wins from Sultanpuri-A: MCD ચૂંટણીના રૂઝાનની વચ્ચે અનેક વોર્ડના પરિણામ સામે આવી ગયા છે. સુલતાનપુરી એ વોર્ડ નંબર-42થી એક કિન્નર ઉમેદવારે જીત મેળવી છે. દિલ્હી નગર નિગમના ઈતિહાસમાં આમ આદમી પાર્ટીની ઉમેદવાર બોબી કિન્નર સમાજમાંથી જીત મેળવનાર પ્રથમ ઉમેદવાર છે. તેમણે 6,714 વોટના અંતરથી જીત મેળવી છે.
બોબીએ કોંગ્રેસના વરુણ ઢાકાને હરાવીને જીત મેળવી છે. આ ચૂંટણીમાં બોબીને કુલ 14,831 વોટ મળ્યા હતા, જ્યારે વરુણને 8,107 વોટ મળ્યા હતા. બોબી ઘણા સમયથી આમ આદમી પાર્ટી સાથે જોડાયેલી હતી. આ કારણોસર તેમને આ વખતે નગર નિગમની ચૂંટણીમાં ટિકીટ આપવામાં આવી હતી.
38 વર્ષીય બોબીએ ધોરણ-9 સુધી અભ્યાસ કર્યો છે. તેઓ ઘણા સમયથી સાર્વજનિક જીવન સાથે જોડાયેલા છે. તેઓ NGOના માધ્યમથી લોકો સાથે જોડાયા હતા. બોબી વર્ષ 2017માં ચર્ચાનો વિષય બની હતી. તે સમયે તેઓ આમ આદમી પાર્ટીના સભ્ય બન્યા હતા, આ કારણોસર ચારેય બાજુ તેમની ચર્ચા થઇ રહી હતી. બોબી અન્ના આંદોલનમાં પણ જોડાયા હતા.
જીત મેળવ્યા બાદ બોબીએ જણાવ્યું છે કે, ‘હું મારા ક્ષેત્રને સારો બનાવવા માંગુ છું. હું સૌથી પહેલા લોકોનું જીવન સુધારવા માંગુ છું. હું MCDમાં ભ્રષ્ટાચાર ખતમ કરવાની દિશામાં કામ કરીશ.’
પ્રથમ વખત એવું બન્યું છે કે, જેમાં રાજનૈતિક દળે કિન્નર સમાજના ઉમેદવારને ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા હતા. ચૂંટણી પહેલાં એક સર્વે કરવામાં આવ્યો હતો, જેમાં બોબીની જીત થશે તેવું લાગી રહ્યું હતું. આ કારણોસર આમ આદમી પાર્ટીએ બોબીને ટિકીટ આપી હતી.
બોબીએ સુલતાનપુરી-એ વોર્ડ 43થી દિલ્હી MCD ચૂંટણી જીતી છે. બોબી “હિન્દુ યુવા સમાજ એકતા આવામ એન્ટી ટેરરિસ્ટ સમિતિ”ના દિલ્હી યુનિટના પ્રમુખ પણ છે. બોબીની જીત બાદ પ્રથમ વખત MCDમાં ટ્રાન્સજેન્ડર સમુદાયનો સભ્ય હશે. દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (MCD પોલ્સ)ના 250 વોર્ડ માટે 4 ડિસેમ્બરે મતદાન થયું હતું. વર્ષ 2017માં બોબી કિન્નરે દિલ્હીમાં MCD ચૂંટણીમાં અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી હતી. વર્ષ 2017માં તેમણે એકલા હાથે ભારતીય જનતા પાર્ટી, AAP અને કોંગ્રેસ જેવી પાર્ટીઓને સ્પર્ધા આપી હતી. જો કે, આ ચૂંટણીમાં તેમને હારનો સામનો કરવો પડ્યો હતો.
Published by:Samrat Bauddh
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર