નવી દિલ્હી: દિલ્હી નગર નિગમ (MCD Elections 2022)ની 250 સીટ પર ચૂંટણી વલણ સામે આવવા લાગ્યા છે. આ વલણમાં ભાજપ અને આમ આદમી પાર્ટીની વચ્ચે કાંટાની ટક્કર જામી રહી છે. વલણમાં ભાજપ અને આમ આદમી પાર્ટી એકબીજાને ખો આપી રહ્યા છે. પણ કોંગ્રેસ આ ચૂંટણીમાં ક્યાંય છે જ નહીં. વલણમાં કોંગ્રેસ ફક્ત 5થી 7 વોર્ડમાં લીડ મેળવતી દેખાઈ રહી છે. તેથી સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે, કોંગ્રેસ આ ચૂંટણીમાં ધરાશાયી થયું છે.
2017ની એમસીડી ચૂંટણીની વાત કરીએ તો, ત્રણ નગર નિગમમાં ભાજપે 181 સીટો પર કબ્જો કર્યો હતો. તો વળી આમ આદમી પાર્ટી 48 અને કોંગ્રેસને 30 સીટો પર જીત મળી હતી. જ્યારે અન્યના ખાતામાં 11 સીટો ગઈ હતી. પણ કોંગ્રેસ આ ચૂંટણીમાં ભૂંડી રીતે હારતી દેખાઈ રહી છે.
કોંગ્રેસે આ ચૂંટણીમાં દિલ્હીના પૂર્વ સીએમ શીલા દીક્ષિતના નામ પર ચૂંટણી લડી હતી. એમસીડી મતલબ મેરી ચમકતી દિલ્હી એવું સ્લોગન પણ આપ્યું હતું,.તેમાં સૌમાં કોંગ્રેસ દિલ્હીવાસીઓના વલણ લેવા માટે કોંગ્રેસે શીલા સરકાર તરફથી કરવામાં આવેલા વિકાસ કાર્યો પર વોટ માગ્યા હતા. પણ દિલ્હીની જનતાએ શીલા સરકારના કામને નજર અંદાજ કરીને ભાજપ અને આમ આદમી પાર્ટીને પ્રથમ પસંદગી આપી હતી.
Published by:Pravin Makwana
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર