Home /News /national-international /દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં AAPનો જાદૂ? આ ચેનલના પોલમાં AAPને ભારે બહુમતી

દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં AAPનો જાદૂ? આ ચેનલના પોલમાં AAPને ભારે બહુમતી

દિલ્હીમાં મ્યુનિસિપલ કોર્પોરેશન (MCD) ચૂંટણી માટે 4 ડિસેમ્બરે મતદાન થયું હતું.

દિલ્હીમાં મ્યુનિસિપલ કોર્પોરેશન (MCD) ચૂંટણી માટે 4 ડિસેમ્બરે મતદાન થયું હતું. આ વખતે ગત વખત કરતાં ઓછું મતદાન થયું હતું. માત્ર 50 ટકા મતદારો મતદાન કરવા માટે મતદાન મથક પર પહોંચ્યા હતા. તમને જણાવી દઈએ કે, આ વખતે મતદાનનો દર ગત વખત કરતા લગભગ 3 ટકા ઓછો હતો.

વધુ જુઓ ...
  નવી દિલ્હી: દિલ્હીમાં મ્યુનિસિપલ કોર્પોરેશન (MCD) ચૂંટણી માટે 4 ડિસેમ્બરે મતદાન થયું હતું. આ વખતે ગત વખત કરતાં ઓછું મતદાન થયું હતું. માત્ર 50 ટકા મતદારો મતદાન કરવા માટે મતદાન મથક પર પહોંચ્યા હતા. તમને જણાવી દઈએ કે, આ વખતે મતદાનનો દર ગત વખત કરતા લગભગ 3 ટકા ઓછો હતો. વોટિંગની સાથે જ હવે દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનના 250 વોર્ડના પરિણામ જાહેર થઈ ગયા છે. તેનું પરિણામ 7મી ડિસેમ્બરે આવવાનું છે. બીજી તરફ ગુજરાતમાં આજે છેલ્લા તબક્કાનું મતદાન પૂરું થતાં જ ગુજરાત અને હિમાચલ પ્રદેશ વિધાનસભાની ચૂંટણીના એક્ઝિટ પોલ આવવાના શરૂ થઈ જશે. આ સર્વે ઘણી એજન્સીઓ દ્વારા કરવામાં આવ્યો છે.

  આપને પંજાબી, દક્ષિણ ભારતીય સમુદાયનું સમર્થન

  આજ તક- માય એક્સિસ એક્ઝિટ પોલ: સમુદાય મુજબ, AAPને પંજાબી અને દક્ષિણ ભારતીય સમુદાય તરફથી મહત્તમ સમર્થન મળે તેવું લાગે છે. આ બંને સમુદાયના 58 ટકા મતદારો AAPને વોટ આપવાનો અંદાજ વ્યક્ત કરી રહ્યા છે. આજ તક- માય એક્સિસ એક્ઝિટ પોલ: આ એક્ઝિટ પોલ મુજબ, ભાજપને કોલોની અથવા ફ્લેટ વિસ્તારમાં મહત્તમ 42 ટકા વોટ મળવાની ધારણા છે. આ વિસ્તારમાં AAPને 36 ટકા જ્યારે કોંગ્રેસને માત્ર 10 ટકા વોટ મળવાની ધારણા છે.

  MCD ચૂંટણીમાં AAPને સ્લમ વિસ્તારોમાં ફાયદો થવાનો અંદાજ છે

  આજ તક- માય એક્સિસ એક્ઝિટ પોલઃ આ એક્ઝિટ પોલ અનુસાર, AAPને દિલ્હીના સ્લમ વિસ્તારમાં 49 ટકા વોટ મળવાનું કહેવામાં આવ્યું છે જ્યારે બીજેપીને માત્ર 28 ટકા વોટ મળવાનું કહેવામાં આવ્યું છે. સ્લમ વિસ્તારમાં કોંગ્રેસને 11 ટકા વોટ મળવાની ધારણા છે. Aaj Tak ચેનલે તેના એક્ઝિટ પોલમાં AAP માટે 149 થી 171 બેઠકોની આગાહી કરી છે.

  આજતકનું ભાજપને 69થી 91 બેઠકો મળવાનું અનુમાન

  Aaj Tak- My Axis Exit Poll: Aaj Tak ચેનલે તેના એક્ઝિટ પોલમાં ભાજપ માટે 69 થી 91 બેઠકોની આગાહી કરી છે. કોંગ્રેસને માત્ર 5-9 બેઠકો જ મળશે તેમ જણાવ્યું છે. ટાઇમ્સ નાઉ એમસીડી એક્ઝિટ પોલ્સ: દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં AAPને 146 થી 156 બેઠકો મળવાનો અંદાજ છે.
  ટાઇમ્સ નાઉ એક્ઝિટ પોલ: ટાઇમ્સ નાઉએ દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં AAP માટે 146 થી 156 બેઠકોની આગાહી કરી છે.

  ટાઇમ્સ નાઉ એમસીડી એક્ઝિટ પોલ્સ: દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં AAPને 146 થી 156 બેઠકો મળવાનો અંદાજ છે.
  Published by:Vrushank Shukla
  First published:

  Tags: Delhi News, Election 2022, MCD

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन