MCD Election 2022 Result Independent Candidates : ભાજપમાંથી ટિકિટ ન મળતા મીના દેવી અને ગજેન્દ્ર દલાલે અપક્ષ ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો હતો અને જીત મેળવી હતી. સીલમપુરથી શકીલા બેગમ અપક્ષ જીત્યાં.
MCD Election 2022 Result Independent Candidates : એમસીડી ચૂંટણીના પરિણામ આવ્યા પછી હવે લોકો પોતાના વિસ્તારના કોર્પોરેટરનું નામ જાણવા માગે છે. આમ આદમી પાર્ટીનું પ્રથમ વખત નિગમની સત્તામાં આવવાનું પાક્કું થઈ ગયું છે. આ દરમિયાન 250 નવા કોર્પોરેટરમાંથી ત્રણ નામ એવા છે કે, જેમણે કોઈ મોટા પક્ષમાંથી ચૂંટણી ના લડી અને જીત્યા પણ ખરા.
ભાજપે ગજેન્દ્ર દલાલની ટિકિટ કાપી હતી
મુંડકા વોર્ડ નંબર-35થી ગજેન્દ્ર દલાલે અપક્ષ ચૂંટણી લડીને જીત મેળવી છે. ભાજપે ટિકિટ કાપતા ગજેન્દ્રએ અપક્ષ ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો હતો. ટિકિટ કાપવાની વાતને લઈને તેઓ પાર્ટીથી ખૂબ નારાજ હતા. વિરોધ કરવા છતાં તેમને ટિકિટ ના આપતા આખરે તેમણે અપક્ષ ચૂંટણી લડવાનો નિર્ણય લીધો હતો. ઉલ્લેખનીય છે કે, ગજેન્દ્ર ભાજપના સિટિંગ કોર્પોરેટર નહોતા. વર્ષ 2017માં પાર્ટીએ તેમને ટિકિટ આપી હતી પરંતુ તેઓ હારી ગયા હતા. તેથી જ તેમને આ વખતે ટિકિટ આપવામાં આવી નહોતી.
ગજેન્દ્રની રાહે ચાલનારા ઇસાપુર વોર્ડ સંખ્યા-126થી મીના કુમારીની ટિકિટ ભાજપે કાપી નાંખી હતી. ત્યારે તેમણે પણ અપક્ષ ચૂંટણી લડી અને જીત્યા પણ ખરા. સૌથી ખાસ વાત તો એ છે કે, ગત ચૂંટણીમાં મીના કુમારી નફઝગઢ વોર્ડ પરથી અપક્ષ ચૂંટણી લડ્યા અને જીત્યા પણ હતા. ત્યારબાદ તેઓ ભાજપમાં સામેલ થઈ ગયા હતા. ભાજપા પ્રદેશ યુનિટે આ વખતની ચૂંટણીમાં તેમને ટિકિટ નહોતી આપી. ત્યારબાદ તેમણે અપક્ષ ચૂંટણી લડવાનો નિર્ણય લીધો હતો.
એમડીસી ચૂંટણીમાં સીલમપુર વોર્ડ નંબર - 225ને મહિલાઓ માટે આરક્ષિત રાખવામાં આવ્યો હતો. ત્યારે કોંગ્રેસ, ભાજપ અને આપમાંથી મોટા મોટા નેતા મેદાનમાં હતા પરંતુ શકીલા બેગમ અહીંથી અપક્ષ ચૂંટણી જીતી ગયા છે. શકીલાએ 2007ની ચૂંટણીમાં બહુજન સમાજ પાર્ટીમાંથી ઊભા રહીને મેદાન માર્યુ હતુ. આ વખતે તેમણે અપક્ષ ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો હતો. ચૂંટણી દરમિયાન શકીલા બેગમ બુરખો પહેરીને પ્રચાર કરતા હતા.
Published by:Vivek Chudasma
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર