Home /News /national-international /સુપ્રીમ કોર્ટમાં કપિલ સિબ્બલની માંગ પર જસ્ટિસ રાવે કહ્યું - તોડફોડ તો બુલડોઝરથી જ થાય છે

સુપ્રીમ કોર્ટમાં કપિલ સિબ્બલની માંગ પર જસ્ટિસ રાવે કહ્યું - તોડફોડ તો બુલડોઝરથી જ થાય છે

jahangirpuri violence - જમીયત ઉલેમા-એ-હિંદ તરફથી હાજર થયેલા વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે સુપ્રીમ કોર્ટમાં માંગણી કરી કે દેશભરમાં બુલડોઝરથી તોડફોડ પર પ્રતિબંધ લગાવવામાં આવે

jahangirpuri violence - જમીયત ઉલેમા-એ-હિંદ તરફથી હાજર થયેલા વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે સુપ્રીમ કોર્ટમાં માંગણી કરી કે દેશભરમાં બુલડોઝરથી તોડફોડ પર પ્રતિબંધ લગાવવામાં આવે

    નવી દિલ્હી : જહાંગીરપુરી વિસ્તારમાં હનુમાન જયંતિના (Hanuman Jayanti)દિવસે થયેલી હિંસા (jahangirpuri violence)પછી દિલ્હી નગર નિગમ દ્વારા ગેરકાયદેસર દબાણ સામે કાર્યવાહી કરવાના મામલે ગુરુવારે સુપ્રીમ કોર્ટમાં (Supreme Court)ફરી સુનાવણી થઇ હતી. એમસીડીની (MCD)ડિમોલિશન ડ્રાઇવ (Demolition)રોકવાની માંગણી વાળી જમીયત ઉલેમા-એ-હિંદની અરજી પર જસ્ટિસ નાગેશ્વર રાવ અને બીઆર ગવઇની બેન્ચે સુનાવણી કરી હતી. જમીયત તરફથી હાજર થયેલા વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે સુપ્રીમ કોર્ટમાં માંગણી કરી કે દેશભરમાં બુલડોઝરથી તોડફોડ પર પ્રતિબંધ લગાવવામાં આવે.

    કપિલ સિબ્બલની આ માંગણી પર જસ્ટિસ એલ નાગેશ્વર રાવે કહ્યું કે અમે આખા દેશમાં તોડફોડ પર રોક લગાવી શકીએ નહીં. જહાંગીરપુરીનો મામલો રાષ્ટ્રીય નથી. તેના પર કપિલ સિબ્બલે કહ્યું કે અમે બુલડોઝરથી તોડફોડ પર પ્રતિબંધ ઇચ્છીએ છીએ. તેના જવાબમાં જસ્ટિસ રાવે કહ્યું કે તોડફોડ તો હંમેશા બુલડોઝરથી જ થાય છે. જોકે જહાંગીરપુરીમાં સુપ્રીમ કોર્ટના આગામી આદેશ સુધી યથાસ્થિતિ બનાવી રાખવાનો આદેશ આપ્યો છે. એટલે કે અતિક્રમણ સામે કાર્યવાહી હાલ થઇ શકશે નહીં.

    આ પણ વાંચો - જહાંગીરપુરી હિંસા : અત્યાર સુધી 20 આરોપી પકડાયા, 3 તમંચા અને 5 તલવાર મળી

    જમીયત ઉલેમા-એ-હિંદ તરફથી ઉપસ્થિત થયેલા અન્ય વરિષ્ઠ વકીલ દુષ્યંત દવેએ સુપ્રીમ કોર્ટને કહ્યું કે આ મામલા સંવૈધાનિક અને રાષ્ટ્રીય મહત્વના દુરગામી પ્રશ્ન ઉઠાવે છે. આ મામલો ફક્ત જહાંગીરપુરી સુધી સિમિત નથી. જો તેની મંજૂરી આપવામાં આવી તો કાનૂનનું રાજ બચશે નહીં. પોલીસ અને નાગરિક પ્રાધિકરણ સંવિધાનથી બંધાયેલા છે ના કોઇ ભાજપા નેતા દ્વારા લખેલા પત્રોથી. આ એક દુખદ સ્થિતિ છે.

    કપિલ સિબ્બલે કહ્યું કે ગેરકાયદેસર દબાણ એક ગંભીર મુદ્દો છે પણ મુદ્દો એ છે કે ફક્ત મુસલમાનોને અતિક્રમણથી જોડવામાં આવી રહ્યા છે. આવા મામલા બીજા રાજ્યોમાં પણ થઇ રહ્યા છે. જસ્ટિસ એલ નાગેશ્વર રાવે કહ્યું કે અમે એમસીડીને વિધ્વંસ વિવરણ આપવા માટે કહીશું. અમે તેમને સોગંદનામું દાખલ કરવા માટે કહીશું અને તમે કાઉન્ટર દાખલ કરજો. આ મામલે નિર્ણય આવે ત્યાં સુધી જહાંગીરપુરીમાં યથાસ્થિતિ યથાવત્ રહેશે.

    દિલ્હીના જહાંગીરપુરી વિસ્તારમાં હનુમાન જયંતિ પર કાઢવામાં આવેલી શોભાયાત્રા દરમિયાન થયેલી હિંસાના (Delhi violence)મામલે અત્યાર સુધી 20 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. કાનૂન તોડનાર 2 કિશોરની પણ અટકાયત કરી છે.
    First published:

    Tags: Delhi violence, Jahangirpuri violence, Supreme Court

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन