Home /News /national-international /VIDEO: લગ્નમાં આમંત્રણ વિના ખાવા પહોંચવું MBA વિદ્યાર્થીને ભારે પડ્યું, થઇ એવી હાલત કે હવે...
VIDEO: લગ્નમાં આમંત્રણ વિના ખાવા પહોંચવું MBA વિદ્યાર્થીને ભારે પડ્યું, થઇ એવી હાલત કે હવે...
કેટલાક લોકો લગ્નમાં આમંત્રણ આપ્યા વિના જવાનું અને ભોજન લેવું ખોટું જણાવી રહ્યા છે.
Bhopal Viral Video: વીડિયો બનાવનાર યુવકે છોકરાને તેનું નામ અને સરનામું પૂછ્યું હતું. છોકરાએ જણાવ્યું કે તે જબલપુરનો રહેવાસી છે. તે ભોપાલમાં MBA કરવા આવ્યો છે. તેના પર યુવકે કહ્યું કે વાસણો ધોતી વખતે તમને કેવું લાગે છે. છોકરો કહે છે કે તેણે મફતમાં ખાવાનું ખાધુ છે, તેથી તે ધોઈ રહ્યો છે.
ભોપાલ: લગ્નમાં આમંત્રણ મળ્યા વિના પહોંચવું એક યુવકને ભારે પડી ગયુ છે. MBAનો વિદ્યાર્થી લગ્નમાં બોલાવ્યા વિના પહોંચીને ભોજનનો સ્વાદ માણી રહ્યો હતો. જોકે આ દરમિયાન લોકોએ તેને પકડી પાડ્યો હતો અને તેનું અપમાન કર્યું હતું અને લગ્નના મેલા વાસણો ધોવડાવ્યા હતા. જેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયુવેગે વાયરલ થયો હતો. આ મામલો ભોપાલનો કહેવામાં આવી રહ્યો છે.
તાજેતરમાં જ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક વ્યક્તિ લગ્ન સમારોહ દરમિયાન વાસણો ધોતો બતાવવામાં આવ્યો છે. આ વીડિયો મધ્યપ્રદેશની રાજધાની ભોપાલનો છે. અહીં લગ્નમાં આમંત્રણ વિના આવેલા MBA સ્ટુડન્ટને જાનૈયાઓએ પકડી પાડ્યો હતો. આ પછી વિદ્યાર્થી પાસેથી ભોજનના બદલે લગ્નના વાસણો ધોવડાવવામાં આવ્યા હતા. આ દરમિયાન તેનો વીડિયો બનાવ્યા બાદ તેની પૂછપરછ કરવામાં આવી હતી.
" isDesktop="true" id="1293727" >
લગ્નમાં આમંત્રણ વિના જ ભોજન કરી રહ્યો હતો યુવક
વીડિયો બનાવનાર યુવકે છોકરાને તેનું નામ અને સરનામું પૂછ્યું હતું. છોકરાએ જણાવ્યું કે તે જબલપુરનો રહેવાસી છે. તે ભોપાલમાં MBA કરવા આવ્યો છે. તેના પર યુવકે કહ્યું કે વાસણો ધોતી વખતે તમને કેવું લાગે છે. છોકરો કહે છે કે તેણે મફતમાં ખાવાનું ખાધુ છે, તેથી તે ધોઈ રહ્યો છે. યુવકે છોકરાને કહ્યું કે તું તારી સાથે જબલપુરનું નામ બગાડી રહ્યો છે. યુવકે આ સમગ્ર વાતચીતનો વીડિયો બનાવ્યો હતો. પછી તેને સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધો હતો.
સોશિયલ મીડિયા પર લોકોએ આપી પ્રતિક્રિયાઓ
તાજેતરમાં જ વીડિયો સામે આવ્યા બાદ યુઝર્સ વાસણ ધોતા વ્યક્તિના સમર્થનમાં આવવાની સાથે વાસણ ધોતા વ્યક્તિની ટીકા કરી રહ્યા છે. કેટલાક લોકો લગ્નમાં આમંત્રણ આપ્યા વિના જવાનું અને ભોજન લેવું ખોટું જણાવી રહ્યા છે. તો બીજી તરફ કેટલાક લોકો કહે છે કે ઘણીવાર વિદેશમાં ભણતા વિદ્યાર્થીઓ આવા બિનઆમંત્રિત મેળાવડામાં આવે છે અને ભોજન ખાય છે. આ સાથે કેટલાક લોકોનું કહેવું છે કે લગ્ન જેવા ખુશહાલ વાતાવરણમાં લોકોએ પોતાનું દિલ મોટું રાખવું જોઈએ.
Published by:rakesh parmar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર