યુપી : ચાર નરાધમોએ MBAની વિદ્યાર્થિનીનું અપહરણ કરી દુષ્કર્મ આચર્યું, પીડિતાની હાલત ગંભીર

News18 Gujarati
Updated: February 15, 2020, 7:57 AM IST
યુપી : ચાર નરાધમોએ MBAની વિદ્યાર્થિનીનું અપહરણ કરી દુષ્કર્મ આચર્યું, પીડિતાની હાલત ગંભીર
વિદ્યાર્થિની પર અપહરણ બાદ સામૂહિક દુષ્કર્મ.

પોલીસે મોબાઇલ લોકેશનના આધારે વિદ્યાર્થિનીને શોધી કાઢી, યુવતીની હાલત ખરાબ હોવાથી તેને સારવાર માટે મેરઠ ખસેડવામાં આવી.

  • Share this:
હાપુડ : ઉત્તર પ્રદેશના હાપુડ જનપદ (Hapur District)માં એમબીએ વિદ્યાર્થિનીનું અપહરણ કરીને તેની સાથે ગેંગરેપ કરવામાં આવ્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. વિદ્યાર્થિનીના પિતાની ફરિયાદ બાદ ગઢ કોતવાલીમાં ચાર યુવક પર ગેંગરેપ અને અપહરણનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પ્રાપ્ત વિગત પ્રમાણે ગઢ ક્ષેત્રમાં રહેતી વિદ્યાર્થિની મેરઠની એક કૉલેજમાં એમબીએનો અભ્યાસ કરે છે. ગુરુવારે સાંજે વિદ્યાર્થિની મેરઠથી ઘર જવા માટે નીકળી હતી, પરંતુ ઘરે પહોંચી ન હતી. જે બાદમાં પરિવારના લોકોએ વિદ્યાર્થિનીનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ વિદ્યાર્થિનીનો મોબાઇલ ફોન બંધ આવ્યો હતો, જે બાદમાં પરિવારના લોકોએ ફરિયાદ દાખલ કરી હતી.

ફરિયાદ બાદ પોલીસ એક્શનમાં આવી

ફરિયાદ મળતા જ પોલીસે વિદ્યાર્થિનીને શોધવાના પ્રયાસો શરૂ કર્યા હતા, જે બાદમાં પોલીસને મોબાઇલના લોકેશનના આધારે વિદ્યાર્થિની બુલંદશહેરના સ્યાનામાંથી મળી આવી હતી. વિદ્યાર્થિની જખમી હાલતમાં હતી. તેને સારવાર માટે મેરઠ ખસેડવામાં આવી હતી. હાલ વિદ્યાર્થિનીની હાલક ખૂબ ખરાબ છે, તે બોલી શકવાની સ્થિતિમાં નથી.

પોલીસે કહી આ વાત

વિદ્યાર્થિનીના પિતાની ફરિયાદના આધારે પોલીસે ચાર યુવક સામે અપહરણ અને ગેંગરેપનો કેસ દાખલ કર્યો છે. ચારેય યુવકોની શોધખોળ કરવામાં આવી રહી છે. પોલીસ અધિકારી તેજવીર સિંહે કહ્યું કે, ગઢ ક્ષેત્રમાં રહેતા વિદ્યાર્થિનીના પરિવાર તરફથી ફરિયાદ મળી હતી. વિદ્યાર્થિનીની કૉલ ડિટેઇલને આધારે તે સ્યાના પોલીસ મથક વિસ્તારના ચાંદપુરમાંથી મળી આવી હતી, આ મામલે આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
First published: February 15, 2020, 7:56 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading