ભોપાલ: મધ્ય પ્રદેશમાં એક લગ્ન સમારંભમાં એક શખ્સને વાસણ ધોવા માટે મજબૂર કરવાનો વીડિયો વાયરલ થયો છે. વીડિયોથી જાણી શકાય છે કે, આ વ્યક્તિ એમબીએનો વિદ્યાર્થી છે. એક લગ્નમાં આમંત્રણ વગર પહોંચી ગયો હતો, જે બાદ તેને વાણસ ધોવાની સજા ફટકારી હતી.
વાયરલ વીડિયોમાં એક વ્યક્તિ એમબીએના વિદ્યાર્થીને એ પૂછી રહ્યો છે કે, શું તમે મફતનું ભોજન ખાવાની સજા જાણો છો ? આપ આપને ઘરે વાણસ સરખી રીતે ધુઓ છે. વિદ્યાર્થીને પકનારા વ્યક્તિએ વીડિયો રેકોર્ડ કરતા તેનું સરનામું પુછ્યું. આપને જણાવી દઈએ કે, વિદ્યાર્થી જબલપુરનો રહેવાસી છે અને ભોપાલમાં એમબીએનો અભ્યાસ કરતો હતો. વિદ્યાર્થીને આ શખ્સ પુછે છે કે, તે એમબીએ કરી રહ્યો છે, તો તારા માતા-પિતા તને પૈસા નથી મોકલતા ? તું જબલપુરનું નામ ખરાબ કરી રહ્યો છે.
MBA student came to eat food without being invited at a marriage ceremony in Madhya Pradesh, people forced him to wash utensils !!
मध्यप्रदेश के एक शादी समारोह में बिना बुलाए खाना खाने पहुंचा MBA का छात्र, लोगों ने युवक से धुलाए बर्तन !!
+ pic.twitter.com/XmBGr85aTy
એમબીએના છાત્રને પુછવામાં આવે છે કે, પ્લેટ ધોયા બાદ આપને કેવું લાગી રહ્યું છે. વિદ્યાર્થી કહે છે કે, મફતમાં ખાવાનું ખાધું છે, તો કંઈક તો કરવું પડશે.
જો કે, આ ઘટનાની કોઈ ઔપચારિક ફરિયાદ કરવામાં આવી નથી. પણ વાયરલ વીડિયો થતાં સોશિયલ મીડિયા પર યુઝર્સે ખૂબ જ ટિપ્પણી કરી રહ્યા છે. કહી રહ્યા છે કે, હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓ માટે આ સામાન્ય બાબત છે. વીડિયો બનાવનારા વ્યક્તિએ અપમાનજનક ટિપ્પણી કરી છે.
Published by:Pravin Makwana
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર