Home /News /national-international /

કોંગ્રેસને ત્રીજો ઝટકો આપશે માયાવતી? રાજસ્થાનમાં સપા-લેફ્ટ સાથે મીલાવી શકે છે હાથ

કોંગ્રેસને ત્રીજો ઝટકો આપશે માયાવતી? રાજસ્થાનમાં સપા-લેફ્ટ સાથે મીલાવી શકે છે હાથ

ગુરૂવારે માયાવતીએ કોગ્રેસના બાગી અજીત જોગી સાથે છત્તીસગઢમાં ગઢબંધન કરી લીધુ છે.

ગુરૂવારે માયાવતીએ કોગ્રેસના બાગી અજીત જોગી સાથે છત્તીસગઢમાં ગઢબંધન કરી લીધુ છે.

  બહુજન સમાજવાદી પાર્ટી સુપ્રિમો માયાવતી સંભવત: સમાજવાદી પાર્ટી અને કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા સાથે હાથ મિલાવી ત્રીજો મોર્ચો બનાવી શકે છે. આ ત્રીજો મોર્ચો અગામી રાજસ્થાન ચૂંટણીને ધ્યાનમાં રાખી બનાવવામાં આવશે. માનવામાં આવી રહ્યું છે કે, અગામી વર્ષે લોકસભા ચૂંટણી પહેલા બસપા તરફથી કોંગ્રેસને આ ત્રીજો મોટો ઝટકો હશે.

  ગુરૂવારે માયાવતીએ કોગ્રેસના બાગી અજીત જોગી સાથે છત્તીસગઢમાં ગઢબંધન કરી લીધુ છે. ત્યારબાદ કોંગ્રેસે કહ્યું કે, તે રાજ્યમાં એકલી ચૂંટણી લડશે. મધ્યપ્રદેશમાં પણ તેણે અત્યાર સુધીમાં 22 ઉમેદવારનું લીસ્ટ જાહેર કરી દીધુ છે.

  રાજસ્થાનના પ્રભારી અને સીપીઆઈના રાષ્ટ્રીય સચિવ અતુલ કુમાર અંજાને આ સમાચારની પુષ્ટી કરી છે. તેમણે ન્યૂઝ 18ને કહ્યું કે, પાર્ટી ગઠબંધન માટે માયાવતીના સંપર્કમાં છે. જેડીએસ અને સપા સાથે વામપંથી દળો ત્રીજો મોર્ચો બનાવશે. બીએસપી પણ આમાં શામેલ થવાથી ખુશી થશે. અમે બીએસપીના નેતૃત્વના સંપર્કમાં છીએ. જોકે, બસપા કોંગ્રેસ સાથે પણ સીટોના મુદ્દા પર સંપર્કમાં છે.

  છત્તીસગઢથી ઉલટુ, કોંગ્રેસ ગઠબંધન કરવાનું ઈચ્છી રહી હતી, ત્યારે રાજસ્થાનમાં બસપાને સાથે લેવા માટે તૈયાર નથી. કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ સચિન પાયલટે કોઈ પણ ગઠબંધનને લઈ ખુલીને સામે આવ્યા, કારણ કે પાર્ટી રાજ્યમાં વધારે આત્મવિશ્વાસથી ભરપૂર છે, જ્યાં દર પાંચ વર્ષે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સત્તા પરિવર્તનનો ઈતિહાસ રહેલો છે.

  જોકે, બસપાના વિશ્વસનીય સૂત્રોએ જણાવ્યું કે, માયાવતી હજુ પણ કોંગ્રેસ હાઈકમાનના સંપર્કમાં છે અને રાજ્યના સ્ટેન્ડ બાદ પણ બંને વચ્ચેના ગઠબંધનને લઈ હાલમાં કઈ કહી ન શકાય.

  વિશ્લેષકોનું કહેવું છે કે, આ ત્રણ રાજ્યોમાં થયેલા હાલના રાજનૈતિક પરિવર્તથી ખબર પડે છે કે, વર્ષ 2019ની લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસ માટે બીજેપી વિરોધી ગઠબંધન બનાવવું સરળ નહી હોય. હવા ગેર બીજેપી અને ગૈર કોંગ્રેસી પાર્ટીઓના ત્રીજા મોર્ચા તરફ ઉડી શકે છે.

  હરિયાણામાં પણ બસપા - ભારતીય રાષ્ટ્રીય લોક દળ સાથે આવી ગઈ છે. જોકે, રાજ્યમાં વિધાનસભા ચૂંટણી લોકસભા ચૂંટણી બાદ છે, ગત મહિને આઈએનએલડી અધ્યક્ષ સાથે માયાવતીની બેઠક વર્ષ 2019ની ચૂંટણી માટે બહું જ મહત્વ રાખે છે.

  પ્રમુખ રાજનીતિવાળા રાજ્ય ઉત્તર પ્રદેશમાં સપા અને બસપા બંને સીટોની વહેચણી માટે કોંગ્રેસને સમાયોજિત કરવાના વિચારથી અસહજ છે. આવનારી વિધાનસભા ચૂંટણીમાં એ જોવામાં આવ્યું કે, વર્ષ 2019માં સીટ વહેચણી કરવાની વાતચીત કેવી રીતે થશે. એક મજબૂત કોંગ્રેસ બની તો, વધારે સીટોની માંગ કરવા માટે તેને સૌદેબાજી કરવાની તાકાત આપશે અને અન્ય વિપક્ષી પાર્ટીઓ આવું નહી ઈચ્છે.
  Published by:kiran mehta
  First published:

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन