માયાવતીજીનું અપમાન એ મારું અંગત અપમાન હશે: અખિલેશ યાદવ

News18 Gujarati
Updated: January 12, 2019, 2:21 PM IST
માયાવતીજીનું અપમાન એ મારું અંગત અપમાન હશે: અખિલેશ યાદવ
અખિલેશ યાદવ, ફાઈલ ફોટો

માયાવતી અને અખિલેશ યાદવનાં ટેકેદારોએ અબકી બાર માયા ઓર અખિલેશનાં સ્લોગન બોલાવ્યા હતા. 

  • Share this:
વર્ષો સુંધી જાની દુશ્મન રહેલી સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીએ ભાજપને લોકસભા ચૂંટણી હરાવવા માટે હાથ મિલાવ્યા છે. આ સમયે સમાજવાદી પાર્ટીનાં નેતા અખિલેશ યાદવે પત્રકારોને સંબોધતા કહ્યું કે, માયાવતીજીનું અપમાન એટલે મારુ અપમાન”.

ઉત્તરપ્રદેશનાં રાજકારણમાં માયાવતી અને અખિલેશને લોકો ફઇ-ભત્રિજા તરીકે ઓળખે છે. ઉત્તરપ્રદેશમાં 80 લોકસભા બેઠકો છે. જેમાં સપા-બસપા વચ્ચે 38-38 બેઠકોની ડીલ થઇ છે જ્યારે બે બેઠકો કોંગ્રેસ માટે તેમણે અલગ રાખી છે.

અખિલેશ યાદવે કહ્યું કે, સપા-બસપાનાં ગંઠબંધનનાં બીજ ત્યારે રોપાયા જ્યારે ભાજપે બસપાનાં રાજ્યસભાનાં ઉમેદવારને હરાવવાના પ્રયાસ થયા હતા. પણ હવે ભાજપનાં વિજયરથને રોકવા માટે અમે ગમે તે કરીશું. મેં આ પહેલા પણ કહ્યું કે, બસપા સાથે ગઠબંધન કરવા માટે બે ડગલા પાછળ ચાલવા માટે પણ તૈયાર છું”

બહુજન સમાજ પાર્ટી સુપ્રિમો માયાવતીએ એવો દાવો કર્યો કે, સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીનાં ગઠબંધન થવાથી નરેન્દ્ર મોદી અને અમિત શાહની ઉંઘ હરામ થઇ જશે અને આગામી લોકસભાની ચૂંટણીમાં તેમને ધૂળ ચાંટતા કરીશું.

આજે શનિવારે માયાવતી અને સમાજવાદી પાર્ટાનાં નેતા અખિલેશ યાદવે સયુંક્ત પત્રકાર પરિષદને સંબોધી હતી અને એવો સંકલ્પ જાહેર કર્યો હતો કે, ઉત્તરપ્રદેશમાં આગામી લોકસભામાં ભાજપનાં વિજયરથને રોકશે.

પત્રકારોને સંબોધન કરતા માયાવતીએ કહ્યું કે, 1990નાં અરસામાં ભાજપનાં કારણે લોકોને ખુબ સહન કરવું પડ્યુ હતું. 1993માં બહુજન સમાજ પાર્ટીનાં સુપ્રિમો કાંશીરામ અને સમાજવાદી પાર્ટીને સુપ્રિમો મુલાયમ સિંઘ યાદવ ભેગા ચૂંટણી લડ્યા હતા અને ઉત્તરપ્રદેશની ચૂંટણી જીત્યા હતા. બસપા ડો. બાબાસાહેબ આંબેડકરનાં રસ્તે ચાલવા માંગે છે અને એ પરિણામ લાવવા માંગે છે”માયાવતી અને અખિલેશ યાદવનાં ટેકેદારોએ અબકી બાર માયા ઓર અખિલેશનાં સ્લોગન બોલાવ્યા હતા.
First published: January 12, 2019, 2:21 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading