પ્રતિબંધ હટતા જ ચૂંટણી પંચ પર વરસ્યાં માયાવતી

બસપા સુપ્રીમો માયાવતી (ફાઇલ ફોટો)

આદર્શ આચાર સંહિતાના ભંગ મામલે બહુજન સમાજ પાર્ટીના સુપ્રીમો માયાવતી પર ચૂંટણી પંચે 48 કલાક સુધી પ્રચાર-પ્રસારનો પ્રતિબંધ લગાવી દીધો હતો.

  • Share this:
    લખનઉ : ચૂંટણી પંચ તરફથી ચૂંટણી પ્રચાર માટે લગાવવામાં આવેલો પ્રતિબંધ હટી જતા જ માયાવતીએ ટ્વિટ કરીને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પર નિશાન તાક્યું છે. માયાવતીએ પોતાના ટ્વિટર હેન્ડલ પર લખ્યું કે ચૂંટણી પંચ તેમના પર આટલું બધું મહેરબાન કેમ છે?

    આદર્શ આચાર સંહિતાના ભંગ મામલે બહુજન સમાજ પાર્ટીના સુપ્રીમો માયાવતી પર ચૂંટણી પંચે 48 કલાક સુધી પ્રચાર-પ્રસારનો પ્રતિબંધ લગાવી દીધો હતો. આ પ્રતિબંધ ગુરુવારે સવારે છ વાગ્યે સમાપ્ત થઈ ગયો હતો. પ્રતિબંધ હટતા જ માયાવતીએ ટ્વિટ કરીને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પર નિશાન તાક્યું છે. માયાવતીએ ટ્વિટર પર લખ્યું કે, તેઓ ચૂંટણી પંચના પ્રતિબંધનો ખુલ્લેઆમ ભંગ કરી રહ્યા છે, તેમ છતાં ચૂંટણી પંચ તેમના પર આટલું બધુ મહેરબાન કેમ છે?

    માયાવતીએ ટ્વિટ કરતા લખ્યું કે, "ચૂંટણી પંચના પ્રતિબંધનો ખુલ્લેઆમ ભંગ કરીને ઉત્તર પ્રદેશના સીએમ શહેર-શહેર ફરીને મંદિરોમાં દર્શન કરી રહ્યા છે, દલિતોના ઘરે જઈને ખાવાનું ખાવાના નાટકો કરી રહ્યા છે. આ તસવીરો મીડિયામાં પ્રસિદ્ધ કરાવીને યોગી ચૂંટણીમાં લાભ ખાટવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ ચૂંટણી પંચ તેમના પર મહેરબાન છે, આવું કેમ?

    બીજા એક ટ્વિટમાં બસપાના સુપ્રીમોએ લખ્યું કે, "જો આવો ભેદભાવ અને બીજેપી નેતાઓ સામે ચૂંટણી ચૂંટણી પંચ આંખ આડા કાન કરશે તો નિષ્પક્ષ અને સ્વતંત્ર ચૂંટણી શક્ય નથી. આ મામલે લોકો સાથે યોગ્ય ન્યાય કેવી રીતે થશે? બીજેપીનું નેતૃત્વ પહેલાની જેમ જ પોતાના મનનું કરી રહ્યું છે, આવું કેમ?"

    નોંધનીય છે કે યોગી આદિત્યનાથ પર ચૂંટણી પંચે 72 કલાકનો પ્રતિબંધ લગાવી દીધો છે. પ્રતિબંધ લાગૂ થયાના દિવસથી જ સીએમ યોગી આદિત્યનાથ બજરંગ બલીના દર્શન માટે લખનઉ અને અયોધ્યાનો પ્રવાસ કરી ચુક્યા છે, ગુરુવારે તેઓ વારાણસી પહોંચ્યા છે.
    Published by:Vinod Zankhaliya
    First published: