આ કારણે કોંગ્રેસ પર ભડક્યાં માયાવતી, કહ્યું 'દેશમાં ક્યાય ગઠબંધન નહીં કરીએ'

News18 Gujarati
Updated: March 18, 2019, 3:41 PM IST
આ કારણે કોંગ્રેસ પર ભડક્યાં માયાવતી, કહ્યું 'દેશમાં ક્યાય ગઠબંધન નહીં કરીએ'
માયાવતી (ફાઇલ તસવીર)

હકિકતે રવિવારે રાજ બબ્બરે જણાવ્યું હતું કે કોંગ્રેસ સપા- બસપાએ અમેઠી અને રાયબરેલીમાં ઉમેદવાર ન ઉતાર્યા તેથી સામા પક્ષે સાત બેઠકો પર ઉમેદવાર નહીં ઉતારે

  • Share this:
ન્યૂઝ 18 ગુજરાતી: ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટી, બહુજન સમાજવાદી પાર્ટી અને રાલોદ માટે કોંગ્રેસે સાત બેઠકો પર ઉમેદવાર ન ઉતારવાની રવિવારે જાહેરાત કરી હતી. આ જાહેરાતના પગેલ બસપા સુપ્રીમો માયાવતી ભડકી ગયા છે. તેમણે ટ્વીટર પર એલાન કર્યુ છે કે યુપીમાં તો શું પરંતુ આખા દેશમાં કોંગ્રેસ સાથે ગઠબંધન નહીં કરે. માયાવતીએ કહ્યું કે સીટો છોડીને કોંગ્રેસ પ્રદેશની જનતામાં ભ્રમ ફેલાવા માંગે છે કે તે ગઠબંધનનો ભાગ છે પરંતુ હકીકતે તેમનો ગઠબંધન સાથે કોઈ તાલમેલ નથી.

માયાવતીએ કોંગ્રેસની જાહેરાત બાદ બે ટ્વીટ કરીને જણાવ્યું હતું. તેમણે લખ્યું, ' બીએસપી હજુ એક વાર સ્પષ્ટતા કરવા માગે છે કે ઉત્તર પ્રદેશ સહિત આખા દેશમાં કોંગ્રેસ અમારા ગઠબંધનમાં નથી. અમારા સમર્થકો કોંગ્રેસ દ્વારા પ્રસરાવવામાં આવી રહેલા વહેમમાં ન રહે'

આ પણ વાંચો: પ્રમોદ સાવંત ગોવાના નવા મુખ્યમંત્રી પદની રેસમાં સૌથી આગળ, થોડીવારમાં જાહેરાતઆ પણ વાંચો: મિશન યૂપી : 'વોટ' માટે 'બોટ' લઈને ગંગાના રસ્તેથી પ્રચાર માટે નીકળી પ્રિયંકા

હકીકતમાં રવિવારે લખનઉમાં કોંગ્રેસ કાર્યાલય ખાતે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ રાજ બબ્બરે જણાવ્યું હતું કે સપા-બસપાએ રાયબરેલી અને અમેઠીમાં ઉમેદવારો ઉતાર્યા નથી તેની સામે અમે સાત સીટ છોડી રહ્યાં છે. રાજ બબ્બરે જણાવ્યું હતું કે કોંગ્રેસ મૈનપુરી, કન્નોજ, અને ફિરોઝાબાદમાં ઉમેદવારો નહીં ઉતારે. ઉપરાંત અખિલેશ અને માયાવતી જ્યાંથી ચૂંટણી લડશે ત્યાં પણ ઉમેદવાર નહીં ઉતારે અને રાલોદના અજીત સિંહ અને જયંત ચૌધરી વિરુદ્ધ પણ ઉમેદવાર નહીં ઉતારે

 
First published: March 18, 2019, 3:10 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading