ભાજપને હરાવવા માટે મહાગઠંબધન માટે પણ તૈયાર છે માયાવતી

News18 Gujarati
Updated: March 26, 2018, 3:05 PM IST
ભાજપને હરાવવા માટે મહાગઠંબધન માટે પણ તૈયાર છે માયાવતી
માયાવતી (ફાઈલ તસવીર)

  • Share this:
2019ની ચૂંટણીમાં ભાજપને સત્તા પરથી હટાવવા માટે બહુજન સમાજવાદી પાર્ટીના સુપ્રીમો માયાવતીએ એક મોટા વિપક્ષનું આહવાન કર્યું છે. આજે બસપાની પાર્ટી ઓફિસમાં આયોજિત માસિક સમીક્ષા બેઠકમાં માયાવતીએ મહાગઠબંધનનો નિર્ણય કર્યો છે. જેના માટે માયાવતીએ અન્ય પાર્ટીઓને આગળ આવવાની માગ કરી છે. માયાવતીએ કહ્યું કે સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજવાદી પાર્ટી સિવાય અન્ય પાર્ટીઓને એક સાથે થવું પડશે. ત્યારે જ ભાજપને હરાવી શકાય છે. અને મોદી સરકારને સત્તા પરથી પણ હટાવી શકાય છે.

જણાવી દઈ કે આજે બીએસપીની સમીક્ષા બેઠક હતી. જેમાં તમામ ઝોનલ કોર્ડિનેટર સામેલ થયા હતા. લોકસભાની ઉપચૂંટણીના પરિણામ અને રાજ્યસભા ચૂંટણી પરિણામ બાદ આ પહેલી સમીક્ષા બેઠક હતી. એવામાં માયાવતીએ આંતરિક મીટિંગમાં મહાગઠબંધન માટે તૈયાર થયા બાદ સંભાવના જણાય રહી છે કે ટુંક સમયમાં જ સમાજવાદી પાર્ટી સાથે આ વિષય પર ચર્ચા કરશે.

માયાવતીના નિવેદનને કોંગ્રેસે સ્વાગત કર્યું ,કહ્યું કે, મહાગઠબંધન આગળ પણ યથાવત રહેશે.

માયાવતીની સપા સાથે ગઠબંધનના નિવેદન પર કોંગ્રેસે સ્વાગત કર્યું છે અને કહ્યું છે કે તેઓ પણ આ મહાગઠબંધનમાં સામેલ થશે. યૂપી કોંગ્રેસના પ્રવક્તા દ્રવિજેન્દ્ર ત્રિપાઠીએ કહ્યું કે રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપને હરાવવા માટે સપા-બસપા અને કોંગ્રેસ એક સાથે આવશે. તેમણે કહ્યું કે તમામ દળોએ સાથ ખુબ સારી રીતે નિભાવ્યો છે. અને આગળ પણ યથાવત્ રહેશે. કોંગ્રેસના પ્રવક્તાનો દાવો છે કે બસપા સુપ્રીમો માયાવતીએ કોંગ્રેસને ધન્યવાદ આપતા વાત કરી હતી કે આગળ પણ ગઠબંધનમાં કોંગ્રેસને સાથે રાખશે. એટલ કે કોંગ્રેસનો રસ્તો સાફ છે કે તેઓ 2019 માટે મહાગઠબંધનના રસ્તા પર ચાલશે.

 
First published: March 26, 2018, 3:05 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading