લખનઉ: બહુજન સમાજ પાર્ટીનાં સુપ્રિમો માયાવતી ઉત્તરપ્રદેશમાં યુવાનોને તેમના પક્ષ તરફ આકર્ષવા માટે ભત્રીજીન આકાશ આનંદને મેદાનમાં લાવ્યા છે અને તેમને પક્ષનાં સ્ટાર કેમ્પેઇનમાં ઉતાર્યા છે.
બહુજન સમાજ પાર્ટીનાં સ્ટાર પ્રચારકોમાં માયાવતીનાં નાના ભાઇ આનંદ અને ભત્રીજા આકાશનો સમાવેશ થાય છે.
આકાશે લંડનમાંથી એમ.બી.એની ડિગ્રી મેળવેલી છે અને 2016માં તે પહેલી વખત જાહેરમાં માયાવતી સાથે જોવા મળ્યા હતા. માયવાતીએ જ્યારે સરહાનપુરની મુલાકાત લીધી હતી ત્યારે તેમની સાથે આકાશ પણ હતા અને તેમના સાથે મંચ પર જોવા મળ્યા હતા.
આધારભૂત સુત્રોના જણાવ્યા અનુસાર, માયાવતી ઉત્તરપ્રદેશમાં યુવાનોને તેમના પક્ષ તરફ આકર્ષવા માંગે છે અને આ નીતિનાં ભાગરૂપે તેમના ભત્રીજા આકાશને ચૂંટણીનાં મેદાનમાં લાવ્યા છે. તાજેતરમાં જ, માયાવતીએ સોશિયલ મીડિયા પર એન્ટ્રી કરી અને તેમનું ઓફિસિયલ ટ્વીટર એકાઉન્ટ ખોલ્યુ હતું.
15મી જાન્યુઆરીનાં રોજ, જ્યારે સમાજવાદી પાર્ટીનાં નેતા અખિલેશ યાદવ માયાવતીને મળવા આવ્યા ત્યારે આકાશ માયાવતીની બાજુમાં ઉભેલા જોવા મળ્યા હતા.
જાન્યુઆરી મહિનામાં, માયાવતીએ મીડિયા પર વરસી પડ્યા હતા અને આક્ષેપ કર્યો હતો કે, મીડિયા ખોટી રીતે તેમના ભત્રીજા આકાશને તેમના રાજકીય ઉત્તરાધીકારી તરીકે ટાર્ગેટ કરે છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, મીડિયાને જડબાતોડ જવાબ આપવા માટે ભત્રીજાને મેદાનમાં ઉતારશે.
આ પહેલા, માયાવતીએ તેમના ભાઇ આનંદને પાર્ટીનાં વાઇસ પ્રેસિડેન્ટ તરીકે નિમ્યા હતા પણ થોડા સમયમાં જ તેમને આ ફરજ પરથી દૂર કર્યા હતા. કેમ કે, તેમના પર એવો આરોપ લાગવા લાગ્યો કે, તેઓ રાજકારણનાં પરિવારવાદને પ્રોત્સાહન આપે છે.
Published by:Vijaysinh Parmar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર