ન્યૂઝ 18 ગુજરાતી : સહારનપુરમાં સપા-બસપા અને આરએલડીના મહાગઠબંધનની રેલીને સંબોધતા ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્ય મંત્રી માયાવતીએ જણાવ્યું હતું કે કોંગ્રેસ ઇચ્છે છે કે ભાજપ જીતે એટલે તેમણે ભાજપને ફાયદો પહોંચાડવા માટે ઉમેદવારો મેદાને ઉતાર્યા છે. હું મુસ્લિમોને કહેવા માંગુ છું જો તમે ભાજપને હરાવવા માંગતા હોય તો કોંગ્રેસને વોટ નહીં આપતા.
માયાવતીએ કહ્યું હું મુસ્લિમ સમાજને સુચિત કરવા માંગુ છું કે ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસ ભાજપને ટક્કર આપવા માટે લાયક નથી. મુસ્લિમો જાણે છે કે બસપાએ ઘણા સમય પહેલાં જ મુસ્લિમ ઉમેદવારોને ટિકિટ આપી દીધી હતી. મુસ્લિમ સમાજનો વોટ વહેંચાવો જોઈએ નહીં પરંતુ ગઠબંધનના ઉમેદવારને જ મળવો જોઈએ.
રેલીમાં અખિલેશ યાદવ વર્તમાન સરકાર પર વરસી પડ્યાં હતા. તેમણે કહ્યું હતું કે આ મહાગઠબંધન દેશને નવી સરકાર આપશે. મહાગઠબંધ એક એક ચોકીદારની ચોકી આંચકી લેશે.
અખિલેશ યાદવે આ રેલીમાં કહ્યું, કોંગ્રેસ અને ભાજપમાં બહુ અંતર નથી. જો તમે આ બંનેની નીતિઓ જુઓ તો ખ્યાલ આવશે કે બંને એક છે.આ મહાગઠબંધન બદલાવ માટે છે પરંતુ કોંગ્રેસ પાર્ટી દેશમાં બદલાવ નથી ઇચ્છતી, કોંગ્રેસ ફક્ત યુપીમાં સરકાર રચવા માંગે છે. હું અપીલ કરું છું, આપ સૌને કે એક પણ વોટ ઓછો ન થાય તેની તકેદારી રાખજો. આ ગઠબંધન દેશને નવા વડાપ્રધાન આપશે. ચૂંટણી પહેલાં આ લોકો કહેતા હતા કે 15 લાખ રૂપિયા આપીશું, અચ્છે દિન લાવીશું પરંતુ હવે કહે છે કે અમે ચોકીદાર છીએ, એક એક ચોકીદારની ચૌકીઓ આંચકી લઈશું.”
રાષ્ટ્રીય લોક દળના સુપ્રિમો અજિત સિંહે રેલીમાં કહ્યું હતું કે સંવિધાનમાં એવી સુવિધા છે કે તમે તેના અંતર્ગત દર પાંચ વર્ષે સરકાર બદલી શકો પરંતુ ભાજપ કહે છે કે મોદી 50 વર્ષ રાજ કરશે. ભાજપના સાંસદ સાક્ષી મહારાજ પણ કહે છે,આ છેલ્લી ચૂંટણી છે તેથી દર પાંચ વર્ષે સરકાર બદલી દેવી જોઈએ.
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર