સપા-બસપા 12 જાન્યુઆરીએ કરી શકે છે ગઠબંધનની જાહેરાત, બોલાવી પ્રેસ કોન્ફરન્સ

News18 Gujarati
Updated: January 11, 2019, 11:45 AM IST
સપા-બસપા 12 જાન્યુઆરીએ કરી શકે છે ગઠબંધનની જાહેરાત, બોલાવી પ્રેસ કોન્ફરન્સ
માયાવતી અને અખિલેશ યાદવ (ફાઇલ ફોટો)

લોકસભા ચૂંટણીમાં ઉત્તર પ્રદેશમાં સાથે લડવા પર સપા અને બસપામાં સહમતિ સધાઈ ગઈ છે

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી: ઉત્તર પ્રદેશના રાજકારણમાં 12 જાન્યુઆરીની તારીખ એક નવો અધ્યાય લખવાની છે. જેની ગૂંજ સમગ્ર દેશમાં સંભળાઈ શકે છે. આ દિવસે સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીની વચ્ચે ગઠબંધનની જાહેરાત થઈ શકે છે. બીએસપી સુપ્રીમો માયાવતી અને સપાના અધ્યક્ષ અખિલેશ યાદવે શનિવારે 12 વાગ્યે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ બોલાવી છે. મળતી માહિતી મુજબ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ગઠબંધનની જાહેરાત થઈ શકે છે.

ઉલ્લેખનીય છે કે, લોકસભા ચૂંટણીમાં ઉત્તર પ્રદેશમાં સાથે લડવા પર સપા અને બસપામાં સહમતિ સધાઈ ગઈ છે. સપા અધ્યક્ષ અખિલેશ યાદવ અને બસપા સુપ્રીમો માયાવતીએ ગઠબંધન હેઠળ સીટોની વહેંચણીને મંજૂરી આપી દીધી છે. સૂત્રોએ જણાવ્યું કે માયાવતીના દિલ્હી ત્યાગરાજ માર્ગ પર સ્થિત ઘરે અખિલેશની સાથે બેઠક થઈ હતી. બેઠક દરમિયાન સપા અને બસપા સુપ્રીમોની વચ્ચે ગઠબંધન પર મહોર મારવાની સાથે જ સીટોની સંખ્યાને પણ મંજૂરી આપી દીધી.

સૂત્રોના હવાલાથી અહેવાલ છે કે, સપા અને બસપા 37-37 સીટો પર પોતાના ઉમેદવાર ઊભા કરશે. બે સીટો રાષ્ટ્રીય લોકદળ માટે (સંભવિત રીતે અજીત સિંહ અને જયંત ચૌધરી) માટે છોડવામાં આવશે. બે સીટો મહાગઠબંધનના અન્ય સાથીઓ (સંભવિત રીતે ઓમપ્રકાશ રાજભરની પાર્ટી) માટે છોડવામાં આવશે. સાથોસાથ જો કોંગ્રેસ સાથે આવે છે તો તેમને બે સીટ આપવામાં આવશે. તે મુજબ રાહુલ ગાંધી માટે અમેઠી અને સોનિયા ગાંધી માટે રાયબરેલી સીટ છોડવામાં આવશે. અન્ય સીટો પર સપા અને બસપા ગઠબંધન પોતાના ઉમેદવાર ઉતારશે.
First published: January 11, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading