માયાવતી ડૂબતી નૌકા, બચવા માટે શોધી રહી છે મુસલમાનોનો સહારો : PM મોદી

News18 Gujarati
Updated: April 9, 2019, 10:49 AM IST
માયાવતી ડૂબતી નૌકા, બચવા માટે શોધી રહી છે મુસલમાનોનો સહારો : PM મોદી
નેટવર્ક 18 સાથે ઇન્ટરવ્યૂ દરમિયાન પીએમ મોદી

નેટવર્ક 18 સાથે ખાસ વાતચીતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યુ કે માયાવતીની મજબૂરી છે, જો તેણે કેમ પણ કરીને બચવું હશે તો તે આમ-તેમ કરીને મત માંગતી રહેશે.

  • Share this:
નવી દિલ્હી :  સપા-બસપા સાથે ગઠબંધન કરીને ઉત્તર પ્રદેશમાં રાજકારણમાં ફરીથી પગ જમાવવા માંગતી માયાવતી પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મોટો હુમલો કર્યો છે. નેટવર્ક 18ને આપેલા ખાસ ઇન્ટરવ્યૂમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, સતત હારને કારણે માયાવતી હતાશ થઈ ગઈ છે. માયાવતી હવે એક ડૂબતી નૌકા છે, તે બચવા માટે મુસલમાનોનો સહારો શોધી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યુ કે, સતત હાર બાદ આ પ્રકારની જ વાતો થાય છે. માયાવતીની મજબૂરી છે, જો તેણે કેમ પણ કરીને બચવું હશે તો આમ-તેમ કરીને વોટ માંગતી રહેશે.

'સેક્યુલરનો ઝંડો લઈને ફરતા લોકો ક્યાં ગયા'

નેટવર્ક 18ને આપેલા ખાસ ઇન્ટરવ્યૂમાં પીએમ મોદીએ કથિત સેક્યુલર લોકો પર ખૂબ ગુસ્સો કાઢ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, "મારી ચિંતા દેશમાં 24 કલાક સેક્યુલરનો ઝંડો લઈને ફરતા લોકોને લઈને છે. તેમના મોઢાં પર તાળું કેમ લાગી ગયું છે? જો આવી જ વાત કોઈએ હિન્દુ સમાજ માટે કહી હોત તો દેશમાં ન જાણે શું થઈ ગયું હોત. એવોર્ડ પરત કરનારા કેટલા નીકળી પડતા? કેટલા હસ્તાક્ષર અભિયાન શરૂ થઈ જતા?" પીએમ મોદીએ કહ્યુ કે હવે આ જમાત ચૂપ કેમ છે? તેમણે કહ્યું કે આ જમાત દેશ માટે ચિંતાનો વિષય છે. આવી જમાતને ખુલ્લી પાડવાની જરૂર છે. આ જમાત આ પ્રકારની સિલેક્ટિવ કેમ છે? શું તેનાથી તેમના સેક્યુલારિઝમને કોઈ નુક્સાન નથી થતું? શું આ તેમના સેક્યુલારિઝમને આગળ વધારવાની ચીઝ હતી? આ માટે જ સૌથી મોટો ખતરો નકાબ પહેરનારા લોકોથી છે.

માયાવતીએ મુસલમાનોને કરી હતી અપીલ

રવિવારે સહારનપુરના દેવબંધમાં સપા-બસપા અને આરએલડીની ગઠબંધન રેલીને સંબોધિત કરતાં બસપા સુપ્રીમો માયાવતીએ બીજેપીની સાથો-સાથ કોંગ્રેસ ઉપર પણ જોરદાર હુમલો કર્યો હતો. માયાવતીએ કહ્યું હતું કે, કોંગ્રેસ માનીને ચાલી રહી છે કે અમે જીતીએ કે ન જીતીએ, ગઠબંધન ન જીતવું જોઈએ. માયાવતીએ રેલીમાં કહ્યું કે, હું મુસ્લિમ સમાજને કહેવા માંગું છું કે જો બીજેપીને હરાવવી હશે તો ભાવનાઓમાં આવીને વોટ વહેંચવાના નથી.

ચૂંટણી પંચે લીધી ગંભીર નોંધબીએસપી અધ્યક્ષ માયાવતીના આ નિવેદનથી રાજકીય ઘમાસાણ ચાલુ થયું હતું. ત્યારબાદ ચૂંટણી પંચે સોમવારે સહારનપુરના ડીએમ પાસે રિપોર્ટ માંગ્યો હતો. આ રિપોર્ટના આધારે એ જોવામાં આવશે કે માયાવતીનું નિવેદન આચાર સંહિતાનું ઉલ્લંઘન તો નથી ને? આપને જણાવી દઈએ કે આદર્શ આચાર સંહિતા અનુસાર, 'જાતિ અને ધાર્મિક આધારે વોટની અપીલ ન કરી શકાય'.

(વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આ પૂરો ઇન્ટરવ્યૂ ન્યૂઝ18 ગુજરાતી સહિત નેટવર્ક18ની તમામ ચેનલો પર મંગળવાર સાંજે 7 વાગ્યે અને રાત્રે 10 વાગ્યે પ્રસારિત કરવામાં આવશે.)
First published: April 9, 2019, 7:39 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading