સેન્ટિલ ટાપુ મામલો: શું નહીં મળી શકે અમેરિકન નાગરિકનો મૃતદેહ?

News18 Gujarati
Updated: November 23, 2018, 5:25 PM IST
સેન્ટિલ ટાપુ મામલો: શું નહીં મળી શકે અમેરિકન નાગરિકનો મૃતદેહ?
જોહ્ન ચાઉ (ફાઇલ ફોટો)

ચાઉને સેન્ટિલ ટાપુના આદિવાસીઓએ ગત સપ્તાહે તીરોથી મારી નાખ્યો હતો

  • Share this:
અંડમાન-નિકોબાર: સેન્ટિનલ ટાપુના આદિવાસીઓ દ્વારા એક અમેરિકન નાગરિકની હત્યા કરવાને લઈને અંડમાન-નિકોબાર પોલીસે તેની લાશની શોધમાં લાગેલી છે. સરકારે સેન્ટિનલ ટાપુ પર જવા પર મનાઈ ફરમાવી છે. તેના કારણે પોલીસ હજુ પણ સીધી રીતે ત્યાં જવાનો પ્રયાસ નથી કર્યો પરંતુ જેમ-જેમ સમય પસાર થઈ રહ્યો છે તો એ વાતની આશંકા વધી રહી છે કે આદિવાસી લાશના અંતિમ સંસ્કાર પોતાની જાતે જ કરી દેશે.

અધિકારીઓએ આ મામલામાં એન્થ્રોપોલજિસ્ટ અને આદિવાસી કલ્યાણ સ્પેશલિસ્ટનો અભિપ્રાય માગ્યો છે જેથી આદિવાસીઓ વિશે સ્પષ્ટ જાણકારી મળી શકે. તેમને લાગે છે કે આ જાણકારી ચાઉની લાશ સુધી પહોંચવામાં મદદરૂપ સાબિત થશે.

ચાઉને આ ટાપુના આદિવાસીઓએ ગત સપ્તાહે તીરોથી એ સમયે મારી નાખ્યો હતો જ્યારે તે ગેરકાયદેસર રીતે ટાપુની પાસે કાંઠા સુધી પહોંચ્યો હતો. કથિત રીતે ચાઉ ખ્રિસ્તી મિશનરીના ધર્મ પ્રચાર માટે આદિવાસીઓને મળવા માગતો હતો. પોલીસે હજુ સુધી ચાઉની લાશની ઓળખ કરવા માટે એક જહાજ અને એક હેલિકોપ્ટરનો ઉપયોગ કર્યો છે જેથી તે સુરક્ષિત એરિયા સુધી પહોંચી શકાય. પરંતુ આ મામલામાં હજુ સુધી સફળતા નથી મળી.

ડીજીપી દીપેન્દ્ર પાઠકે જણાવ્યું કે, બુધવારે અધિકારીઓની એક ટીમ પહેલા જ ત્યાં ગઈ હતી પરંતુ તે પરત ફરી હતી. આજે અમે ફરી 15-16 લોકોની ટીમ મોકલી રહ્યા છે જેમાં પોલીસ ઉપરાંત શિક્ષાવિદ તથા આદિવાસી પરંપરાઓના જાણકાર પણ સામેલ થશે.

આ ટીમની સાથે તેઓ 6 માછીમાર પણ જશે જેઓએ ચાઉને સેન્ટિનલ ટાપુ પર પહોંચાડવામાં મદદ કરી હતી. તેમની મદદથી અમેરિકન નાગરિકને મારવામાં આવ્યો હતો તે સ્થળ મળી શકે છે. ડીજીપીએ કહ્યું કે, આ ઘણો જ સંવેદનશીલ મુદ્દો છે અને અમે તમામ પુરાવાઓને એકત્ર કરવા માગીએ છીએ જેથી જાણી શકાય કે હકીકતમાં સેન્ટિનલ ટાપુ પર શું થયું હતું.

કોઈ વિદેશી અને ભારતીયોને તે ટાપુના પાંચ કિલોમીટર એરિયા સુધી જવાની મનાઈ છે જેથી સેન્‍ટીનલીઝ લોકો કોઇ બહારની બીમારીથી બચી શકે. હાલમાં સેન્ટીલીઝ લોકોની કુલ સંખ્યા 150 છે.
First published: November 23, 2018, 5:25 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading