Kabul: આત્મઘાતી હુમલામાં તાલિબાનનો કમાન્ડર મુખલિસ માર્યો ગયો, ગનીની ખુરશી પર બેઠેલો ફોટો વાયરલ થયો હતો

અશરફ ગનીની ખુરશી પર બેઠેલા હમદુલ્લા મુખલિસના ફોટો વાયરલ થયા હતા.

કાબુલ પર કબજો કર્યા પછી હમદુલ્લા જ સૌથી પહેલાં રાષ્ટ્રપતિ અશરફ ગની (Ashraf Ghani)ની ઓફિસમાં દાખલ થયો હતો.

  • Share this:
    કાબુલ. અફઘાનિસ્તાન (Afghanistan Crisis)માં તાલિબાન (Taliban)ના કબજા બાદ આતંકવાદી સંગઠન હક્કાની નેટવર્ક (Haqanni Network)ને સૌથી મોટો ઝટકો લાગ્યો છે. મંગળવારે કાબુલ નજીક એક લશ્કરી હોસ્પિટલમાં થયેલા આત્મઘાતી હુમલામાં સિરાજુદ્દીન હક્કાનીના મુખ્ય સૈન્ય વ્યૂહરચનાકાર અને કાબુલના કમાન્ડર હમદુલ્લા મુખલિસ (Maulvi Hamdullah Mukhlis) માર્યા ગયા છે. કાબુલ પર કબજો કર્યા પછી હમદુલ્લા જ સૌથી પહેલાં રાષ્ટ્રપતિ અશરફ ગની (Ashraf Ghani)ની ઓફિસમાં દાખલ થયો હતો. ત્યારબાદ અશરફ ગનીની ખુરશી પર બેઠેલા મૌલવી હમદુલ્લા મુખલિસની તસવીરો વાયરલ થઈ હતી. હમદુલ્લા તાલિબાનની સ્પેશિયલ ફોર્સ બદ્રી બ્રિગેડનો કમાન્ડર પણ હતો. આ બ્રિગેડને કાબુલમાં સુરક્ષાની જવાબદારી સોંપવામાં આવી છે.

    ન્યૂઝ એજન્સી એએફપી અનુસાર આ હુમલામાં 19 લોકોના મોત થયા છે, જ્યારે 50 લોકો ઘાયલ થયા છે. આ હુમલાની જવાબદારી તાત્કાલિક કોઈ સંસ્થાએ લીધી નથી. તાલિબાને ઓગસ્ટમાં અફઘાનિસ્તાનમાં સત્તા સંભાળી ત્યારથી અત્યાર સુધીનો આ સૌથી મોટો હુમલો છે. અગાઉના હુમલાઓની જવાબદારી ઇસ્લામિક સ્ટેટના આતંકવાદીઓ દ્વારા લેવામાં આવી હતી જે તાલિબાનના દુશ્મન છે.

    અફઘાનિસ્તાનના ચર્ચિત પત્રકાર બિલાલ સરવરીએ ટ્વીટ કરી કે, 'ISIS આતંકવાદીઓ હવે તેમના પ્રથમ સૌથી મહત્વપૂર્ણ ટાર્ગેટની હત્યા કરવામાં સફળ થઈ ગયા છે. હમદુલ્લા તાલિબાનનો સૌથી પ્રભાવશાળી નેતા હતો. આનાથી ચોક્કસપણે તાલિબાન નેતૃત્વ હચમચી ગયું હશે.’

    બિલાલે કહ્યું કે આપણે આવનારા દિવસો અને મહિનાઓમાં થનારી ઘટનાઓ પર ચાંપતી નજર રાખવી પડશે. તેમણે સવાલ કર્યો, ‘શું આ અફઘાનિસ્તાનમાં એક નવી અવ્યવસ્થાની શરૂઆત છે? શું આનાથી તાલિબાનના મનોબળને અસર થશે? શું આ હુમલાથી આઈએસઆઈએસનું મનોબળ વધશે અને તે તાલિબાન નેતૃત્વ વિરુદ્ધ વધુ હુમલા કરશે?’

    આ પણ વાંચો: એક્સાઈઝ ડ્યુટીમાં જંગી ઘટાડા બાદ પેટ્રોલ-ડીઝલના ભાવ કેટલા ગગડશે? વાંચો દેશ-દુનિયાના ટોપ 10 સમાચારો

    તાલિબાને કહ્યું- 15 મિનિટમાં માર્યા ગયા તમામ હુમલાખોરો

    તાલિબાનના પ્રવક્તા ઝબીહુલ્લા મુજાહિદે જણાવ્યું કે, વિસ્ફોટ 400 બેડ ધરાવતા સરદાર મોહમ્મદ દાઉદ ખાન હોસ્પિટલના પ્રવેશદ્વાર પર થયો હતો. આ પછી ઇસ્લામિક સ્ટેટના બંદૂકધારીઓના એક જૂથે હુમલો કર્યો હતો, જેમાંના તમામ 15 મિનિટની અંદર માર્યા ગયા હતા. મુજાહિદે એ પણ જણાવ્યું કે તાલિબાનની સ્પેશિયલ ફોર્સ કમાન્ડો ટીમને હેલિકોપ્ટર દ્વારા હોસ્પિટલ પરિસરમાં એર-ડ્રોપ કરવામાં આવી હતી.

    આ પણ વાંચો: PM મોદીએ દિવાળી પર દેશવાસીઓને આપી શુભકામનાઓ, આજે નૌશેરામાં જવાનો સાથે ઉજવશે તહેવાર

    છ હુમલાખોરો આવ્યા હતા જેમાંથી બેને તાલિબાનોએ પકડ્યા

    સંરક્ષણ મંત્રાલયના તાલિબાન અધિકારી હિબતુલ્લા જમાલે જણાવ્યું હતું કે છ હુમલાખોરો આવ્યા હતા, જેમાંથી બેને પકડી લેવામાં આવ્યા હતા. તેમણે એ નથી જણાવ્યું કે કેટલા લોકો માર્યા ગયા કે ઘાયલ થયા. જમાલે કહ્યું, ‘અમારા કર્મચારીઓ અને નાગરિકો સહિતની જાનહાનિ થઈ છે, પરંતુ એ સંખ્યા સ્પષ્ટ થઈ શકી નથી.’
    Published by:Nirali Dave
    First published: