પાકિસ્તાનમાં ઇમરાન ખાન માટે માથાનો દુઃખાવો બન્યા મૌલાના રહમાન

News18 Gujarati
Updated: November 2, 2019, 10:32 AM IST
પાકિસ્તાનમાં ઇમરાન ખાન માટે માથાનો દુઃખાવો બન્યા મૌલાના રહમાન
મૌલાના રહમાન

મૌલાના રહમાને કહ્યુ કે 25મી જુલાઈ, 2018ના રોજ યોજાયેલી ચૂંટણી બોગસ હતી. આ ચૂંટણી પછી સત્તામાં આવેલી સરકાર અને તેના આદેશોનું અમે પાલન નહીં કરીએ.

  • Share this:
ઇસ્લામાબાદ : પાકિસ્તાનમાં વડાપ્રધાન ઇમરાન ખાન સામે વિરોધ પ્રદર્શન શરૂ છે. પ્રદર્શનનું નેતૃત્વ કરનારા કટ્ટરપંથી ધાર્મિક નેતા શુક્રવારે વિશાળ રેલી સાથે ઇસ્લામાબાદ પહોંચ્યા હતા. મૌલાના ફઝલુર રહમાને ઇમરાન ખાન સરકારની સત્તા પલટાવવા માટે 'આઝાદી માર્ચ' શરૂ કરી છે. તેમણે ઇમરાન ખાનને બે દિવસનો સમય આપ્યો છે.

ઇમરાન ખાનને બે દિવસનો સમય

દક્ષિણપંથી જમીયત ઉલેમા-એ-ઇસ્લામ ફઝલ (JUI-F)ના પ્રમુખ મૌલાના ફઝલુર રહમાને પાકિસ્તાનના વડાપ્રધાને રાજીનામું આપવા માટે બે દિવસનો સમય આપ્યો છે. તેમણે ઇમરાન ખાનને 'પાકિસ્તાનના ગોર્બાચેવ' જણાવતા કહ્યુ કે, તેઓ શાંતિપૂર્ણ રીતે દેખાવ કરી રહેલા લોકોની પરીક્ષા લીધા વગર પદનો ત્યાગ કરી દે. રહમાને કહ્યુ કે, સંસ્થાઓને નહીં, પરંતુ દેશના લોકોને પાકિસ્તાન પર શાસન કરવાનો અધિકાર છે.

સિંધથી 'આઝાદી માર્ચ' શરૂ થઈ

દક્ષિણપંથી જમીયત ઉલેમા-એ-ઇસ્લામ ફઝલ (જેયૂઆઈ-એફ)ના પ્રમુખ મૌલાના ફઝલુર રહમાને 27મી ઓક્ટોબરના રોજ વિપક્ષના નેતાઓ સાથે દક્ષિણના સિંધ પ્રાંતથી 'આઝાદી માર્ચ' શરૂ કરી હતી. આ માર્ચ ગુરુવારે ઇસ્લામાબાદ પહોંચી હતી.

વિપક્ષ પણ 'આઝાદી માર્ચ'માં સામેલ

ઇસ્લામાબાદ ખાતે પહોંચેલી આઝાદી માર્ચમાં રહમાન સાથે પાકિસ્તાન મુસ્લિમ લીગ- નવાઝ, પાકિસ્તાન પીપલ્સ પાર્ટી અને અવામી નેશનલ લીગને નેતાઓ પણ જોડાયા હતા. પીપીપી પ્રમુખ બિલાવલ ભુટ્ટો ઝરદારીએ રેલીમાં હાજર રહીને સરકારનો વિરોધ કરતા કહ્યુ કે, ઇમરાન ખાન કઠપુતળી છે.

2018ની ચૂંટણીના બોગસ ગણાવી

રહમાને કહ્યુ કે, "25મી જુલાઈ, 2018ના રોજ યોજાયેલી ચૂંટણી બોગસ હતી. આ ચૂંટણી પછી સત્તામાં આવેલી સરકાર અને તેના આદેશોનું અમે પાલન નહીં કરીએ. ગત વર્ષથી આ સરકાર છે, પરંતુ આ સરકાર વધારે સત્તામાં રહે તેવું અમે નથી ઈચ્છતા. ઇમરાન ખાનના નેતૃત્વ વાળી PTI (પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ પાર્ટી)એ અર્થવ્યવસ્થાને ધ્વસ્ત કરી નાખી છે. પીટીઆઈ સરકારે દેશના અસ્તિત્વ પર ખતરો ઉભો કરી દીધો છે. પાકિસ્તાનના ગોર્બાચેવે જવું જ પડશે. અમે ખાનને રાજીનામું આપવા માટે બે દિવસનો સમય આપ્યો છે. જો આવું નહીં થાય તો અમે ભવિષ્ય નક્કી કરીશું."જમિયત પ્રમુખે કહ્યુ કે અમે સંસ્થાઓ સાથે ઘર્ષણમાં ઉતરવા નથી માંગતા પરંતુ તેમના તટસ્થ જોવા માંગીએ છીએ. અમે સંસ્થાઓને વિચાર માટે બે દિવસનો સમય આપીએ છીએ. બે દિવસ પછી પણ તેઓ સરકારને સમર્થન આપવાનું ચાલુ રાખશે તો અમે તેમના પ્રત્યે અમારું વલણ નક્કી કરીશું.

કરતારપુર કૉરિડોરનો વિરોધ

રહમાને સરકારની કાશ્મીર નીતિનો વિરોધ કરતા કાશ્મીરીઓને તેમના હાલ પર છોડી દેવાનો આક્ષેપ લગાવ્યો હતો. તેમણે કહ્યુ કે સરકાર કરતારપુર કૉરિડોર ખોલીને ભારત સાથે દોસ્તી કરી છે. પાકિસ્તાન મુસ્લિમ લીગ નવાઝના અધ્યક્ષ શાહબાઝ શરીફે રેલીને સંબોધન કરતા કહ્યુ કે, 'સમય આવી ગયો છે કે આ બોગસ સરકારથી મુક્તિ મળે. અમે પાકિસ્તાનને ઇમરાન ખાનથી મુક્તિ અપાવીને જ જંપીશું.'
First published: November 2, 2019, 10:32 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading