Home /News /national-international /

સુપ્રીમ કોર્ટ પહોંચ્યો બુલડોઝરનો મામલો, જમીયત ઉલમા-એ-હિંદનો આરોપ- મુસલમાનોને તબાહ કરવાની ખતરનાક રાજનીતિ

સુપ્રીમ કોર્ટ પહોંચ્યો બુલડોઝરનો મામલો, જમીયત ઉલમા-એ-હિંદનો આરોપ- મુસલમાનોને તબાહ કરવાની ખતરનાક રાજનીતિ

બુલડોઝરના એક્શન સામે મૌલાના અશરદ મદનીએ (maulana arshad madni)સુપ્રીમ કોર્ટનો (supreme court)દરવાજો ખખડાવ્યો છે

bulldozer action - સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરી છે. આ અરજીમાં વિનંતી કરવામાં આવી છે કે રાજ્યોને આદેશ આપે કે કોર્ટની મંજૂરી વગર કોઇનું ઘર કે દુકાન પાડવામાં આવે નહીં

    સહારનપુર : યૂપી વિધાનસભા ચૂંટણીમાં બુલડોઝરનો (bulldozer)ડંકો ઘણો વાગી રહ્યો છે. બુલડોઝરના એક્શન સામે મૌલાના અશરદ મદનીએ (maulana arshad madni)સુપ્રીમ કોર્ટનો (supreme court)દરવાજો ખખડાવ્યો છે. મૌલાના અશરદ મદનીના નિર્દેશ પર જમીઅત ઉલમા-એ-હિંદે (Jamiyat Ulema-e-Hind)સુપ્રીમ કોર્ટમાં અરજી કરીને બુલડોઝર વાળી કાર્યવાહી પર પ્રતિબંધ લગાવવાની માંગણી કરી છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે બીજેપી શાસિત રાજ્યોમાં અપરાધ રોકવાની આડમાં અલ્પસંખ્યકો ખાસ કરીને મુસલમાન સામે ખતરનાક રાજનીતિ શરુ થવાની વાત કહેવામાં આવી છે. અરજીમાં માંગણી કરવામાં આવી છે કે કોર્ટ એવો આદેશ પાસ કરે જેનાથી કોઇનું ઘર કે દુકાન તોડવામાં ના આવે.

    એક પ્રેસ નોટ જાહેર કરીને જમીઅત ઉલમા એ-હિંદે કહ્યું કે બીજેપી શાસિત રાજ્યોમાં ગુના રોકવાની આડમાં અલ્પસંખ્યકો ખાસ કરીને મુસલમાનોને તબાહ કરવાના ઉદ્દેશ્યથી બુલડોઝરની ખતરનાક રાજનીતિ શરુ થઇ છે. તેની સામે કાનૂની સંઘર્ષ માટે ભારતીય મુસલમાનોનું પ્રતિનિધિ સંગઠન જમીઅત ઉલમા એ હિંદે આ તાનાશાહી અને ક્રુરતાને રોકવા માટે મૌલાના અશરદ મદનીના વિશેષ આદેશ પર સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરી છે. આ અરજીમાં વિનંતી કરવામાં આવી છે કે રાજ્યોને આદેશ આપે કે કોર્ટની મંજૂરી વગર કોઇનું ઘર કે દુકાન પાડવામાં આવે નહીં.

    આ પણ વાંચો - જહાંગીરપુરી હિંસા : અત્યાર સુધી 20 આરોપી પકડાયા, 3 તમંચા અને 5 તલવાર મળી

    જમીયત ઉલમા-એ-હિંદનું કહેવું છે કે ઉત્તર પ્રદેશમાં બુલડોઝરની રાજનીતિ પહેલાથી ચાલી રહી છે. જોકે હવે આ સિલસિલો ગુજરાત અને મધ્ય પ્રદેશમાં પણ શરુ થયો છે. હાલમાં રામનવમીના દિવસે મધ્ય પ્રદેશના ખરગોનમાં જુલુસ દરમિયાન રમખાણો થયા હતા. આ પછી રાજ્ય સરકારના આદેશથી એકતરફી કાર્યવાહી કરતા મુસલમાનોના ઘર અને દુકાનો તોડી પાડ્યા હતા. મધ્ય પ્રદેશની સરકાર પોતાની આ ક્રુર કાર્યવાહીનો બચાવ કરી રહી છે.

    આ પણ વાંચો - OMG! 70 હજારની સ્કૂટી માટે આ વ્યક્તિએ ખરીદ્યો 15 લાખ 44 હજાર રૂપિયાનો VIP નંબર

    કેન્દ્ર સાથે આ રાજ્યોને બનાવ્યા પાર્ટી

    અરજીમાં કેન્દ્ર સરકારની સાથે-સાથે ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ અને ગુજરાત રાજ્યને પાર્ટી બનાવવામાં આવ્યા છે. મૌલાના મદનીએ ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે જે કામ કોર્ટનું હતું તે હવે સરકારો કરી રહી છે. એવું લાગી રહ્યું છે કે ભારતમાં હવે કાનૂનનું રાજ સમાપ્ત થઇ રહ્યું છે.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Supreme Court, ઉત્તર પ્રદેશ

    આગામી સમાચાર