ઓટો ચાલકથી ગેંગસ્ટર બનેલા લાલુ યાદવના આતંકની કહાની, 18 વર્ષમાં 82 કેસ

ગેંગસ્ટર લાલુ યાદવ

અપરાધ અને ભયના બળ પર તેણે 2015ની પંચાયતની ચૂંટણીમાં પત્ની રીમા યાદવને ગ્રામ પ્રધાન બનાવી હતી. તેનો ડર એટલો હતો કે, કોઈ ઉમેદવાર તેની પત્નીના વિરોધમાં ઉભુ ન રહે

 • Share this:
  મઉ : પૂર્વાંચલનો કુખ્યાત ગેંગસ્ટર અને એક લાખનો ઈનામી લાલુ યાદવ (Gangster Lalu yadav)ને મઉ પોલીસે (Mau Police) એન્કાઉન્ટર (Encounter)માં ઠાર કરી દીધો છે. સરૈયાલખાંસી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ભૈરોપુર મોર નજીક સવારે am વાગ્યાની આસપાસ આ એન્કાઉન્ટર થયું હતું. તમને જણાવી દઈએ કે, ગેગાસ્ટર લાલુ યાદવ પર 82 ગંભીર કેસ હતા, જે સુનાવણી હેઠળ હતા. 18 વર્ષની ઉંમરેથી, તેણે ગુનાની દુનિયામાં પ્રવેશ કર્યો. 2003માં તેની સામે કોપાગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રથમ કેસ નોંધવામાં આવ્યો હતો. તે પછી, તેણે પાછળ વળી જોયું નહીં. અને લગભગ 38 વર્ષની ઉંમરે તેની સામે 82 કેસ નોંધાયા છે.

  એક સમય હતો જ્યારે લાલુ યાદવ 8 ધોરણ સુધી ભણ્યા પછી ભાડા પર ઓટો ચલાવતો હતો. પરંતુ 2003 પછી, સ્થાનિક હિસ્ટ્રીશિટર ગેંગસ્ટર રમેશસિંહ કાકાની ગેંગમાં જોડાઈ ગયો. તે જૌનપુરમાં સોનાના વેપારીની દુકાનમાંથી બે કરોડની લૂંટ, ભદોહીમાં 25 લાખની કેસ બેંકની લૂંટ, મિરઝાપુર અને વારાણસીમાં સોનાના વેપારી સાથેની લૂંટ, જનપદમાં આરટીઆઈ કાર્યકર્તા બાલ ગોવિંદસિંઘના ધોળેદિવસે હત્યાના મામલામાં પણ મુખ્ય આરોપી હતો.

  આ પણ વાંચો - વલસાડમાં કરૂણાંતિકા: Corona દર્દીને હોસ્પિટલમાં જગ્યા ન મળી, ટ્રેન નીચે કૂદી પટેલ યુવાને કર્યો આપઘાત

  પત્નીને બિનહરીફ ચૂંટણી જીતાડી

  આટલું જ નહીં, અપરાધ અને ભયના બળ પર તેણે 2015ની પંચાયતની ચૂંટણીમાં પત્ની રીમા યાદવને ગ્રામ પ્રધાન બનાવી હતી. 29 એપ્રિલ, 2021ના ​​રોજ, ત્રિ-સ્તરની પંચાયતની ચૂંટણીમાં, રીમા યાદવને બ્લોક પ્રમુખ પદ માટે 64 નંબરના વોર્ડમાંથી બિનહરિફ બીડીસી સભ્ય બનાવવામાં આવી હતી. ચૂંટણી બાદ તેનું લક્ષ્ય બ્લોક પ્રમુખ પદ પર કબજો મેળવવાનું હતું.

  આ પણ વાંચોલૈલા-મજનુનું હાઇ-વોલ્ટેજ ડ્રામા : પત્નીના પ્રેમ પ્રસંગની જાણ થતા પતિ પત્નીને પ્રેમીના ઘરે મુકી આવ્યો, થયું જોવા જેવું

  મળતી માહિતી પ્રમાણે ખૂબ જ મહત્વાકાંક્ષી લાલુ નાનપણથી જ કોઈના પર વિશ્વાસ કરતો ન હતો. તે રાજ્યના સક્રિય રાજકારણમાં જોડાવા માંગતો હતો. પરંતુ ઉત્તરપ્રદેશમાં યોગી સરકાર બન્યા બાદ તેને જિલ્લો છોડીને ફરાર થઈ જવું પડ્યું હતું.

  આ પણ વાંચોરાજકોટ : 'બાપ અને દીકરા સહિત 10 લોકોએ એકીલને રહેંસી નાખ્યો', શું છે ઘટના? કેમ જીવ લઈ લીધો?

  પંચાયતની ચૂંટણી બાદ પ્રભાવ પાડવા છૂપાઈ-છૂપાઈ ગામ આવતો હતો : એસ.પી.

  પોલીસ અધિક્ષક સુશીલ ગુલેએ જણાવ્યું હતું કે, પંચાયતની ચૂંટણીને કારણે તે છુપાઈને ગામમાં પ્રવાસ કરી રહ્યો હતો, જેની સુચના અમારી ટમને મળી હતી. જેને પરિણામે મંગળવારે રાત્રે લગભગ સાડા ત્રણ વાગ્યે તેને ઘેરી લેવામાં આવ્યો હતો. આખરે જવાબી ફાયરિંગમાં તે ગંભીર રીતે ઘાયલ થયો હતો. હોસ્પિટલ લઈ જતા સમયે માર્ગમાં તેનું મોત નીપજ્યું હતું. પોલીસ અધિક્ષકે જણાવ્યું હતું કે, તેણે તેની પત્નીને પંચાયતની ચૂંટણીમાં બિનહરીફ જીતાડી દીધી હતી અને હવે પત્નીને બ્લોક પ્રમુખ બનાવવામાં વ્યસ્ત હતો. તેનો ડર એટલો હતો કે, જો કોઈ ઉમેદવાર તેની પત્નીના વિરોધમાં ઉભુ રહે તો રસ્તો સાફ કરવા તેની હત્યા પણ કરી દઈ શકતો હતો. આથી, તે ચૂંટણીને પણ પ્રભાવિત કરી શકતો હતો.

  પોલીસ અધિક્ષકે જણાવ્યું હતું કે, તેની સામે 80-85 કેસ નોંધાયા હતા. તેણે વર્ષ 2019માં મઉના આરટીઆઈ એક્ટિવિસ્ટ બાલગોવિંદની હત્યા કરી હતી. આ ઉપરાંત તે જૌનપુરમાં બે કરોડની લૂંટ, ભદોહીમાં ગાર્ડને ગોળી મારી કેશ વાન લૂંટી નાખવા, મિરઝાપુર અને વારાણસીમાં સોનાના વેપારીને ત્યાં લૂંટ ચલાવવાના કેસમાં તે વોન્ટેડ હતો.
  Published by:kiran mehta
  First published: